ભુજ : સમા હાજિયાણી અમીનાબેન હાજી ઉમર (ઉ.વ. 70) તે હાજી ઉમર ઓસમાણના પત્ની, સમા અમીર મુકદરના માતા, રૂકસાના અયુબ, સહેરા ઇમરાન, ફરઝાના રફીકના માતા, મોહંમદ, અહેમદ, અકસાના દાદી,
આફ્રીદ, અર્શીદ, ગુલફીસા,
મોહંમદ, ફાતેમા, સાદના નાની,
અમીરના સાસુ, અબ્દુલ મજીદ આમદ, જકરિયા ઇશાક, અલાઉદ્દીન ઇશાકના બહેન, હાજી અનવર હાજી જુસબના ફઇ, દાઉદ ઇસ્માઇલના માસી તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-4-2025ના સોમવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ધારાનગર
કોડકી રોડ ભુજ ખાતે.
ભુજ : મનસ્વી (ઉ.વ. 14) તે હરજીવનભાઇ ઝવેરભાઇ પ્રજાપતિ (નિવૃત્ત શિક્ષક સીતારામપુર પ્રા.
શાળા-ભચાઉ)ના પૌત્રી, વિપિનભાઇ
(શિક્ષક ગણેશનગર પ્રાથમિક શાળા-ભુજ) અને ભારતીબેન (એ.એસ.આઇ. માનકૂવા પોલીસ સ્ટેશન તા.
ભુજ)ના પુત્રી, આશાબેન (હેડ કોન્સ્ટેબલ એસ.પી. ઓફિસ-ગાંધીધામ)
અને નીલેશભાઇ (પ્લાસ્ટિક ઇન્ડિયા લિ.-પડાણા)ના ભત્રીજી, પ્રજાકતા,
ચાર્મી, અદ્વૈત અને રિયાનના બહેન તા. 20-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-4-2025ના સોમવારે સાંજે 5થી 6 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,
ભાનુશાલીનગર ભુજ ખાતે.
ભુજ : કુંભાર સુલેમાન હાજી જુસબ (સાજનવાલા) (ઉર્ફે સુલેમાનબાબા)
(ઉ.વ. 65) તે હાજી અબુબકર, હાજી મામદ, જાકબ,
આમદ, ઓસમાણગનીના ભાઇ, અબ્દુલરઝાક
(બાબા), યુસુફઅલી (અલીબાબા)ના પિતા, મામદ
કેરાઇ અને મામદ બ્રેર (માધાપર)ના સસરા તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-4-2025ના સોમવારે સવારે 9.30થી 10.30 આઝાદચોક, મેમણ
જમાતખાના ભુજ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળજીભાઇ રામજી હાલાઇ (ઉ.વ. 74) તે સ્વ. મેઘબાઇ રામજી હાલાઇના
પુત્ર, સ્વ. વાલબાઇના પતિ, પુષ્પા
વિનોદ ડબાસિયા, દિનેશ અને સતીષના પિતા, ગૌરી, શિવાની, જીનલના દાદા,
સૃજલ, મિતેશના નાના, અમરબેન,
દેવુબેન, સામુબેન, કાંતાબેન,
કસ્તૂરબેન, હરજીભાઇ, રાજેન્દ્રભાઇના
ભાઇ તા. 25-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-4-2025ના
સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન સ્વામિનારાયણ ચબૂતરાવાળી
શેરી, બાલમંદિર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ વરાડિયાના રામસિંહ ચતુરસિંહ જાડેજા
(ઉ.વ. 45) તે સ્વ. ચતુરસિંહ માધુભા જાડેજાના
પુત્ર, સ્વ. અનિરુદ્ધસિંહ માધુભા જાડેજાના ભત્રીજા,
ધર્મેન્દ્રસિંહ તથા કરણસિંહના ભોટા ભાઇ તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
સોમવારે તા. 28-4-2025ના સવારે 10થી સાંજે 6.30, તેમના કાકાના નિવાસસ્થાને સુરક્ષા
સોસાયટી, માધાપર જૂનાવાસ ખાતે. ઉત્તરક્રિયા તા. 1-5-2025ના.
