• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના રતનશી ટપુભાઇ વાસાણી (સલાટ) (ઉ.વ. 76) તે સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. દક્ષાબેન, દીપાબેનના પિતા, સ્વ. હિતેષકુમાર તથા મનહરભાઇના સસરા, સ્વ. સોનાલી, પ્રાચી, રાજ, જયદીપના નાના, સ્વ. રામજીભાઇ, સ્વ. બલદેવભાઇ, હરિલાલભાઇ, ભરતભાઇના ભાઇ, અતુલ, વિનય, રક્ષા, હંસા, સ્વ. જ્યોતિ, નીતા, વર્ષા, કુલદીપના કાકા, અલ્પેશ, પુનિત, હિમાંશુ, પાર્થ, પાયલ, ખુશ્બૂના બાપા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 5.30થી 6.30 સલાટ સમાજવાડી, દાંડીવાળા હનુમાનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ચીમનલાલ મણિલાલ મોઢ (ઉ.વ. 81) (નિવૃત્ત કે.પી.ટી.) તે મણિલાલ હરિદાસ મોઢ (આબુરોડ)ના પુત્ર, તારાબેનના પતિ, કમલેશભાઇ મોઢ (રડાર ઓફિસ), નિતાબેન (નડિયાદ), સ્વ. રાજેશના પિતા, શંકરલાલ લવજીભાઇ મોદી (પાલનપુર)ના જમાઇ, રીટાબેન (બી.એસ.એન.એલ.), મુકેશભાઇ મોદી (નડિયાદ)ના સસરા, રમેશચંદ્ર મોદી, વસંતલાલ મોદી, ચંપાબેન (પાલનપુર)ના ભાઇ, મફતલાલ (આદિપુર), કનૈયાલાલ (પી.આર.એલ. અમદાવાદ), સેવંતીલાલ (પાલનપુર), ભગવતીબેન (આબુરોડ)ના બનેવી, વિશ્વાના દાદા, આદિત્યના નાના તા. 10-9-2023ના ભુજમાં અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : રઘુનાથ વાલનાથ નાથબાવા (ઉ.વ. 49) મૂળ મોટા અંગિયાના સ્વ. ગુણવંતીબેન અને સ્વ. વાલનાથ શિવનાથ (આધોઇ)ના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન શિવનાથ (લાયજા નાના)ના જમાઇ, સ્વ. બચુનાથ, સ્વ. લાલજીનાથ (વિગોડી), સ્વ. લક્ષ્મણનાથ (ભુજ), સ્વ. બાબુનાથ (લાયજા), બંસીનાથ (વિગોડી), સ્વ. ગંગાબેન (રાયણ), સ્વ. લક્ષ્મીબેન (આધોઇ), સ્વ. જમનાબેન (ભચાઉ), સ્વ. કેસરબેન (નેત્રા), સ્વ. સાવિત્રીમાતાજી (રાયણ)ના ભત્રીજા, લક્ષ્મીબેન રવજી (મોટી રાયણ)ના દોહિત્ર, ગં.સ્વ. ભારતીબેનના પતિ, સરસ્વતીબેન જેન્તીનાથ (નેત્રા), સ્વ. ભરતનાથ, મહેન્દ્રનાથ (આધોઇ), શ્યામનાથ, સ્વ. પુરુષોત્તમનાથ, ગોવિંદનાથ, દિનેશનાથ (વિગોડી), હરેશનાથ (ભુજ), અશોકનાથ, કાન્તિનાથ (અંજાર), હિરેનનાથ (લાયજા)ના ભાઇ, હસમુખનાથ, કિશોરનાથ, ધીરજનાથ, નર્મદાબેન, નિર્મલાબેન (લાયજા નાના)ના બનેવી, રમેશનાથ (નેત્રા)ના સસરા, મીરાં, કોમલ, મિત્તલ, સાગરનાથના પિતા, અમિતનાથ, કેતનનાથ, વર્ષા, ધર્મિષ્ઠા, રાહુલના મોટાબાપા, સ્વ. દમયંતીબેન અને જ્યોત્સનાબેનના જેઠ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-બેસણું તા. 12-9-2023ના મંગળવારે સાંજે 4.30થી 5.30 જડેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણ, જયનગર, ભુજ ખાતે. ધાર્મિકક્રિયા (ઉત્તરક્રિયા) તા. 21-9-2023ના ગુરુવારે નિવાસસ્થાને.

