• સોમવાર, 06 એપ્રિલ, 2026

1000 કિલોના બોમ્બથી સેના મજબૂત બનશે

નવી દિલ્હી, તા. 5 : ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 1000 કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડવાનો અને `મેક ઇન ઇન્ડિયા' અભિયાનને મજબૂત કરવાનો છે. આ બોમ્બ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોની પ્રહાર ક્ષમતામાં મોટો વધારો કરશે. આ નવો સ્વદેશી બોમ્બ અમેરિકાના પ્રખ્યાત `માર્ક-84'  બોમ્બની સમકક્ષ માનવામાં આવે છે. `માર્ક-84'  તેની વિનાશક ક્ષમતા માટે જાણીતું છે, જેનો ઉપયોગ મોટા બંકરો અને મજબૂત સૈન્ય માળખાંઓને તોડી પાડવા માટે  થાય છે. તે 907 કિલો વિસ્ફોટક લઈ જઈ શકે છે અને તે બોમ્બ દુશ્મનના મોટા-મોટા લક્ષ્યાંકોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ 1000 કિલોનો બોમ્બ પણ દુશ્મનના મોટા ટાર્ગેટ અને વ્યૂહત્મક સ્થળોને ક્ષણભરમાં નષ્ટ કરવાની શક્તિ ધરાવશે. સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઇઓઆઇ) જાહેર કરી દીધું છે. જે હેઠળ 600 એવા 1000 કિલોના હવાઈ બોમ્બ બનાવવામાં આવશે અને ખરીદવામાં આવશે. તેની સાથે ટેલ યુનિટ અને બીજા જરૂરી ઉપકરણ પણ સામેલ હશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ  ભારતમાં જ બનશે. તેનાથી ભારતની કંપનીઓ આગળ વધશે અને દેશની રક્ષા વ્યવસ્થા મજૂબત  થશે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. આ નવા હવાઈ બોમ્બ ઓટોમેટિક ટુકડામાં વહેંચાઈને ફેલાઈ જશે. આ ઉચ્ચ કેલિબરના હથિયાર છે, જે ખૂબ જ ઝડપી વિસ્ફોટ પેદા કરે છે.  

Panchang

dd