ભુજ/સુરત : ગં.સ્વ. લતાબેન રાજેશભાઇ કોટક (ઉ.વ. 50) તે ગં.સ્વ. જયશ્રીબેન કાંતિલાલ
રામજી કોટકના પુત્રવધૂ, સ્વ. રાજેશભાઇના
પત્ની, સ્વ. મંગલદાસ સુરજી અનમ (ના. સરોવર)ના પૌત્રી,
ગં.સ્વ. પુષ્પાબેન કાનજીભાઇ ધીરાવાણી (ભુજ)ના ભત્રીજી તા. 1-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-4-2026ના
સાંજે 5થી 6 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
અંજાર : મનન ઉર્ફે નિશાંત પલણ (ઉ.વ. 42) (સુડી-ચપ્પુવાળા) તે ગં.સ્વ.
દમયંતીબેન વૃજલાલ દામજી પલણના પુત્ર, અર્પિતાબેનના પતિ, મહેર, ધ્યાનિના
પિતા, સ્વ. કેશરબેન લાલજી આણંદજી દૈયા (ગાંધી)ના દોહિત્ર,
લવજીભાઇ દૈયા (સુરત)ના ભાણેજ, કુસુમબેન અરવિંદભાઇ
પરબિયાના જમાઇ, પ્રિયાબેન બિમલકુમાર ઉદવાણીના બનેવી, ફાલ્ગુનીબેન નેહલભાઇ હરિશભાઇ ગણાત્રા (માંડવી)ના ભાઇ, પ્રથમ, જેનીલના મામા, ચિંતનના નાના
ભાઇ, લક્ષ્મીબેન ચિંતનભાઇના દિયર, કાવ્યા,
પલકના કાકા, સ્વ. ભગવાનભાઇ, સ્વ. જયસિંહભાઇ, પ્રતિમાબેન રાજેશભાઇ જોબનપુત્રા (ભુજ),
કિશોરભાઇના ભત્રીજા તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-4-2026ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા બોર્ડિંગ, ડી. વી. હાઇસ્કૂલની સામે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે.)
અંજાર : અરબીના સમીર કુંભાર (ઉ.વ. 21) તે આદમ આમદ (ચાગા)ના પુત્રવધૂ, ફકીરમામદ આમદ (જય માતાજી હોટલ)ના ભત્રીજાવહુ,
અનવર, મોહસીન, અકરમ,
સોહિલના ભાભી, મામદભાઇ કુંભાર (લઠેડી)ના પુત્રી
તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-4-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 કુંભાર મુસ્લિમ સમાજવાડી,
કુંભાર ચોક, અંજાર ખાતે.
માંડવી : હાલે ભુજ કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક પુષ્પાબેન કિશોરચંદ્ર
વાડીલાલ મહેતા (ઉ.વ. 75) તે સ્વ. તારાબેન
વાડીલાલ મૂળજીભાઇ મહેતાના પુત્રવધૂ, સ્વ. કિશોરભાઇના પત્ની, હિના, કેતન
(ભુજ કોર્ટ)ના માતા, સમીરભાઇ વસા, શિલ્પાના
સાસુ, નિધિના દાદી, ઝેનિલના નાની,
સ્વ. ચતુરાબેન રવિલાલ રામજી મહેતા (રેહા)ના પુત્રી, સ્વ. પ્રવીણભાઇ, હરિશભાઇ, સ્વ.
પ્રદીપભાઇ, નવીનભાઇ, વિપિનભાઇ, સ્વ. નયનાબેન મનસુખભાઇ દેસાઇ, જયાબેન જિતેન્દ્રભાઇ મહેતા,
કમલબેન કિરીટભાઇ મહેતા, હર્ષાબેન વિરેશભાઇ દોશી,
દક્ષાબેન વિપિનભાઇ શાહના ભાભી, સ્વ. નિરંજનાબેનના
દેરાણી, લતાબેન, પ્રજ્ઞાબેન, નીતાબેન, ચંદ્રાબેનના જેઠાણી, સ્વ.
માણેકલાલભાઇ, અમૃતલાલભાઇ, સ્વ. ધીરજબેન,
સ્વ. સુરજબેન, સ્વ. ચંદનબેન, જ્યોતિબેનના બહેન તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલી નથી. મો.નં. 99985 87370.
આદિપુર : મૂળ ખાવડાના ઠા. ગંગાબેન માણસિંગ કેશરિયા તે માણસિંગ
ડોસાના પત્ની, સ્વ. નાનજીભાઇ,
દિલીપભાઇના માતા, ગં.સ્વ. લક્ષ્મીબેન, નૂતનબેનના સાસુ, ખટાઉભાઇ, રવિભાઇ,
સુરેશભાઇ, વિનોદભાઇ, ગં.સ્વ.
