• સોમવાર, 06 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના ગં.સ્વ. ઉષાબેન કોટક (ઉ.વ. 76) તે સ્વ. અરવિંદભાઇ કોટકના પત્ની, કલ્યાણજી મેઘજી કોટકના પુત્રવધૂ, હેતલભાઇ (અવસર ગિફટ)ના માતા, ટ્વિંકલના સાસુ, અદિતિ, અર્નવ, આર્યનના દાદી, દેવ જયેશભાઇ દાવડાના દાદીસાસુ, સ્વ. મૂળરાજભાઇના નાના ભાઇના પત્ની, દિનેશ, સ્વ. ઇશ્વર, ધર્મેન્દ્ર, મંજુબેન નવીનભાઇ ઠક્કર, ગં.સ્વ. રંજનબેન ભાસ્કરભાઇ જોષી, આશાબેન નવરંગભાઇ ઠક્કરના ભાભી, સ્વ. ખીમજી અરજણ પવાણી (મસ્કતવાળા)ના પુત્રી, સ્વ. ઉર્મિલાબેન ઉમેદલાલ ઠક્કર, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. સુરેશભાઇ, પ્રબોધભાઇ, દિલીપભાઇ, ગં.સ્વ. નિરુબેન પ્રવીણભાઇ ઠક્કર, સ્વ. હેમલતાબેનના બહેન, ગં.સ્વ. સુશીલાબેન ધીરેન્દ્રભાઇ પલણના વેવાઇ તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-4-2026ના સોમવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ મંગવાણાના ગઢવી ગં.સ્વ. જશોદાબેન લખધીરભા ભોજગ (ઉ.વ. 68) તે સ્વ. નારણભા કલ્યાણભા ભોજગના પુત્રવધૂ, સ્વ. પચાણભા મૂળુભા બાટી (માંડવી)ના પુત્રી, વિપુલ, કલ્પના, હેતલના માતા, રાજેશ કનુભા ભાટી, હિતેષ કલાભા ભરાડિયા, નયનાબેન વિપુલભાના સાસુ, સ્વ. જશરાજ નારણભા ભોજગ, વિનોદભા, ગોવિંદભા (એસ.ટી.)ના ભાભી, સ્વ. બચુભા રાયશીભા ભોજગ, વિશ્રામભા લખમશીભા, સ્વ. દેવીદાન ભારમલભા ભોજગ, સ્વ. હરિભા, રાજેશભાના કાકાઇ ભાભી, સ્વ. ભૂરાભા પચાણભા બાટી, પેથાભા, સાજણભા, હરિભા, રામાભા, રાજેશભા, વાલીબેન મનસુખભા માલા, રમીલાબેન ગોવિંદભા લાંબાના બહેન, દિશાંતના દાદી, ધૈર્ય, દિવ્યરાજ, નિશિતા, આસ્થાના નાની તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-4-2026ના મંગળવારે સાંજે 5થી 6 સોનલધામ ડી.સી.-2, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે. લૌકિક વ્યવહાર ત્રણ દિવસ નિવાસસ્થાન એસએચએક્સ-1, જનતા કોલોની, હનુમાન મંદિર સામે, ચામુંડા નગર ખાતે.

અંજાર : કુંભાર રિઝવાન અબ્દુલ્લા (ઉ.વ. 26) તે મ. અબ્દુલ્લા જાફરના પુત્ર, શકુર, ઈરફાનના ભાઈ, અર્સલાનના પિતા, હાજી ઈલિયાસ હાજી જાકબ (નરેડી)ના પૌત્ર, ઈશા, હાસમ, મજીદ, અદ્રેમાન, આમદ, આદમ, મામદ, ઈકબાલ, રજાક (નરેડી), સલીમ, મુબારક (નખત્રાણા), હુશેન જાફર (દરશડી), હારૂન આમદ (ખોંભડી)ના ભત્રીજા, જાકબ આદમ, સિધિક (કોઠારા)ના ભાણેજ, હનીફ, અનવર ફકીરમામદ (દયાપર)ના સાળા, મ. જુમ્મા હાસમ (વિથોણ)ના જમાઈ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-4-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન હેમલાઈ ફળિયું, અંજાર ખાતે.

