ભુજ : ગં.સ્વ. ઈલાબેન સુભાષભાઈ માંકડ (ઉ.વ. 73) તે સ્વ. સુભાષભાઈ
કિશોરચંદ્ર માંકડના પત્ની, ગં.સ્વ. શર્મિષ્ઠાબેન કિશોરચંદ્ર માંકડના પુત્રવધૂ, વિભવ
માંકડ (અમેરિકા), જલશ્રી કંદર્પ દવે (સુરત)ના માતા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સાંજે 5થી 6, શિવમ પાર્ક સોસાયટી કોમ્યુનિટી
હોલ, નાના યક્ષ મંદિર પાસે, ભુજ-માધાપર રિંગરોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ રાજકોટના શ્રીમાળી સોની બળવંતભાઈ ગિરધરલાલ રાણપરા
(ઉ.વ. 69) તે સ્વ. ધનલક્ષ્મીબેન ગિરધરલાલ રાણપરાના પુત્ર, ચારુલતાબેનના પતિ, વિશાલ,
ફાલ્ગુની, મલ્લિકાના પિતા, નંદાબેન અશ્વિનકુમાર પાટડિયા (મુંબઈ), ક્રિષ્નાબેન મહેશકુમાર સોની (કપડવંજ)ના મોટા ભાઈ, મૂળજીભાઈ કોંઢિયા
(ભુજ), સૂરેનભાઈ કચ્છલા (માડાગાસ્કર), સ્વ. ગોપાલભાઈ ગુસાણી (ભુજ)ના વેવાઈ, આનંદ, શીતલ,
આદિત્યના સસરા, અર્નવ, રૂષાલીના દાદા, જેસિકા, ઈશા, પ્રેમ, યુગ, વેદના નાના તા.
7-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સાંજે 4થી 5 શ્રીમાળી સોની
જ્ઞાતિ વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ કોડાય (તા. માંડવી)ના હરિભાઇ થારૂ તે સ્વ. હીરબાઇ
હીરાભાઇ થારૂના પુત્ર, મધુબેન કાનજી વિંઝોડા, નિર્મલાબેન મોહન કન્નર, ગોવિંદ, નાનજી,
અશોક, પૂનમ, ભાણજી, રાજેશના ભાઇ, સ્વ. લધારામ, સ્વ. રાજાભાઇ, સ્વ. ઉગાભાઇ, સ્વ. દેવલબેન,
બિજાભાઇ વિંઝોડાના ભત્રીજા, નિરાલી, પુનિત, ભાવિકાના મામા, ભાવિક, જય, સમીર, શુભમ,
હિતેનના કાકા, વાલજીભાઇ ડગરા, ગાભાભાઇના ભાણેજ તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
નિવાસસ્થાન ઘર નં. 140, ગણેશનગર, ગાંધીધામ ખાતે.
અંજાર : કુ. વસંતબેન (ઉ.વ. 71) તે સ્વ. શાંતાબેન ભવાનજી રામજી
(કાકુભાઇ)ના પુત્રી, સ્વ. સાવિત્રીબેન ચંદ્રકાન્ત પલણ (ભુજ), સ્વ. નિર્મળાબેન પ્રવીણભાઇ
વોરણી (અંજાર), સ્વ. રમણીકલાલ (ગાભાભાઇ), પુષ્પાબેન, માલતીબેન, સ્વ. ગીતાબેન, હરીશભાઇના
બહેન, સંજય, પરેશ, ભાવનાના માસી, અલ્પાબેન, કાશ્મીરાબેન (ભુજ)ના માસીસાસુ, મંગલજી પોપટલાલ,
મલુચંદ પોપટલાલ, બાબુલાલ પોપટલાલ (ભચાઉ)ના ભાણેજી તા. 7-12-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : ગં.સ્વ. મંજુલાબેન રવિલાલ કોટક (ઉ.વ. 71) તે સ્વ. કરશનદાસ
રામજી પલણ (કોલસાવાળા)ના પુત્રી, શારદાબેન વિઠ્ઠલદાસ કોઠારી, કિશોરભાઇ કરશનદાસ પલણ
(મારુતિ ટ્રેડર્સ)ના બહેન તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.ઐ
અંજાર : બેલીમ રમજુ ઓસમાણ (ઉ.વ. 55) તે અવેશના પિતા, સાલેમામદ
ઓસમાણ, મ. હુશેન ઓસમાણના ભાઇ, મ. ઓસમાણ કાસમના પુત્ર, મ. જુસબ હુશેન કોરેજા (ચીરઇ)ના
જમાઇ, અકબર, શબ્બીર, અજીત, કાદરના કાકા, કરીમ રહેમાન ત્રાયા (ભુજ)ના ભાણેજ, જાનમામદ
અલુ કોરેજા (ચીરઇ)ના બનેવી, સલીમ મામદ, કાસમ મામદ, રમજાન ઇસ્માઇલ (ખારીરોહર)ના સાળા
તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-12-2024ના સવારે 10થી 11 મફતનગર ખારી
જમાતખાના મધ્યે.