દહીંસરા (તા. ભુજ) : જીવાબાઇ વેલાભાઇ મહેશ્વરી (ઉ.વ. 90) તે પુંજાભાઇ, ખીમજીભાઇ, ભચીબેનના માતા
તા. 23-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-4-2025 અને તા. 27-4-2025ના રવિવારે પાણી-ઘડાઢોળ નિવાસસ્થાન
દહીંસરા ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : કારાણી શબ્બીર હુસેન હાજી આદમ (ઉ.વ.39) તે કારાણી હાજી આદમના પુત્ર
તા. 24-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 27-4-2025ના રવિવારે રાત્રે ઇશા નમાજ
બાદ જામા મસ્જિદ મોટા સલાયા માંડવી ખાતે.
કોટડા (જ.) (તા. નખત્રાણા) : બાબુલાલ વેલાણી (ઉ.વ. 78) તે પ્રેમીલાબેનના પતિ, જગદીશભાઇ, નાનજીભાઇ,
હર્ષદભાઇ, કમળાબેન (નખત્રાણા), પરસોતમભાઇના પિતા, સ્વ. નારાણભાઇ, ડાયાભાઇ, વીરજીભાઇના ભાઇ તા. 25-4-2025ના હોરમાઉ (બાનસવાડી) બેંગ્લોર
ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 27-4-2025ના સવારે 8થી 10 ઉમિયાધામ સમાજવાડી જૂનાવાસ
ખાતે.
વેડહાર-નિરોણા (તા. નખત્રાણા) : સોઢા દાનસિંહ નથુજી (ઉ.વ. 30) તે સ્વ. નથુજી પચાણજીના પુત્ર, કુંભાજી (માસ્તર), ભીમજી,
સ્વ. નાહરાજી, નગજીના ભત્રીજા, રામસિંહના ભાઇ, પ્રવીણસિંહ, કિશોરસિંહ,
જોધાજી, હાલાજી, ખાનજી,
હાકમસિંહ, સવાઇસિંહ, ખેતાજી,
કિરીટસિંહ, ભગીરથસિંહના કાકાઇ ભાઇ, સ્વરૂપસિંહ સામતસિંહના ભત્રીજા તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-5-2025ના શુક્રવારે અને સાદડી તેમના
નિવાસસ્થાન વેડહાર-નિરોણા ખાતે.
કીડિયાનગર (તા. રાપર) : સકીનાબાઈ રમઝાન મીર (ઉ. વ. 95) તે અલીમામદભાઈ, જુસબભાઈ, નૂરબાઈના માતા,
સિકંદર, શબનમ, શબ્બીર,
આસિફ, રેહાના અલ્તાફના દાદી તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 28-4-2025ના સવારે 11 વાગ્યે નિવાસસ્થાન કીડિયાનગર
ખાતે.
મોથાળા (તા. અબડાસા) : જાડેજા ગીરૂભા મમુભા (ઉ.વ. 58) તે મેહુલસિંહ તથા ભગીરથસિંહના
પિતા, ઉમેદસિંહ, જીતુભા,
કનકસિંહ, પથુભા, મેરૂભા,
ગાભુભા, મહાવીરસિંહ, અજિતસિંહ,
સુખદેવસિંહ, અજિતસિંહના ભાઇ, દિગ્વિજયસિંહ, ગિરિરાજસિંહના કાકા, બ્રિજરાજસિંહ તથા હર્ષવર્ધનના દાદા તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 29-4-2025ના મંગળવારે જાડેજા સમાજવાડી
ખાતે તથા ધાર્મિકવિધિ તા. 6-5-2025ના
મંગળવારે નિવાસસ્થાને.
ખીરસરા (વિં.) (તા. અબડાસા) : હિંગોરા હાજી યુસુફ અલીમોહંમદ
(વંગ) (ઉ.વ. 90) તે મ. હાજી આધમ, હાજી ગનીના પિતા, હાજી
જકરિયા અને અબ્દુલકાદર (ભાભુ)ના દાદા, હિંગોરા હાજી આમદ,
હિંગોરા હાજી મામદના મામા, હિંગોરા ઈસ્માઈલ જાકબ,
અલીઅકબર મામદ હિંગોરાના સસરા
તા.26-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 29-4-2025ના મંગળવારે સવારે 9થી 10.30 કુરાન ખ્વાની રાખેલ છે અને 10.30થી 11.30 સૈયદ હાજી
સુલતાનશા બાપુના બયાન બાદ જિયારત હુસૈની મસ્જિદ ખીરસરા (વિં.) ખાતે.