કાંતાબેનના કાકા, સ્વ. કલાવંતીબેન, સ્વ.
ખીમાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. લક્ષ્મીબેન,
સ્વ. અંજુબેનના બહેન, જિજ્ઞેશ, અમિત, નિયમ, ધારા, અંજલિના દાદી, હેત, રાહુલ,
લવ, કેશવના મોટા દાદી, પુનિતભાઇ,
રીતેશભાઇના દાદીજી સાસુ તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-4-2026ના સોમવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
નખત્રાણા : હાલે આણંદ કડવા પાટીદાર કરમશીભાઇ શિવગણભાઇ લીંબાણી
(ઉ.વ. 65) તે મંગળાબેનના પતિ, ભાવેશ, મુકેશ,
અલ્કાબેન કૈલાસભાઇ વાસાણી (નખત્રાણા)ના પિતા, તુલસીદાસ,
કુંવરબેન (નારાણપર-રોહા), લક્ષ્મીબેન (નખત્રાણા),
ધનીબેન (ભાટસર), જવેરબેન (વિરાણી મોટી),
સરસ્વતીબેન (મુંબઇ)ના ભાઇ, પીયુષભાઇના કાકા,
પરીબેન ધાર્મિક, દિવ્ય, વેદ,
હિરવાબેનના દાદા, દેવશીભાઇ કરશન નાકરાણી (મોટી
વિરાણી)ના જમાઇ તા. 31-3-2026ના
આણંદ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 5-4-2026ના રવિવારે બપોરે 3થી 5 પશ્ચિમ વિભાગ
પાટીદાર સમાજવાડી (જૂનાવાસ) ખાતે.
મુંદરા : નાનજી જુમા ધુઆ (ઉ.વ. 53) તે સ્વ. મેઘબાઇ જુમાભાઈના પુત્ર, રતનબેનના પતિ, મગનભાઈ
(પાણી પુરવઠા)ના ભાઇ, પ્રેમીલાબેનના દિયર, નિર્મલ, પ્રતીક, જિગરના પિતા,
વિજય, નીતિન, અશ્વિનના કાકા, ભાવના, નિકિતા,
રીટાબેનના સસરા, કાષ્વીના દાદા, હરજી કોરશી ધુઆના ભત્રીજા,
રમેશ (આતુડાડા), મોહન, ધર્મેન્દ્રના મોટા ભાઇ, ખીમજી ભચુ ડોરૂ (કાંડાગરા)ના
જમાઇ, વીરચંદના બનેવી, નરેન્દ્ર,
મીના, ક્રિષ્ના, હિતેશ,
વિવેક, નયન, રોહિત,
સ્વ. વિજયના મોટા બાપા તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ (ક્રિયા) આગરી તા. 7-4-2026ના મંગળવારે અને પાણી (ઘડાઢોળ)
તા. 8-4-2026ના બુધવારે નિવાસસ્થાન, મહેશનગર, શેરી નં. 4, મુંદરા ખાતે.
પદ્ધર (તા. ભુજ) : ગુંસાઇ પ્રવીણગર રતનગર તે પ્રભાબેનના પતિ, પરેશ, નિલેશ, સોનીના પિતા, સ્વ. શાંતાબેન રતનગર મહાદેવગરના પુત્ર,
ગં.સ્વ. જવેરબેન મુલગર (મીઠા પસવારિયા), ગં.સ્વ.
કાશીબેન મોહનગર (સુખપર), સ્વ. શંભુગર, સ્વ.
નરશીગર, લક્ષ્મણગર, ચેનગર, જવેરગરના ભાઇ, સ્વ. મંગલગર માયાગર (નગા વલાડિયા)ના જમાઇ,
શાંતિબેન, શીતલબેનના સસરા, વેદિકા, વિહાન, વંશ, લવના દાદા, સ્વ. મુલગર, અરજણગર,
વસંતભારથી દયાલભારથી (ભુજ)ના બનેવી તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-4-2026ના સોમવારે 4થી 5 ભીડભંજન મહાદેવ મંદિર, પદ્ધર ખાતે.