વર્ધમાનનગર (ભુજોડી) : વાગડ બે ચોવાસી શારદાબેન (ઉ.વ. 78) તે
મૂળ ચિત્રોડના સ્વ. શાંતિલાલ કુંવરજી વોરાના પત્ની, સ્વ. કુંવરજી દામજી વોરાના પુત્રવધૂ,
રાજેશભાઇ, કીર્તિભાઇ, સ્વ. પરેશભાઇ, સ્વ. સચિનભાઇ, પુનિતાબેન, દીપિકાબેનના માતા, રાજેશ્રીબેન,
ચંદ્રિકાબેન, ભરત શેઠ, અશ્વિન ભાભેરાના સાસુ, સ્વ. ઝીલ, શ્રુતિ, હર્ષ, વૈભવ, કેવિન,
કાવ્યાના દાદી, હેલી, લબ્ધિ, જૈનમ, વૃષ્ટિના નાની, સ્વ. રામચંદ્ર ઇંદરજી મહેતા (મૂળ
રાપરના હાલે મુંબઇ)ના પુત્રી, રસિકભાઇ, સંજયભાઇ, સુશીલાબેન, શાંતાબેનના બહેન તા.
7-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સાંજે 4થી 5 આઠકોટિ
મોટી પક્ષ ઉપાશ્રય, વર્ધમાનનગર, ભુજોડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝીંકડી (તા. ભુજ) : કરમણ નારણ ખાસા (ઉ.વ. 47) તે ખાસા નારણભાઈ
દાનાભાઈના પુત્ર, રણછોડ, વિરમ, કંકુબેન, સમીબેન, નર્મદાના ભાઇ, સ્વ. વેલાભાઈ, શિવજીભાઈના
ભત્રીજા, કરણ અને કરુણાના પિતા, કરમણ, રણછોડના કાકાઇ ભાઈ, ગોપાલ જીવા માલાણી (ચપરેડી)ના
જમાઈ તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઝીંકડી ખાતે.
માનકૂવા (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શાત્રી લાભશંકર
ગૌરીશંકર ઠાકર (ભાગવત કથાકાર) (ઉ.વ. 88) તે સ્વ. ગૌરીશંકર જાદવજી ઠાકરના નાના પુત્ર,
સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. મોહનલાલ ગૌરીશંકર ઠાકરના નાના ભાઇ, સ્વ. પ્રભાશંકર જાદવજીના
ભત્રીજા, સ્વ. વિશ્વનાથ રણછોડ વ્યાસના જમાઇ, સ્વ. ગજાનંદ વિશ્વનાથના બનેવી, ઇન્દુબેન,
પ્રદીપ (એસ.ટી.), હર્ષદ (પોલીસ), વનિતાબેનના પિતા, મીનાબેન, જિજ્ઞાબેન, ગિરીશકુમાર
નરભેશંકર જોશી, સ્વ. પ્રવીણકુમાર જેન્તીલાલ જોશીના સસરા, કિંજલ, હાર્દિક, ખ્યાતિ, જીતના
દાદા, આરતીબેન, રૂપેશકુમાર જોશી, જયકુમાર ત્રિવેદીના દાદાજી સસરા, મનીષ, ભાવિક, મયૂર,
મયંક, લક્ષ્યના નાના, નિધિબેન, વિજયાબેન, માલિકાબેનના નાનાજી સસરા, માધવના પરદાદા,
તુષ્યના પરનાના તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-12-2024ના બુધવારે
સાંજે 4થી 5 ઠાકર મંદિર સમાજવાડી, કાંધાવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
ઝીંકડી (તા. ભુજ) : ખલીફા જુમા ડોસા (ઉ.વ. 70) તે કાસમ, મુસા,
મામદ, આમદ, ઇસ્માઇલના પિતા, રમજુ હાસમના સસરા, અલાઉદ્દીન સિદ્દીક (ટપ્પર હાલે અંજાર)ના
બનેવી, મુસ્તાક, અસગર, ઝુલ્ફીકાર, મુબારક, મજીદ, મોઇન, માહિરના દાદા તા. 8-12-2024ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-12- 2024ના બુધવારે સવારે 10 કલાકે નિવાસસ્થાન
