ભુજ, તા. 5 : સામખિયાળીના રેલવે મથકમાં માલની
લોડિંગ સાઈટ ઉપર અડધી રાતે બે વાગ્યે સૂતેલા યુવાન ભવાનીસિંહ ઈન્દ્રસિંગ રાઠોડ (મૂળ
રાજસ્થાન) પર લોડરચાલકે બેફીકરાઈથી જોયા-જાણ્યા વિના લોડરનું બકેટ ડાઉન કરી દેતાં ભવાનીસિંહ
તેના તળે ચગદાઈને મૃત્યુ પામ્યો હતો.આ બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસ મથકે મૃતક ભવાનીસિંહના
મોટા ભાઈ પરબતસિંગે લોડર નં. જીજે-39-સી-9959ના ઓપરેટર
- ચાલક મોહમ્મદ મુફીદ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતાં પોલીસે ગુનો નોંધી તજવીજ આદરી છે.