• સોમવાર, 06 એપ્રિલ, 2026

મુંદરામાં અદાણી કંપનીમાંથી વાયર ચોરનાર ટોળકી જબ્બે

ભુજ, તા. 5 : તાજેતરમાં મુંદરામાં અદાણી એમ.પી.એલ. કંપનીના બે સ્ટોરમાંથી 12.50 લાખના વાયરની ઉઠાંતરી થઇ હતી. આ વાયર ચોરનારા મુંદરાના સુખપરના ચાર શખ્સની ટોળકીને મુંદરા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. મુંદરા પોલીસે આ ચોરીને અંજામ આપનારા મુંદરાના સુખપરવાસના અબ્દુલ કરીમ સલીમ શેખ, અજીજ અબ્દુલા જુણેજા, સમીર ઉર્ફે કારો સલીમ શેખ, ઉસ્માન સલીમ જુણેજાને ચોરાઉ મુદ્દામાલ કિં. રૂા. 12,49,413 સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પીઆઇ એસ.એમ. રાણા, પીએસઆઇ ડી.જે. ઠાકોર તેમજ તેમની ટીમ જોડાઇ હતી. 

Panchang

dd