ભુજ : ભાવિક હર્ષદભાઇ જેઠી (ઉ.વ. 30) તે ઉષાબેન હર્ષદભાઇના પુત્ર, અમરતબેન અંબાલાલના પૌત્ર, સ્વ. ભાનુબેન સુરેશભાઇ (લિંબજા મંડપ સર્વિસ), ભારતીબેન હરગોવાનભાઇ, નયનાબેન મનસુખભાઇ, ગાયત્રીબેન શરદભાઇ, સ્વ. કમુબેન પ્રવીણભાઇ, ગં.સ્વ. મંજુલાબેન સોહનલાલ (કોટા)ના ભત્રીજા, અરૂણા ગોવિંદ, રમીલા રાજેશ, હિના વિનોદ, સ્વ. અનિલાના ભાણેજ, અતુલ, આરતી, ધર્મેન્દ્ર, લક્ષ્મીકાંત, સતીશ, જનક, પૂનમ, પ્રફુલ્લ, અક્ષય, અજય, કેવલ, રવિના ભાઇ, સંગીતા, નીતા, હર્ષિદા, લીના, સપના, ભાવિકાના દિયર, વિજય, દિલીપભાઇના સાળા, મયંક, પ્રગતિ, ગોપીકા, ગૌરવ, જૈવિક, જાનવી, યુગ, હિતાંશુ, ક્રિયાંશના કાકા, કૃષ્ણલ, ખ્યાતિ, મેઘા, તન્નુ, વિક્રમના મામા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 જેઠીની વાડી, જૂની મચ્છીપીઠ, સુમરા ડેલી પાસે, ભુજ ખાતે.

ભુજ : મૂળ આદિપુરના રાયશીભાઇ સુમારભાઇ બળગા (માહિતી ખાતા-ભુજ) તે સ્વ. મુમલબેનના પતિ, સ્વ. આસબાઇ સુમારભાઇ બળગાના પુત્ર, ધર્મિષ્ટાબેન નારણભાઇ સુડિયા, વેરશીભાઇ (ભાભુ), અરૂણભાઇ, દેવલબેન સુરેશભાઇ માતંગ, પ્રકાશભાઇના ભાઇ, ભારતીબેન, મિત્તલબેન દામજીભાઇ ધુવા, સંજયભાઇના પિતા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-9-2023ના નિવાસસ્થાન ઘર નં. 16, માધવપાર્ક સોસાયટી, ભાનુશાલીનગર સરકારી વસાહત ખાતે.

ભુજ : મૂળ પોરબંદરના ચેતન જીપીનચંદ્ર અંજારિયા (ઉ.વ. 59) તે ઉષાબેન જીપીનચંદ્ર અંજારિયાના પુત્ર, હિનાબેનના પતિ, જ્યોત, ઋતુના પિતા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે.

ગાંધીધામ : મૂળ દહીંસરાના પ્રિયલબેન જગદીશભાઇ ધુઆ (ઉ. 3 માસ) તે સ્વ. ડાઇબેન વેલજીભાઇ પૂંજાભાઇ ધુઆના પ્રપૌત્રી, કેસરબેન રામજીભાઇ ધુઆના પૌત્રી, રેખાબેન જગદીશભાઇ ધુઆના પુત્રી, જયેશભાઇ તેમજ હૃતિકાબેન અક્ષયભાઇ ચંદેના ભત્રીજી, શાંતાબેન હરેશભાઇ માંગલિયાના દોહિત્રી તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

મુંદરા : હાલ લંડન નિવાસી કચ્છી ભાટિયા અશોક કરસનદાસ બબલા (ઉ.વ. 68) તે સ્વ. ચંદાબેન કરસનદાસ બબલાના પુત્ર, કૌશિક, નીતિન, મધુબેન પ્રવીણભાઇ મટાણી, નિરૂપમાબેન મહેન્દ્રભાઇ આશર, જ્યોત્સનાબેન નવીનભાઇ સંપટ, પ્રીતિબેન અતુલભાઇ બજરિયાના ભાઇ, દીપ, કિંજલ, દેવ, સ્વાતિ, મેઘનાના કાકા તા. 8-9-2023ના લંડનમાં અવસાન પામ્યા છે.