મુંદરા : મૂળ ગોધરાના કચ્છી રાજગોર બ્રાહ્મણ જગદીશ માકાણી (ઉ.વ. 65) તે સ્વ. ધનગૌરી લક્ષ્મીદાસ માકાણીના પુત્ર, ભક્તિબેનના પતિ, નયન, દીપેશના પિતા, પૂજાબેનના સસરા, ગં.સ્વ. કંકુબેન મણિશંકર રણછોડજી નાગુ (બાગ)ના જમાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. મૂળશંકર, સ્વ. ગોદાવરીબેન અમૃતલાલ (ભુજપુર), મંજુલાબેન રેવાશંકર (ગોધરા), ઇન્દુમતીબેન રસિકલાલ (ભુજપુર)ના ભાઇ, બાગના ખીમજી, હરિશંકર, દયાશંકર, ભગવાનજી, સ્વ. વિજયાબેન, સ્વ. ઝવેરબેન, ગં.સ્વ. નર્મદાબેન, ગં.સ્વ. ભાનુબેન, ગં.સ્વ. જશુબેન, દિલીપ (મુંદરા), મુકેશ (મુંદરા)ના ભત્રીજીવર, સ્વ. ઇશ્વરલાલ ભવાનજી, દયારામ ભવાનજી, સ્વ. કાશીબેન, સ્વ. મણિબેન, વિમળાબેનના ભત્રીજા, સ્વ. રતનબેન કલ્યાણજી (બાગ)ના દોહિત્રીવર તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-4-2026ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

નખત્રાણા : જુણેજા હાજી આદમ ઇબ્રાહિમ (ઉ.વ. 85) (જી.ઇ.બી. રિટાયર્ડ) તે હાજી મોહમદ રાજા (વિથોણ), અબ્દુલકરીમના પિતા, ઇસ્માઇલ, હુશેન (ભુજ)ના ભાઇ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-4-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મફતનગર, નખત્રાણા ખાતે.

ધાણેટી (તા. ભુજ) : રાણાભાઇ ભચુભાઇ ડાંગર (ઉ.વ. 82) તે ફુલીબેનના પતિ, કાનાભાઇ, અરજણભાઇ, જખુભાઇ, ભનીબેન, હીમીબેન, રાધાબેનના પિતા, ભરત, બાબુ, વિજય, માવજી, આશિષ, સચિન, સંજય, નારણના દાદા તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાણેટી ખાતે.

રાયધણપર (તા. ભુજ) : રાંભઇબેન અરજણભાઇ બરાડિયા (ઉ.વ. 95) તે સ્વ. અરજણ જેસંગના પત્ની, સ્વ. બાબુભાઇ, હીરાભાઇ, હમીરભાઇ, હરિભાઇ, લખીબેન, કંકુબેન, દેવીબેન, ક્રિષ્નાબેનના માતા, સ્વ. રાધુભાઇ, સ્વ. ખેંગારભાઇ, મોહનભાઇ, ચંદુભાઇ, પુંજીબેન, લખીબેનના કાકી તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન રાયધણપર ખાતે.

કોટડા-આથમણા (ચકાર) : ભોગીલાલ દેવશીભાઇ માકાણી (ઉ.વ. 55) તે સ્વ. રતનબેન દેવશીભાઇ માકાણીના પુત્ર, જ્યોતિબેનના પતિ, ભરતભાઇ, ઇન્દિરાબેન (ખેડોઇ)ના ભાઇ, જ્યોત્સનાબેના જેઠ, કમલેશભાઈ (ખેડાઇ)ના સાળા, સાગર, જીંકલબેન (મોડાસા)ના પિતા, ખુશાલી, પરેશકુમાર (મોડાસા)ના સસરા, સ્વ. મંગળાબેન ડાયાલાલ પોકાર (ખેડોઇ)ના જમાઇ, ભરતભાઇ (ખેડોઇ), અરૂણાબેન, શિલ્પાબેન (અંજાર)ના બનેવી, મિશ્વાના દાદા, મિતના નાના, અંશના મોટાબાપા, રાજેશ, કિશન (ખેડોઇ), હેતલ (કોટડા-ઉ.)ના મામા, ગં.સ્વ. મધુબેન છગનલાલ માકાણીના ભત્રીજા, સંગીતાબેન (વડોદરા), ચેતનાબેન, રમેશભાઇ, જ્યોત્સનાબેન, શૈલેશભાઇના કાકાઇ ભાઇ, ઉર્મિલાબેન, રેખાબેનના કાકાઇ જેઠ, શિવમ, વંદન, યશ્વી, જનક, નવ્યાના મોટાબાપા, દીપાના મોટા સસરા તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ લાકડિયાના રાજગોર શાંતિલાલભાઇ ચકુલાલ (ઉ.વ. 89) તે પ્રાણકુંવરબેનના પતિ, હસમુખભાઈ, નવીનભાઈ, ભાનુભાઈ, જીતુભાઈ, નરોત્તમભાઈભાસ્કરભાઈ, રંજનબેન, જયશ્રીબેન, કુસુમબેનના પિતા, દુર્ગાશંકર વેણીરામ રાજગોર (લાકડિયા)ના બનેવી તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા. 10-4-2026ના શુકવારે બપોરે 3.30થી 4.30 નિવાસસ્થાને પુનિતનગર, હનુમાન મંદિરની બાજુમાં, કિડાણા (તા. ગાંધીધામ) ખાતે.