બળદિયા (તા. ભુજ) : પરમાબેન રામજીભાઇ મકવાણા (બડગા) (ઉ.વ. 109) તે સ્વ. રામજીભાઈ મનજીના પત્ની, ભચીબાઈ ગાભાભાઇ સંજોટ (બિદડા)ના પુત્રી,
હાજાભાઇ, તેજાબેન, ખીમઇબેનના
બહેન, ગોપાલભાઈ મકવાણા (માજી પ્રમુખ મેઘવંશી મારુ વણકર સમાજ ઉ.પ.),
વાલજીભાઈ, સ્વ. ઉમાબેન કરમશી પરમાર (ભુજ), શામાબેન સુમાર મંગરિયા
(ભુજોડી), સ્વ. લાછુબેન ખીમજી મંગરિયા (બળદિયા), ડેમાબેન રાઘવજી ખોખર (ખંભરા), નિનાબેન પચાણ ખોખરના માતા,
સ્વ. પેથા ખેતા, સ્વ. પાલા આલા, અશોક આલા, જીવાબાઈના કાકી, કમલાબેન
ગોપાલભાઈ મકવાણા, લક્ષ્મીબેન વાલજી મકવાણાના સાસુ, દીપકકુમાર, નીતિન, કુલદીપ,
રાજેશ, આરતી, વિશાલના દાદી,
નિશાબેન, દર્શનાબેન, સવિતાબેન,
ગાયત્રીબેનના દાદીસાસુ, યુવરાજ, પ્રિન્સરાજ, દિવ્યરાજના પરદાદી તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
(દિયાડો) તા. 7-4-2026ના તથા આગરી (પાણીયારો) તા. 8-4-2026ના નિવાસસ્થાન બળદિયા
(ભુજ) ખાતે.
દેવસર (તા. નખત્રાણા) : રબારી સોનીબેન મંગલ (ઉ.વ. 49) તે રબારી મંગલ પચાણના પત્ની, રાજા, જસુ, ભાવનાના માતા, ધાલા, વજીબેન (આમાર),
નથુભાઈ, ભાવેશના ભાભી, શંકર
વેલાના ભત્રીજાના પત્ની, વંકાભાઈ, કાયાભાઈ, પેનાભાઈ,
લાખાભાઈ, મેગાભાઈ, બુધાભાઈના
નાના ભાઈના પત્ની, સ્વ. ગાભા પેથા (નાના નખત્રાણા)ના પુત્રી,
હીરાભાઈ, વેજાભાઈ, હમીરભાઈના
બહેન, વેજાભાઇ, નારણ, નથુ, વેલા, રામા, કરમશીના કાકી તા.3-4-2026ના
અવસાન પામ્યા છે. બેસણું દેવસર ખાતે.
મોથાળા (તા. અબડાસા) : સૈયદ માહિનુરમા (ઉ.વ. 10) તે પીર સૈયદ ફૈસલશાહ અશરફશાહના
પુત્રી, સૈયદ જાવેદ હુસૈન બાવા (કોઠારા), સૈયદ હાજી ઝોયબ હુસૈન, સૈયદ ફેઝાનશાહ, સૈયદ જમીલ હુસૈન, સૈયદ અઝીમ હુસૈનના ભત્રીજી,
સૈયદ શમસુદિનશાહ હાજીશા (પાનધ્રો)ના
ભાણેજી તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ
અને જિયારત તા. 6-4-2026ના
સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન, મોથાળા ખાતે.
કોઠારા (તા. અબડાસા) : ગોસ્વામી રાજેશગિરિ લધુગિરિ (ઉ.વ. 37) તે ગં.સ્વ. ઝવેરબેન લધુગિરિના નાના પુત્ર, સ્વ. શૈલેષગિરિ, પ્રીતિબેન, વર્ષાબેનના નાના ભાઇ, ગોસ્વામી રાજેશપુરી (મોથાળા),
ગોસ્વામી પરેશગિરિ (સુરજપર)ના સાળા, સ્વ. ગોમતીબેન
રતનગિરિના પૌત્ર, સુરેશપુરિ બાલપુરિ ગોસ્વામી (ડુમરા)ના ભાણેજ,
મિહિર, રિશીના કાકા, નેન્સી,
ઓમ, ધ્રુવ, હેનીના મામા તા.
4-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-4-2026 સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.
મુંબઇ : મૂળ સાંધાણના ગં.સ્વ. નિર્મલા નવીનચંદ્ર લોડાયા (ઉ.વ.
80) તે લક્ષ્મીબેન કરમશી રતનશી
શાહના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન વિશનજી
હીરજી છેડા (નલિયા)ના પુત્રી, સ્વ. નવીનચંદ્ર કરમશી લોડાયાના
પત્ની, સંદિપ અને નીરજના માતા, સ્મિતા સંદિપ
અને જીનાલી નીરજના સાસુ, અમન, નેમીશ અને
ધ્વનીના દાદી, સાંચી અમનના દાદી સાસુ, વિજયાબેન ઉત્તમચંદ, જયાબેન લક્ષ્મીચંદના દેરાણી, કંચન પ્રવીણચંદ્રના જેઠાણી,
ગુણવંતી ઝવેરચંદ ધરમશીના ભાભી તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 5-4-2026ના બપોરે 4થી 5.30 મહાકવિ કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુન્ડ
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)