• સોમવાર, 06 એપ્રિલ, 2026

દેશવ્યાપી નાપાક આતંકી મોડયુલનો પર્દાફાશ

નવી દિલ્હી, તા. 5 : દેશમાં હિન્દુ યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવવાનું અને જેહાદી વિચારધારામાં જોડવાના કાવતરાંનો આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાંથી પર્દાફાશ થયા છે.  તે ઉપરાંત બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને આંધ્રપ્રદેશના ત્રણ સહિત 12થી વધુ શંકાસ્પદની ધરપકડ કરી હતી. એક મીડિયા હેવાલ મુજબઆંધ્રપ્રદેશ પોલીસ અને ગુપ્તચર વિભાગે એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેના વિદેશી હેન્ડલર્સ છે અને આઈએસઆઈએસ (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) તેમજ અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) જેવા ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. આ મોડ્યુલનું મુખ્ય લક્ષ્ય ભારતમાં યુવાનોને ઓનલાઈન કટ્ટરપંથી બનાવવાનું અને જેહાદી વિચારધારા ફેલાવવાનું હતું. પકડાયેલો મુખ્ય આરોપી રહેમતુલ્લાહ શરીફ અને તેના સાથીઓ વિદેશી કાર્યકરોના સંપર્કમાં હતા. તેઓ ઓનલાઈન વીડિયો દ્વારા યુવાનોને જેહાદ તરફ પ્રેરિત કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ઓસામા બિન લાદેન, ઈસરાર અહેમદ શેખ, ઝાકિર નાઈક અને અનવર અલ-અવલાકીના વીડિયો શેર કરી રહ્યા હતા. આ જૂથે મહિલા પાંખ બનાવીને મહિલાઓની ભરતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓ 40થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા અને બાંગ્લાદેશ સ્થિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા, જેમાં અલ-હકીમ શુક્રુર, મોહમ્મદ હુઝૈફા, નિન્જા, હેમરોક્સી, અબુ મુહરિબ અને અબુ બલુશીનો સમાવેશ થાય છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડએ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત એક ખતરનાક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેના તાર સરહદ પાર પાકિસ્તાન સાથે સીધા જોડાયેલા છે. ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી શાકિબે ખુલાસો કર્યો હતો કે, તે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ સાથે સીધો સંપર્કમાં હતો. શાકિબને સૂચના આપવામાં આવી હતી કે, કોઈ પણ સંજોગોમાં મિશન અધૂરું ન રહેવું જોઈએ. હેન્ડલર્સે તેને ગઝવા-એ-હિંદ એજન્ડા પર કામ કરવા અને નેટવર્કને એવી રીતે વિસ્તૃત કરવા સૂચના આપી હતી કે જેથી સુરક્ષા એજન્સીઓ સતર્ક ન થાય. તપાસકર્તાઓના મતે આ મોડ્યુલ માત્ર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં જ સામેલ નહોતું, પરંતુ હિન્દુ વેશ અને કોડ નામોનો પણ ઉપયોગ કરતું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓએ તેમના કાર્યકરોને સ્થાનિક હિન્દુ યુવાનોની ભરતી કરવા અને સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ટાળવા માટે સંવેદનશીલ સ્થળોની જાસૂસી માટે કવર તરીકે ઉપયોગ કરવા કડક સૂચના આપી હતી. 

Panchang

dd