• રવિવાર, 05 એપ્રિલ, 2026

ઉગેડીમાં અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટૂર્નામેનટનો આરંભ

નખત્રાણા, તા. 4 : તાલુકાના ઉગેડી ગામે ઉગેડી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગૌસેવા તેમજ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડના વિકાસાર્થે સ્પર્ધા યોજાઈ રહી છે. આયોજન ઉગેડી ક્રિકેટ ગ્રુપ તથા ઉગેડી-મોરાય જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો આરંભ ગામના સરપંચ કરણ રબારીના હસ્તે કરાયો હતો. મુખ્ય મહેમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ  આવનારા સમયમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશું એમ જણાવ્યું હતું. ઉત્પલાસિંહ જાડેજા (પૂર્વ કારોબારી ચેરમેન ) હાજર રહ્યા હતા. આ પ્રસંગે મીઠુંભાઈ વાઘેલા, પરસોત્તમ વાઘેલા, હભુભાઈ એચ. રબારી (પૂર્વ ઉપસરપંચ), નારાયણભાઈ ચાવડા, મોહનભાઈ પટેલ, જુસબ ખલીફા, રજનીકાંત પંડયા, ઓસમાણભાઈ લંગાય, ભૂપતાસિંહ સોઢા (ઉપસરપંચ ઉગેડી), ડાયાલાલ રામાણી, રફીક કુંભાર, પબાભાઈ આહીર, આમરજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉગેડી જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભૂપતાસિંહ સોઢાએ જણાવ્યું હતું. 

Panchang

dd