• સોમવાર, 06 એપ્રિલ, 2026

સનરાઇઝર્સ સામે લખનઉનો દિલધડક વિજય

હૈદરાબાદ, તા. પ : પહેલાં અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ અને બાદમાં રિષભ પંતની અણનમ 68 રનની કેપ્ટન ઇનિંગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રસાકસી પછી લખનઉ સુપર જાયન્ટસનો વિજય થયો હતો. 17 રનનો વિજય લક્ષ્યાંક લખનઉ ટીમે એક દડો બાકી રહેતાં પાંચ વિકેટે હાંસલ કરી સિઝનની પહેલી જીત નોંધાવી અને પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવ્યું હતું, જ્યારે સનરાઇઝર્સની ત્રણ મેચમાં આ બીજી હાર છે. એલએસજી કપ્તાન પંત પ0 દડામાં 9 ચોગ્ગાથી 68 રન કરી નોટઆઉટ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરના પાંચમા દડે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ શમીએ કાતિલ બોલિંગ કરીને ચાર ઓવરમાં ફકત 9 રન આપી બે વિકેટ ઝડપી હતી. આથી સનરાઇઝર્સના 20 ઓવરમાં 9 વિકેટે 16 રન જ થયા હતા.157 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં લખનઉ સુપર જાયન્ટસે મિચેલ માર્શ (14)ની વિકેટ જલ્દીથી ગુમાવી હતી. જો કે, એડન માર્કરમે 27 દડામાં 6 ચોગ્ગા-2 છગ્ગાથી 4પ રન કરી રન રફતાર જાળવી રાખી હતી. માર્કરમ (4પ), આયુષ બડોની (12) અને નિકોલસ પૂરન (1) ઉપરાઉપરી આઉટ થતાં મેચ રોચક બન્યો હતો. જો કે, કેપ્ટન પંતે અણનમ 68 રન કરી મેચ પૂરી કરી હતી. અબ્દુલ સમદે 14 રનનું યોગદાન આપ્યું હતું. મુકુલ ચૌધરી બે રને નોટઆઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી હર્ષ દૂબેને બે વિકેટ મળી હતી. અગાઉ શમી પ્રારંભે જ ત્રાટક્યો હતો. તેણે અભિષેક શર્મા (0) અને ટ્રેવિસ હેડ (7)ની વિકેટ ખેડવી લખનઉને સંગીન શરૂઆત આપી હતી. એક તબક્કે સનરાઇઝર્સે 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કલાસેન અને નીતિશ રેડ્ડીએ લખનઉના બોલર્સનો મક્કમતાથી સામનો કરીને 63 દડામાં 116 રનની પાંચમી વિકેટમાં ભાગીદારી કરી હતી. રેડ્ડીએ 33 દડામાં ત્રણ ચોગ્ગા, પાંચ છગ્ગાથી પ6 અને કલાસેને 41 દડામાં પાંચ ચોગ્ગા, બે છગ્ગાથી 62 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી શમી ઉપરાંત પ્રિન્સ યાદવ અને આવેશ ખાનને 2-2 વિકેટ મળી હતી. 

Panchang

dd