• રવિવાર, 05 એપ્રિલ, 2026

ઈરાને ટ્રમ્પના દાવાની હવા કાઢી

તેહરાન, તા. 4 : એક મહિના કરતાં વધુ સમયથી જારી યુદ્ધ વચ્ચે ઈરાને આક્રમકતા અપનાવી ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાની આકાશ પર કબજાના દાવાની હવા કાઢી નાખી હતી. યુદ્ધ 28મી ફેબ્રુઆરીથી શરૂ થયું છે અને અત્યાર સુધીમાં ઈરાને સાત અમેરિકી વિમાન નષ્ટ કરી નાખ્યાં છે. એક અહેવાલ અનુસાર, 23 વર્ષ બાદ પહેલી વાર દુશ્મનના ગોળીબારમાં અમેરિકી યુદ્ધવિમાન તૂટયાં હોવાની યોજનાઓ બની છે. અગાઉ 2003માં ઈરાક યુદ્ધ વખતે આવું બન્યું હતું. ઈરાને ટ્રમ્પના કબજાના દાવાને ખોટા લેખાવ્યા હતા. ઈરાનના આકાશ પર અમેરિકાનો કબજો છે, તેવા ટ્રમ્પના દાવાથી વિપરીત ઈરાન લગાતાર અમેરિકી વિમાનો પર નિશાન સાધી રહ્યું છે. જો કે, એ પણ એક હકીકત છે કે, ઈરાનની સેના અમેરિકા સેનાનો મુકાબલો કરવામાં થાકી પડે તેમ છે. પરંતુ અત્યારે તો હવાઈ યુદ્ધમાં સ્પષ્ટ કળાઈ રહ્યું છે કે, ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની હવા કાઢી રહ્યું છે. 

Panchang

dd