• મંગળવાર, 21 એપ્રિલ, 2026

રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ મઢ જાગીરના ગાદીપતિ પદે 36 વર્ષ પૂરાં કર્યાં

માતાના મઢ, તા. 20 : અખાત્રીજના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ મઢ જાગીરના ગાદીપતિ પદે 37મા વર્ષમાં મંગલ પ્ર્રવેશ કર્યો હતો. મઢ જાગીરના ગુરુગાદીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, 36મા રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ મા આશાપુરાજીનાં મંદિરે, ખડગધારી તપ, નવરાત્રિ હોમ હવન, અનુષ્ઠાન, મેરૈયા પૂજા, સહિતનાં ધાર્મિક કાર્યો પરંપરા મુજબ તેમના હસ્તે થયાં છે. ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, કોરોનાકાળ જેવા વિકટ સમયમાં ગાદીપતિના નેજા હેઠળ મઢજાગીર ટ્રસ્ટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. મઢ જાગીરના ગાદીપતિ તરીકે 37મા વર્ષમાં પ્રવેશ  કરતા માતાના મઢના ગ્રામજનો, વેપારી વેલ્ફેર ફાઉન્ડેશન માતાના મઢ તથા તેમના અનુયાયીએ શુભેચ્છા પાઠવી હતી. ગાદી પૂજનના કાર્યક્રમમાં મઢના વેપારી અગ્રણી અરવિંદભાઇ શાહ, પૂર્વ સરપંચ સુરેશસિંહ જાડેજા, પ્ર્રહલાદસિંહ ચૌહાન, જગદીશભાઇ શાહ, ભગીરથસિંહ સોઢા, મહેન્દ્રભાઇ જોશી, નુરઅલી ખોજા, ફિરોજ ખોજા, રાજેશ શાહ, અમીત શાહ, જીતેન્દ્રસિંહ ચૌહાન, રાણુભા ચૌહાન, કલ્પેશ જોશી, સાહિલ કુંભાર, શોકતભાઇ ખોજા, ગુંજન શાહ, જય શાહ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મયૂરસિંહ જાડેજા, પંકજ કાપડી, પ્રકાશ જાડેજાએ સંભાળી હતી.

Panchang

dd