ગાંધીધામ,
તા. 20 : શહેરના રેલ્વે મથક સામે સર્વિસ રોડ પરથી પસાર થતાં
શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા.21,600નો
દારૂ જપ્ત કરાયો હતો. પરંતુ આ દારૂના ત્રોત અને તેના ગંતવ્ય સ્થાન અંગે હજુ પણ રહસ્ય
અકબંધ છે. શહેરના રેલ્વે સ્ટેશન સામે જી.આર. ઈમ્પિરીયલ હોટલ પાસેથી પસાર થતાં નાગોર
રાજસ્થાનના કિશનરામ હડમાનરામ દેવાશીને પોલીસે પકડી પાડયો હતો. જોધપુરથી બી.જી.કે.ટી.
એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી બહાર પગપાળા જઈ રહેલા આ શખ્સના થેલામાં દારૂ હોવાની પૂવ
બાતમીના આધારે તેને રોકાવાયો હતો આ શખ્સ પાસેથી સિગ્રામ્સ બ્લેન્ડર્સ પ્રાઈડની 750 એમ.એલ.ની 12 બોટલ
કિંમત રૂા.12,600નો દારૂ જપ્ત કરાયો હતો. આ શખ્સ ક્યાંથી ? કોની પાસેથી દારૂ લાવ્યો હતો?
અને અહીં સ્થાનકે કોને આપવાનો હતો તેનું રહસ્ય હજુ અકબંધ છે.