ભુજ : રાજગોર કિરણભાઇ વલ્લભરામ જોશી (ઉ.વ. 67) તે સ્વ. ડોલરબાળાબેન વલ્લભરામ
નરભેરામ જોશીના પુત્ર, સ્વ. કંચનબેન
તથા રતનબેનના પતિ, સ્વ. વેલબાઇ લક્ષ્મીદાસ મોનજી અજાણીના જમાઇ,
ગં.સ્વ. ભાગ્યવંતીબેન નારાણજી, સાવિત્રીબેન હીરાલાલ,
સ્વ. વિજયાબેન ગૌરીશંકર, સ્વ. નિમુબેન ખરાશંકર,
ઇન્દિરાબેન અરવિંદ, ભાવનાબેન ભરત, મીનાબેન વસંતના નણંદોયા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-4-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 આર.ટી.ઓ. રિલો. સાઇટ, મુક્તાબેન ઉમિયાશંકર રાજગોર સમાજવાડી ખાતે.
ભુજ : મૂળ થાણાના મુકેશ નારાણજી પલણ (ઉ.વ. 65) તે સ્વ. કાંતાબેન નારાણજીના
પુત્ર, સ્વ. ડિનેશ, સ્વ. કિશોરના
નાના ભાઇ, ધવલકુમાર ડિનેશભાઇના કાકા, સ્વ.
સુશીલાબેન મૂળજી ઠક્કર, સ્વ. પ્રેમિલાબેન પ્રેમજીના ભાણેજ તા.
18-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-4-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ
હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : સૈયદ અબ્દુલમજીદ સાલેમોહમ્મદ (ઉ.વ. 84) (માજી મુતવલી તકિયાવાલી મસ્જિદ)
તે સૈયદ મખદુમ અહેમદ, સૈયદ મકબુલ
અહેમદ (વકીલ), સૈયદ મુઝમીલ અહેમદ (જે. કે. હોસ્પિટલ-સૈયદ બાપુ)ના
પિતા તા. 18-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-4-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 તકિયાવાલી
મસ્જિદ, મેમણ ડેલીની બાજુમાં, ભુજ ખાતે.
કમાગુના (તા. ભુજ) : મેર હવાબાઈ ભચુ (ઉ.વ. 90) તે જુસબ ભચુ, ઇબ્રાહિમ ભચુ, નૂરમામદના
માતા, મેર રમજાન મીઠુ, મેર ગુલામ મીઠુના
મોટીમા તા. 19-4-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 21-4-2026ના
મંગળવારે સવારે 9થી 10 મુસ્લિમ જમાતખાના, કોડકી ખાતે.
કુરબઈ (તા. ભુજ) : રવજીભાઈ લાલજીભાઈ પોકાર (ઉ.વ. 74) તે સ્વ. પરમાબેન લાલજીભાઈ ધનજીભાઈના
પુત્ર, સ્વ. કસ્તૂરબેનના પતિ, સંદીપકુમાર (કુરબઇ), સરલાબેન (પૂના), નિર્મલાબેન (મુંબઈ), ભારતીબેન (મુંબઈ)ના પિતા,
વિશ્રામભાઈ, નરસિંહભાઈ (કુરબઇ), કાન્તાબેન (મુંબઈ), ઝવેરબેન (ભુજ)ના મોટાભાઈ,
પાર્વતીબેન (નાસિક), મંજુલાબેન (કનકપર),
ભાવેશકુમાર (પૂના)ના કાકાઇ ભાઈ, ભીમજી વીરજી ચૌહાણ
(બિદડા)ના જમાઈ, ભુપિનકુમાર (મુંદરા), ઉમેશકુમાર,
મિકુલકુમાર, વિશાલકુમાર (કુરબઇ), નેહલબેન (રતનપુર)ના મોટાબાપુ તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-4-2026ના સોમવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન
કુરબઈ ખાતે.
વડઝર (તા. ભુજ) : કુરેશી નૂરબાઈ જુસબ (ઉ.વ. 76) તે સમેજા હુસેન હાસમના નાની, કુરેશી ઓસમાણ (ભા), કુરેશી
અબુબકર, કુરેશી ઇસ્માઈલ, કુરેશી અલીમામદ,
કુરેશી ઇબ્રાહિમ અને કુરેશી નૂરમામદના બહેન તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-4-2026ના મંગળવાર સવારે 9.30થી 10.30 કાસમપીર કમ્પાઉન્ડ, વડઝર ખાતે.