નખત્રાણા : રતનશીભાઇ કેશરાણી (ઉ.વ. 86) તે સ્વ. અખઇ લાલજીના પુત્ર, સ્વ. હરજીભાઇ, સ્વ. કરસનભાઇ, સ્વ. દેવશીભાઇ, સ્વ. રામાબેન (અમદાવાદ), સ્વ. રતનબેન (નખત્રાણા), વાલાબેનના ભાઇ, ખેતારામભાઇ, ખીમજીભાઇ, ગંગાબેન (નાગલપર), વાસંતીબેન (રાયપુર)ના પિતા, રાજેશ, પ્રદીપ, કામેશ, ભાવેશ, સાગર, ભાવિકના દાદા તા. 10-9-2023ના રાયપુરમાં અવસાન પામ્યા છે. બેસણું તા. 12-9-2023ના મંગળવારે સવારે 8.30થી 10.30 નખત્રાણા પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ, નખત્રાણા-જૂનાવાસ ખાતે.

રાપર : ધરમશીભાઇ નારણજીભાઇ (ઉ.વ. 68) તે ગં.સ્વ. ચંદ્રિકાબેનના પતિ, સ્વ. શાંતાબેન નારણજીભાઇના પુત્ર, ઠક્કર જીવરાજ ધનજી (કાનમેર)ના જમાઇ, સ્વ. બાબુલાલ, પાર્વતીબેન, અમૃતલાલ, સ્વ. મૂરજીભાઇના નાના ભાઇ, શૈલેશ, દીપક, મીનાબેનના પિતા, પ્રજ્ઞાબેન, જિજ્ઞાબેન, ભરતકુમારના સસરા, ક્રિયા, હેનિશ, લક્ષ, લક્ષ્યાના દાદા, સ્વ. બચુલાલ તથા વસંતલાલના બનેવી, વસંત, રમેશ, ચેતન, હરેશ, અરવિંદ, દિનેશના કાકા, ઠક્કર દેવશીભાઇ રામજીભાઇના ભાણેજ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 4થી 5 રાપર લોહાણા મહાજનવાડી ખાતે.

ભચાઉ : ઠક્કર નવીનચંદ્ર (ઉ.વ. 60) તે સ્વ. શાંતાબેન બાબુલાલ મોહનલાલ કારિયા (આંબલિયારાવાળા)ના પુત્ર, સ્વ. મધુબેનના પતિ, ઠક્કર મગનલાલ ખીમજી પૂજારા (કંથકોટ)ના જમાઇ, હંસાબેન, સ્વ. વિનોદભાઇ, અનિલભાઇ, ઇશ્વરભાઇ, રાજુભાઇ, સ્વ. કલ્પનાબેનના ભાઇ, સ્વ. પ્રિયા, જલ્પા, રુચિ, નિશાના પિતા, રોહિતકુમાર પ્રતાપભાઇ સોમેશ્વર (અંજાર)ના સસરા, ઇશ્વરલાલ મગનલાલ સોમેશ્વર, સ્વ. પ્રવીણ ચૂનીલાલ કાથરાણી (ભચાઉ)ના સાળા, બચુલાલ, ચમનલાલ, કાંતિલાલ, લાભુબેન (સામખિયાળી), સ્વ. વિજયાબેન (આદિપુર), દમયંતીબેન (રાજકોટ)ના ભત્રીજા, સ્વ. ચૂનીલાલ માનસંગ પૂજારા (ચોબારીવાળા)ના દોહિત્ર, વેદાંસીના નાના, સૂરજના મામા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-9-2023ના મંગળવારે સાંજે 5થી 6 ભચાઉ લોહાણા મહાજનવાડી ખાતે.

