ભુજ,
તા. 20 : મુંદરા મરીન પોલીસે
સાડાઉના રિઢા ચોર ભરત કરશન સથવારાને ઝડપી વણઉકેલ્યા વાયર ચોરીનો ભેદ ઉકેલ્યા છે. મુંદરા
મરીન પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ભરત સથવારા (સાડાઉ) ગામની સીમની વાડીઓમાં અવાર-નવાર વાયર
ચોરી કરતો હોય છે અને હાલે પણ ચોરી ફિરાકમં છે. આથી પોલીસે ભરતને વાડી વિસ્તારમાંથી
જ ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી પુછતાછ કરતાં તેણે થોડા દિવસ પહેલા સાડાઉ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,
મંગરા, સાડાઉની આજુ-બાજુની વાડીઓમાં આવેલા પાણીના
બોરના કેબલની રાત્રિના સમયે ચોરી કરી હતી. પોલીસે ચોરાઉ મુદામાલ સાથે તેની અટક કરી
અગાઉની ચોરીઓ અંગે પૂછપરછ અને તપાસ ચાલુ કરી છે.