સુમરાપોર (તા. ભુજ) : માનબાઇ હારુન (ઉ.વ. 86) તે સુમરા હુશેનભાઇ, સુમરા ચનેસરભાઇ, સુમરા
સિદિકભાઇ, સુમરા તમાચીભાઇના માતા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે.
ગુંદિયાળી (તા. માંડવી) : મૂળ ગોધરાના હાલે ડોમ્બીવલી પુષ્પાબેન
પ્રતાપભારતી ગોસ્વામી (ઉ.વ. 76) તે સ્વ. લક્ષ્મીબાઈ
નરસિંહગર રણછોડગરના પુત્રી, સ્વ. હરિગર,
સ્વ. શ્યામમગર, સ્વ. નિર્મળગર, ગં.સ્વ. કસ્તૂરબેન ઉમેદપુરી (નખત્રાણા)ના બહેન, ગં. સ્વ.
ઝવેરબેન, ગં.સ્વ. સાવિત્રીબેન, ગં.સ્વ.
કાંતાબેનના નણંદ, સ્વ. કમળાબેન રઘુનાથપુરી (ભુજ), ભરતગર, વસંતગર, હેમલતાબેન મૂળભારથી
(ભુજ), ઝવેરગર, કાન્તિગર, મહેશગર, ગં.સ્વ. ભાનુબેન રાજેશગર (મોથાળા), વર્ષાબેન કિશોરગર (મોટા સલાયા), જયંતીગર, દિનેશગર, ભાવેશગર, ગં.સ્વ. રંજનબેન
હરેશગર (મોટા આસંબિયા), ગં.સ્વ. હિનાબેન હરેશગર (અંજાર)ના ફઈ,
ગોધરા હાલે ડોમ્બીવલીના સ્વ. ચંદ્રકાન્તભારથી, ભરતભારથી, યશોધનભારથીના માતા તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. માવતર
પક્ષે પ્રાર્થનાસભા તા. 20-4-2026ના
સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી,
કલ્યાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ગુંદિયાળી
ખાતે.
બાગ (તા. માંડવી) : સુમરા મોહમ્મદઈદ્રીસ આમદ (ઉ.વ. 52) તે મામદ હસન હવાલદારના કાકાઈ
ભાઇ, આમદ અને અજીમના કાકા તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-4-2026ના મંગળવારે સવારે 9થી 10 મામદ હસન હવાલદારના નિવાસસ્થાન હિંગોરજા ફળિયાની બાજુમાં, બાગ ખાતે.
બાડા (તા. માંડવી) : જાડેજા બાબુબા રવાજી (ઉ.વ. 72) તે સ્વ. રવાજી લાધાજીના પત્ની, જાડેજા ભૂપતસિંહ કેસુભા, નટુભા કનુભા, રતુબા વિજયરાજસિંહ, લીલાબા કરશનજી, જેઠીબા મેગરાજજીના માતા, પલભાટી નારાણજી સામંતજીના બહેન તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-4-026ના જાડેજા ભૂપતસિંહના નિવાસસ્થાન
બાડા (તા. માંડવી) ખાતે.
બાડા (તા. માંડવી) : મૂળ ચાંગડાઇના ગઢવી પુરબાઇ સાંયા (વાનરિયા)
તે નાગશી (લછુ) મૂરજી, લક્ષ્મી મોહન
ભીઢાં, પુનશ્રી રામ ખેતશિયાણીના માતા, પુનશી,
ગોવિંદ, કિશોર, જ્યોતિ,
ધાનશ્રીના મોટામા તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20, 21, 22-4-2026ના. ઉત્તરક્રિયા તા. 29-4-2026ના બુધવારે નિવાસસ્થાન સોનલનગર, બાડા ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક સાયમાબાનુ આરીફ (ઉ.વ. 25) તે આરીફ કાસમ લાલના પત્ની, કાસમ અદ્રેમાન લાલના પુત્રવધૂ, સાલેમામદ અદ્રેમાન લાલના ભત્રીજાવધૂ, મ. રઝાક મામદ પટેલના
પુત્રી, મ. સાજીદ તથા મોહયુદ્દીનના બહેન તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-4-2026ના મંગળવારે સવારે 9.30થી 10.30 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.
મંગરા (તા. મુંદરા) : ઉમરસંગજી ગોપાલજી રાઠોડ (ઉ.વ. 58) તે વાઘજીભાઇ, કલુભા, નટુભા,
નારૂભાના ભાઇ, અનોપસિંહના પિતા, જયદીપસિંહના દાદા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે.