ધુણઇ (તા. માંડવી) : કાસમ ગુલામહુશેન ખલીફા (ઉ.વ. 23) તે ગુલામહુશેન અદ્રેમાનના પુત્ર, મ. અદ્રેમાન ઇબ્રાહિમના પૌત્ર, મ. ઇસ્માઇલ જાકબ ખલીફા (કોજાચોરા)ના દોહિત્ર તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-4- 2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, ધુણઇ ખાતે.

ટપ્પર-સોનારાવાળી (તા. મુંદરા) : ભારતીબેન રમણીકલાલ રાયમંગ્યા (ઉ.વ. 60) તે ગં. સ્વ. મણિબેન નારાણજી કાનજીના પુત્રવધૂ, રમણીકલાલ નારાણજીના પત્ની, કલ્પેશ, પ્રદીપના માતા, રીપાબેનના સાસુ, વસંતલાલ, ભરત, રમેશ, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. વનિતાબેન, લક્ષ્મી, ગીતાના ભાભી, ભારતીબેન (ગાંધીધામ)ના દેરાણી, બાલાબેન (ભુજ), મનીષાબેન (ગાંધીધામ)ના જેઠાણી, ગં.સ્વ. શાંતાબેન શાંતિલાલ રવજી ખાંટ (ગુંદિયાળી)ના પુત્રી, ગં.સ્વ. ઉષાબેન, પ્રતિમા, પ્રજ્ઞા, ભાવના, મહેન્દ્રના બહેન, દક્ષા, રાજેશ, નેહા, મિત્તલ, ધ્રુવ, દર્શિતા, સ્નેહા, ધવલના કાકી, કૈલાશ (પપુભાઇ ટેમ્પાવાળા), સ્વ. કિશોર, અનિલ, પ્રવીણાબેન, ભાવિના, અક્ષિતા, કિશન, દીપુબેન, આશિષ, ઉદય, ગૌરવના મામી, સ્વ. રામજીભાઇ, હરિલાલ, અશ્વિનના સાળાના પત્ની તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-4-2026ના સોમવારે સાંજે 4થી 5 ભાઇઓ માટે ક્ષત્રિય સમાજવાડી અને બહેનો માટે લોહાણા સમાજવાડી, ટપ્પર-સોનારાવાળી, તા. મુંદરા ખાતે.

ઘાણીથર (તા. રાપર) : મુકેશસિંહ (ઉ.વ. 49) તે મગુભા કારુભા જાડેજાના પુત્ર, યોગરાજસિંહના પિતા, અનિરુદ્ધસિંહ, પરેશસિંહ, તખતસિંહના ભાઇ, નરવિનસિંહ, સ્વ. સાહેબસિંહ, સ્વ. ઉદુભા, સહદેવસિંહ, સ્વ. ભોજુભા, સ્વ. ગંભીરસિંહના કાકાઇ ભાઇ, દિલુભા જોરુભા ઝાલા (ડુમાણા)ના જમાઇ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-4-2026ના ગુરુવારે તેમજ ઉત્તરક્રિયા તા. 17-4-2026ના શુક્રવારે નિવાસસ્થાન ઘાણીથર ખાતે.

રાજકોટ : કિશોરભાઇ બેચરલાલ સોનછાત્રા (ઉ.વ. 70) તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 6-4-2026ના સોમવારે નિવાસસ્થાનેથી. 

Panchang

dd