નારાણપર (તા. ભુજ) : મૂળ ઓખા (દ્વારકા)ના કૌશિકભાઇ કમળાશંકર ભટ્ટ (ઉ.વ. 70) તે પ્રવીણાબેનના પતિ, મનીષભાઇ, અલ્પેશભાઇના પિતા, અર્ચનાબેનના સસરા, કીર્તિભાઇ (ગોંડલ), સુધીરભાઇ (રાજકોટ), સ્વ. હિતેષભાઇ (રાજકોટ), સ્વ. ઇન્દુબેન રમેશચંદ્ર જોશી (જામનગર)ના મોટા ભાઇ, સ્વ. આશારામભાઇ પંડયા (ઓખા)ના જમાઇ તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 4થી 5 નારાણપર વૈશ્નવ સમાજ, મહાજન નગર ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : કાન્તિ હરજી ધનજી કેરાઇ (ઉ.વ. 42) તે ગં.સ્વ. સુંદરબાઇ હરજી ધનજી કેરાઇના પુત્ર, હંસાબેનના પતિ, ધનબાઇ નારાણ રામજી હાલાઇના જમાઇ, દેવશીભાઇ, શામબાઇ, નંદુબેનના ભાઇ, પીયૂષ અને બિનલના પિતા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 13-9-2023ના બુધવારે સવારે 7.30થી 8.30 તેમની વાડીએ, મોટા આસંબિયા ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : દમયંતીબેન ઇશ્વરલાલ લીંબાણી (ઉ.વ. 60) તે ઇશ્વરલાલ કરશનભાઇ લીંબાણીના પત્ની, સ્વ. હીરબાઇ કરશન લીંબાણીના પુત્રવધૂ, સોમજીભાઇ, સ્વ. પરસોત્તમભાઇના નાના ભાઇના પત્ની, શાંતિલાલ અને ગોવિંદભાઇના ભાભી, નર્મદાબેન અને સ્વ. ભગવતીબેનના દેરાણી, લક્ષ્મીબેન અને ગીતાબેનના જેઠાણી, જયેશ, અલ્પેશ, કોકિલાબેનના માતા, જ્યોત્સનાબેન, ભાવિકાબેન અને સુરેશ પોકારના સાસુ, જાનવી, હર્ષ, નવ્યા, ધ્યાનના દાદી, તીર્થ, રુચિના નાની, સ્વ. ગંગાબેન મનજી માવજી માકાણી (ભારાપર)ના પુત્રી, ધીરજ, લખમશી, દામજી, હરિલાલ અને જગદીશના બહેન તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી 11થી 12-9-2023 (બે દિવસ) સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 રાયણ મોટી સતપંથ સમાજવાડી, કોલિયણવાડી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : કુંવરબેન ધનજી ઉકાણી (ઉ.વ. 93) તે સ્વ. ધનજી વાલજી ઉકાણીના પત્ની, દમયંતીબેન, મણિલાલભાઇ, કિશોરભાઇ, ચંદ્રિકાબેન, જતિનભાઇના માતા, જયાબેન, રેખાબેન, મધુબેન, વિશનજીભાઇ શિવગણ પોકાર (દેશલપર)ના સાસુ, સ્વ. સોમજી ધનજી સેંઘાણી (દરશડી)ના પુત્રી, સ્વ. ખેતશીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. નાનજીભાઇના નાના ભાઇના પત્ની, કાનજી વાલજીના ભાભી તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-9-2023ના સવારે 8થી 12 નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે.

નાગલપુર (તા. માંડવી) : લુહારવાઢા હાજિયાણી રોમતબાઇ (ઉ.વ. 85) તે હાજી ઇસ્માઇલના પત્ની, લુહાર આમધ સુમાર (ભોજાય)ના પુત્રી, અલીમામદ, હુશેન (દુલ્લા)ના માતા, અ.રઝાક (માંડવી), મ. તૈયબ હુશેન (ભુજ), મ. નૂરમહંમદ અ.રસીદ ડેમાઇવાલા (ગુજરાત), મનસુર (અંજાર)ના સાસુ, મો. સલીમ, મો. સોહેબ, અબ્દુલ કાદીરના દાદી તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2023ના મંગળવારે સવારે 10થી 11 નાગલપુર મસ્જિદ ખાતે.