સમાઘોઘા (તા. મુંદરા) : અજિતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ. 75) તે ભગવતસિંહ તથા ધર્મેન્દ્રસિંહના
ભાઇ, વીરેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહના
કાકા, હિતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહના મોટાબાપુ,
વિજયસિંહ (પૂર્વ સરપંચ-સમાઘોઘા), મહાવીરસિંહ (ઉપપ્રમુખ,
મુંદરા તાલુકા ભાજપ)ના પિતા, શક્તિસિંહ,
યશપાલસિંહ, પ્રિતપાલસિંહ, ધ્રુવરાજસિંહ, દક્ષરાજસિંહના દાદા તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 20-4 તથા 21-4-2026ના નિવાસસ્થાને તથા તા. 22-4થી 24-4-2026 દરબારગઢ ડેલી, સમાઘોઘા (તા. મુંદરા) ખાતે.
મોસુણા (તા. નખત્રાણા) : રબારી હસુબેન ભીમાભાઇ (ઉ.વ. 66) તે ભીમા સાંગાના પત્ની, રાણાભાઇ, ધાલાભાઇ,
વંકાભાઇ, દેવીબેન, કાઉબેનના
માતા, લાખા સાંગાના ભાભી, સોનીબેનના જેઠાણી,
વલુબેન તથા કરણના દાદી તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોસુણા ખાતે.
વાયોર (તા. અબડાસા) : જાડેજા ગંગાબા રામસંગજી (ઉ. વ. 85) તે જાડેજા રામસંગજી વેસલજીના
પત્ની, સ્વ. વેસલજી કરણજીના પુત્રવધૂ, પૃથ્વીરાજસિંહ, સ્વ. જીવણજી, સંગ્રામજી,
કરશનજીના ભાભી, મહેન્દ્રાસિંહ (સિંચાઈ વિભાગ),
કનુભા, સ્વ. સુરેશસિંહ, સરદારસિંહના
માતા, કિશોરાસિંહ (પત્રકાર), વિક્રમસિંહ,
વનરાજાસિંહ, જિતેન્દ્રાસિંહ, જુવાનસિંહ, જયવતસિંહ, તખતસિંહના
મોટા ભાભુમા, હરદિપસિંહ, ભૂપેન્દ્રાસિંહ,
અજયાસિંહ, જયપાલાસિંહ, પૂર્વરાજસિંહ,
ભવ્યદિપસિંહ, નરપતસિંહ, જયદિપસિંહ,
દિપરાજસિંહ, સૌર્યરાજસિંહ, ધ્રુવરાજસિંહ, લક્ષરાજસિંહ, કિરપાલસિંહ,
જશપાલસિંહ, વંશરાજસિંહ, જયઆદિત્યાસિંહના
દાદી, ઝાલા વિજયાસિંહ મનુભા (આદિપુર)ના નાની તા 19-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
જાડેજા ભાયાત ડેલીએ દરબારગઢ, વાયોર
ખાતે.
વરંડી મોટી (તા. અબડાસા) : જાડેજા અમૃતસિંહ (મુન્નાભાઇ એસ.આર.પી.)
(ઉ.વ. 46) તે જાડેજા મેરામણજી હિંમતસિંહના
પુત્ર, જાડેજા સુરેન્દ્રસિંહ, સ્વ. ઘનશ્યામસિંહ, સ્વ. વિક્રમસિંહના ભત્રીજા,
જગદીશસિંહ, રવિરાજસિંહ, જયવીરસિંહ,
વિશ્વરાજસિંહ, ભૂપેન્દ્રસિંહ, હાર્દિકસિંહના ભાઇ, ભાગ્યરાજસિંહના પિતા તા. 19-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 23-4-2026ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 સુધી.
આશાપર (તા. લખપત) : રામબા કાનજી સોઢા (ઉ.વ. 62) તે સોઢા કાનજી હંસરાજજીના પત્ની, સોઢા થાપસિંહ વિરમજીના નાના ભાઇના પત્ની,
જીતુભા, રણજિતસિંહ, કિરીટસિંહ,
ખેતુભાના માતા, રૂપસિંહ, સરદારસિંહ, બહાદુરસિંહ, ચંદનસિંહ,
મંગલસિંહ, ભચુભા, શિવુભા,
જીવુભાના કાકી, સહદેવ, રાજવીર,
કુલદીપ, સુરપાલ, રાજદીપ,
દિવ્યરાજ, દશરથના દાદી, જાડેજા
ગાભુભા દાનસંગજી (ઝુરા)ના બહેન, નવલસિંહ તથા સમરથસિંહના ફઇબા
તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
દશાવો તા. 24-4-2026ના, ઘડાઢોળ બારસવિધિ તા. 26-4-2026ના નિવાસસ્થાન આશાપર ખાતે.