ભચાઉ : રાજેશભાઇ વેલજીભાઇ પ્રજાપતિ (વાસાણી) (ઉ.વ. 57) તે સ્વ. વાલીબેન વેલજીભાઇ શંભુભાઇ
વાસાણીના પુત્ર, નિર્મળાબેનના પતિ,
સ્વ. મયૂર, દેવેન્દ્રના પિતા, હિનાબેનના સસરા, ગં.સ્વ. જેઠીબેન ભાણજીભાઇ જેકડિયાના
જમાઇ, હંસરાજભાઇ, શાંતિલાલભાઇ, અરવિંદભાઇ, મુકેશભાઇ, જગદીશભાઇ,
અમિતભાઇ, વિજયાબેન, પ્રેમીલાબેન,
સ્વ. કસ્તૂરબેન, જયશ્રીબેન, નીતાબેન, મીનાબેન, સ્વ. ભાવેશ,
સ્વ. ગિરીશ, સ્વ. હિતેશ, સ્વ. દિલીપના ભાઇ, પરસોતમભાઇ વાઘાણી, મનસુખભાઇ વારૈયાના સાળા, ગં.સ્વ. જયાબેન પરસોતમભાઇ વાસાણી
તથા શાંતાબેન નારણભાઇ વાસાણીના ભત્રીજા, ભગવતીબેન, રમીલાબેન, રંજનબેન, રશ્મિબેન,
કોમલબેન, મિતલબેન, બિનાબેનના
જેઠ, કલ્પનાબેન, વૈભવીબેનના મોટા સસરા,
ધર્મેશ, રાકેશ, ચિરાગ,
ધવલ, રૂદ્ર, ધ્રુવ,
નૈતિક, માધવ, પ્રિન્સ,
ધ્રુવ, ખુશી, કૃપા,
દિવ્યાના મોટા બાપા, રેખા, ભાવેશ, ટ્વિન્કલ, કૃણાલના મામા,
માધવી, દેવાંશ, નિત્યાંશના
મોટા દાદા તા. 24-4-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર સવારે તથા પ્રાર્થનાસભા તા. 28-4-2025ના સોમવારે સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી ભચાઉ ખાતે.
આંબરડી (તા. ભચાઉ) : કિશોરભાઇ રાઠોડ (વાળંદ) (ઉ.વ. 45) તે સ્વ. ચંપાબેન અંબાલાલ ગોકળદાસના
પુત્ર, નબુબેનના પતિ, પ્રિન્સ,
કિશન, બિંજલ, ભકિતના પિતા,
નયનાબેન વિશ્રામભાઇ ભટ્ટી (માંડવી)ના ભાઇ, નિત્ય,
ગીતા, અર્જુનના મામા, પચાણભાઇ
રામજીભાઇ રાણવા (સુખપર)ના જમાઇ, રસિક, મુકેશના
બનેવી, કિષા, રોહિત, સાગરના ફુઆ, ભીખાલાલ, કાંતિભાઇ
રામજીભાઇ ચૌહાણ (આદિપુર), શાંતાબેન શંભુભાઇ ભટ્ટી, કાશીબેન અંબાલાલ ભટ્ટી, પાર્વતીબેન બળવંતભાઇ સોલંકીના
ભાણેજ, હીરાબેન વેલજીભાઇ ચૌહાણ (નંદગામ)ના ભત્રીજા, જગદીશ ગોહિલ (આદિપુર), કલ્પના રાણવા (નાની વિરાણી)ના
સસરા તા. 26-4-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક (લોકાઇ) તા. 28-4-2025ના સોમવારે બંને પક્ષનું નિવાસસ્થાન આંબરડી ખાતે.
સાંતલપુર (જિ. પાટણ) : ભચીબેન જીવણપુરી ગોસ્વામી તે ગોસ્વામી
જીવણપુરી વિશરામપુરીના પત્ની, અશોકપુરી,
જયેશપુરી, રમીલાબેન, નિમુબેન,
હંસાબેનના માતા, માનપુરી, પ્રભાતપુરી, નિલેશપુરી, શિવપુરીના
કાકી, ગોસ્વામી ભૂરાગિરિ હરિગર (અલવાસ)ના પુત્રી તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર
તા. 28-4-2025ના સોમવારે નિવાસ્થાને વૌવા
(તા. સાંતલપુર જિ. પાટણ) ખાતે.