મઉં મોટી (તા. માંડવી) : રાયશીભાઇ (ઉ.વ. 50) તે ગં.સ્વ. કાનબાઇ રતનશી (મૂળ ભોજાય)ના પુત્ર, સુમલબાઇના પતિ, હરિભાઇ, ખેરાજભાઇ, નાનબાઇ મેઘજી ધેડા (દેશલપર-વાંઢાય)ના ભાઇ, ગોવિંદ, નયના સુરેશ રોશિયા (કોડાય), મનીષા, ચેતનાના પિતા, મિહિર, વંશના દાદા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. બેસણું મઉં મોટી મહેશ્વરી જૂનાવાસ ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : કુંભાર હાજરાબાઇ સુમાર (ઉ.વ. 62) તે અનવર, કાસમ તથા જાકબના માતા, મ. ફકીરમોહંમદ, ઇબ્રાહિમ તથા તૈયબના બહેન તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2023ના મંગળવારે સવારે 11થી 12 દુર્ગાપુર જમાતખાના ખાતે.

દરશડી (તા. માંડવી) : હાલે ડોમ્બિવલી શાન્તાબેન કેશવલાલ ચૌધરી (ઉ.વ. 65) તે સ્વ. કેશવલાલ કાનજી ચૌધરીના પત્ની, ધીરજ, કલ્પના, ભાવના, સુધીરના માતા, સુરેશ, દેવેન્દ્ર, ટીના, ભાવનાના સાસુ, સોમજીભાઇ, સ્વ. લીલાબેન, શાન્તાબેન, લક્ષ્મીબેન, મંજુલાબેન, પ્રેમિલાબેનના ભાભી, ખુશ, નીલના દાદી, સ્વ. નારણભાઇ માવજીભાઇ દિવાળી (લુડવા)ના પુત્રી, મણિલાલભાઇ નારણ દિવાળીના બહેન તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-9-2023ના સવારે 9થી 12 કુંવરમા આશ્રમ, દરશડી ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ ઝરપરાના સવરાજ (ઉ.વ. 73) તે સ્વ. કેશવ હરદાસ ગઢવી (ટાપરિયા)ના પુત્ર, જેતબાઇબેનના પતિ, સ્વ. કાનજી, સ્વ. દેવરાજના ભાઇ, રામ, પુનશી, ગોપાલના પિતા તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભુજપુર વાડી વિસ્તારમાં. ઉત્તરક્રિયા (પાણી) તા. 20-9-2023ના એ જ સ્થળે.

બરાયા (તા. મુંદરા) : જાડેજા કાનુબા ખીમાજી (ઉ.વ. 95) તે સ્વ. હનુભા વાઘજી, સ્વ. ટપુભા ખેતાજી, સ્વ. ધીરુભા ખેતાજી, નટુભા માધુભાના કાકી, રાજુભા, લક્ષ્મણસિંહ, પ્રભાતસિંહ, રામસંગજી, ગજુભા, મનુભા, દિલીપસિંહ, મહિપતસિંહના દાદી, સ્વ. સોઢા ખેતાજી સાલુજી (ઝુરા કેમ્પ)ના બહેન, ભચુભા, લક્ષ્મણસિંહ, ચતુરસિંહના ફઇ તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી બરાયા ખાતે.

સુખપર (રોહા) : વાલજી ભોજા જોગી (ઉ.વ. 63) તે વાલબાઇના પતિ, સ્વ. ભોજા પબાના નાના પુત્ર, સ્વ. મૂરજીભાઇ, સ્વ. તમાચીભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. નાનબાઇ, રતનબેનના ભાઇ, કુંભાજી, શાંતાબેન, સવિતાબેન, પારૂબેન, રમીલાબેન, ભચાબેન, હીરાબેન, ભગવતીબેન, જયાબેનના પિતા, માલાભાઇ શિવજીના જમાઇ, પૂંજાભાઇ, સ્વ. રવજીભાઇ, બાબુભાઇના બનેવી, લખુભાઇ, મીઠુભાઇ, અરજણભાઇ, ખીમજીભાઇના કાકા, કારા મમુ, અમરત મમુ, સ્વ. રમેશ મમુના મામા, અમરત, જેરામ, નવીન, ઉમર, મૂરજી, ગાંગજી, કરશન, દયાના સસરા, રાજના દાદા તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-9-2023ના આગરી રાત, તા. 19-9-2023ના સોમવારે પાણીવિધિ જોગીવાસ, સુખપર (રોહા) ખાતે.

