• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ધ્રબના ભંગારવાડામાંથી ટ્રકોમાં ભરેલા શંકાસ્પદ રાયડાના જથ્થા સાથે શખ્સ જબ્બે

ભુજ, તા. 20 : મુંદરાના ધ્રબના ભંગારવાડામાં ઊભેલી ટ્રકમાં આધાર-બિલ વગરના શંકાસ્પદ રાયડો વજન 21330 કિં.રૂા. 12.61 લાખના જથ્થા સાથે શખ્સને એલસીબીએ ઝડપી કાર્યવાહી કરી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ પીએસઆઇ એમ. એચ. શિણોલની સૂચના મુજબ એએસઆઇ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. રાજદીપસિંહ ગોહિલ, કોન્સ. રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે, અસલમ જમાલ તુર્ક (રહે. ધ્રબ, તા. મુંદરાવાળા)એ ધ્રબ ગામ જતા રોડ બાજુ નદીપટની બાજુમાં આવેલા ભંગારવાડામાં એ ટ્રકમાં શંકાસ્પદ રાયડાનો જથ્થો રાખ્યો છે. આ બાતમીના આધારે ત્યાં જઇ એલસીબીએ તપાસ કરતાં ટ્રક નં. જી.જે. 12-એ.ઝેડ. 8392ના ઠાઠામાં રાયડાની બોરીઓ ભરેલી હતી. આ બાબતે અસલમને પૂછતાં તેની પાસે કોઇ આધાર-પુરાવા કે બિલ ન હતા. આ શક પડતા રાયડો વજન 21030 કિલો કિં.રૂા. 12,61,800 તથા દસ લાખની ટ્રકના મુદ્દામાલ સાથે અસલમને પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Panchang

dd