ન્યૂ ચંડીગઢ, તા. 20 : સતત પાંચ મેચની જીત
સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર બિરાજમાન પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરે ટીમની આક્રમક
બેટિંગનું રાજ ઉજાગર કર્યું છે. પંજાબે પાછલી મેચમાં લખનઉ સામે 2પ4 રન
ખડકયાં હતા. જે આ સીઝનનો સૌથી મોટો સ્કોર છે. શ્રેયસે કહ્યું અમારી ટીમની અંદર સિક્સ
હિટિંગ સ્પર્ધા ચાલી રહી છે. જેથી દરેક બેટર ખુલીને રમે છે. મેં કૂપર અને પ્રિયાંશને
કહ્યું હતું કે કોણ વધુ છગ્ગા ફટકારે છે
? ઇનામ મારૂ બેટ છે. જયારે તમે ખેલાડીને ખુલીને રમવાની છૂટ આપો છો ત્યારે
તેઓ શાનદાર પ્રદર્શન કરે છે. તેમના પર દબાણ હોતું નથી. આ જ અમારી ટીમનો મંત્ર છે. આ
મેચમાં પ્રિયાંશે 9 અને કોનોલીએ 7 છગ્ગા ફટકાર્યાં હતા. શ્રેયસે કહ્યું તેમની ભાગીદારી
શાનદાર રહી. કોચ પોન્ટિંગ મેચ અગાઉ ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. જેમાં હું પણ થોડું
યોગદાન આપું છુ. આ પછી ખેલાડીઓ મેદાનમાં આવી તેમનું પ્રદર્શન કરે છે. બીજી તરફ હાર પછી લખનઉના સુકાની પંતે સ્વીકાર્યું
કે ટીમની બોલિંગમાં સુધારાની જરૂર છે. હાર માટે કોઇ એક કારણ બતાવવું મુશ્કેલ છે. બોલિંગ
ચિંતાજનક છે, પણ બેટિંગમાં
કેટલીક સકારાત્મક ચીજો સામે આવી છે.