વિગોડી (તા. નખત્રાણા) : લુહાર ઉમર ઇસ્માઇલ (ઉ.વ. 75) તે અબ્દુરહેમાન, મામદ અને રજાકના પિતા, હાજી જુમ્મા ઇસ્માઇલ (રસલિયા)ના ભાઇ, હાજી હસણ (રસલિયા), ઇબ્રાહિમ મામદના ભત્રીજા, જુસબ, હબીબના બનેવી તા. 10-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-9-2023ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદવાળી ગલી, વિગોડી મુસ્લિમ જમાતખાના ખાતે.

ઉમૈયા (તા. રાપર) : લક્ષ્મીબેન નથુગર ગૌસ્વામી (ઉ.વ. 93) તે સ્વ. નથુગર સવગરના પત્ની, જવેરગિરિ, સ્વ. શંકરગિરિ, પ્રવીણગિરિ, હિતેષગિરિ, વીરગિરિ, બધીબેન ચંદુપુરી, જવેરીબેન બાબુગિરિ, ગવરીબેન દેવગિરિના માતા, ગોવિંદગિરિ (ખોડાસર)ના પુત્રી, પ્રવીણગિરિના ફઇ, હરિગર સંતોકગર, હરિગર માયાગર, અમરગર ખીમગરના કાકી, પ્રભુગર માનગરના મોટીમા, બળદેવગિરિ, સુરેશગિરિ, પ્રદીપગિરિ, દિનેશગિરિ, વિજયગિરિના દાદી તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 11-9-2023ના સોમવારે અને પૂજન તા. 15-9-2023ના શુક્રવારે.

સણોસરા (તા. અબડાસા) : વઝીર જલુબાઇ મામદ (ઉ.વ. 80) તે મામદ અલીમામદના પત્ની, અલીમામદ (બબાભાઇ), ઇબ્રાહિમભાઇ, હુશેનભાઇ, અમીનાબાઇના માતા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-9-2023ના સવારે 10 વાગ્યે હેપ્પીનગર, સણોસરા ખાતે.

શિણાપર (તા. લખપત) : કોલી રહીમાબાઇ (ઉ.વ. 80) તે જુમાભાઇના પત્ની, લાલજી, સાજનભાઇ, વેલજી તથા કાનજીભાઇના માતા, સુમારભાઇ (માજી સરપંચ), આરબભાઇ, ખમીશાભાઇના કાકી, અજય, નીલેશ, નરેન્દ્ર, જિતેશ, ધનજી, નાનજી, અમરત, જેન્તી, રમેશ, જાનીભાઇ, વાલજી, ધનજી, મલુક, મહેશના દાદી તા. 16-8-2023ના અવસાન પામ્યા છે.

ખીરસરા-કો. (તા. અબડાસા) : સુમરા બિલાલ ઇલિયાસ (ઉ.વ. 14) તે સુમરા ઇલિયાસ હાજી સાલેમામદના પુત્ર, જુણસ, હમીદ, મુસ્તાક, અલ્તાફના ભાઇ, ઇશા જાફરના ભત્રીજા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-9-2023ના સવારે 10.30 વાગ્યે ખીરસરા (કો.) મુસ્લિમ સમાજવાડી ખાતે.

મુલુંડ (વેસ્ટ) : રૂક્ષ્મણી જમનાદાસ રૂખાણા (ઉ.વ. 89) તે સ્વ. જમનાદાસ રૂખાણાના પત્ની, ગીતાના માતા, લતા, કલ્પના, સુનિતા, રીટાના કાકી, દીપક, જ્યોતિ તથા અમિતના ફઇ, કાશ્મીરાના માસી, સ્વ. પ્રાગજી ખીમજી પોપટના પુત્રી તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સરનામું : 205, સ્નેહા એપાર્ટમેન્ટ, તાંબેનગર, સરોજિની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઇ-400 080.

ડોમ્બીવલી (ઇસ્ટ) : મૂળ રવાના ગંગારામભાઇ નથુભાઇ વડગામા (ગજ્જર) (ઉ.વ. 84) તા. 9-9-2023ના ઓમ સાંઇ એપાર્ટમેન્ટ, 404, ન્યૂ આયરે રોડ, રાજગંગા બિલ્ડિંગની પાછળ, ડોમ્બીવલી (ઇસ્ટ) મુંબઇમાં અવસાન પામ્યા છે.

Janmadin Vishesh Purti

Panchang