ઝીંકડી ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ કુંભારિયાના ગં.સ્વ. વસંતબેન
(ઉ.વ. 88) તે સ્વ. દેવેન્દ્રપ્રસાદ મણિશંકરના પત્ની, સ્વ. પ્રાણશંકર મયાશંકર પંડયા
(મંજલ)ના પુત્રી, વિણાબેન, જગદીશભાઇ, મયૂરભાઇ (પાણી પુરવઠા), ગં.સ્વ. રેખાબેનના માતા,
લીલાવંતીબેન, રક્ષાબેન, ઇન્દ્રવદન, સ્વ. ભોગેન્દ્રના સાસુ, રાજન, પૂજા, શની, આસ્થાના
દાદી, પૂનમ, માનસીના દાદીજી, વિનોદ, જલ્પા, નીતિન, અનિલ, ધવલ, એકતા, હેતલના નાની, દેવ,
દેવશ્રીના પરદાદી, અથર્વના પરનાની તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
10-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મહાદેવ મંદિર, મેઇન બજાર, નાગલપર મોટી
ખાતે.
દેવપર-ગઢશીશા (તા. માંડવી) : દેપારભાઈ થાવરભાઈ ભોઈયા (ઉ.વ.
81) તે સ્વ. થાવરભાઈ અભુભાઈ ભોઈયાના પુત્ર, સ્વ. ઉકુભાઈ, સ્વ. તેજશીભાઈ, સ્વ. રામજીભાઈ,
હીરબાઇના ભાઈ, કેશરબાઈના પતિ, દેવશીભાઈ, રવજીભાઈ, કાનજીભાઈ, પુરબાઈના પિતા, રાજબાઇ,
ભાવનાબેન, સ્વ. નીતાબેન, ગોપાલભાઈના સસરા, હરશી કારાભાઈ ચંદેના જમાઈ, વેલજીભાઈના બનેવી,
હેતલબેન, મેહુલ, નિખિલ, ચેતન, રાહુલ, સપના, નિશા, અંજલિ, ડિમ્પલના દાદા, બાબુલાલ, મનોજ,
વિમળાબેન, દીક્ષિતના નાના તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ પૂર્ણ થઈ ગઇ
છે. બેસણું મહેશ્વરીવાસ, દેવપર (ગઢશીશા) ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : સૈયદ જલાલશાહ હાજીગફુરશાહ (ઉ.વ.
66) (નરેડીવાલા) તે અબ્દુલ્લાહશાહના ભાઈ, ઓસમાણશાહ, મહેબુબશાહના પિતા તા.
7-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-12-2024ના સોમવારે સવારે 11થી 12
લુહાર જમાતખાના, વિશાલ પટેલ હોસ્પિટલ પાછળ, મસ્કા ચોકડી, મોટા સલાયા, માંડવી ખાતે.
અજાપર (તા. માંડવી) : જાડેજા સુરેશાસિંહ બુધુભા (ઉ.વ. 32) તે
જાડેજા બુધુભા કરશનજીના નાના પુત્ર, જાડેજા
રણજિતાસિંહ, જાડેજા હનુભાના નાના ભાઈ, જાડેજા ગનુભા નટુભા, જાડેજા મહેન્દ્રાસિંહ નટુભાના
કાકાઇ ભાઈ, સ્વ. હમીરજી કરશનજીના ભત્રીજા, સોઢા બુધુભા ભુરૂભા (ગેલડા)ના જમાઈ, ભોવાના
ચૌહાણ ભાણજીભા, ચૌહાણ શિવભાના ભાણેજ તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
10-12-2024ના મંગળવારે સવારે 8થી સાંજે 5 સુધી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, અજાપર, ખાતે.
કુંદરોડી (તા. મુંદરા) : મેઘબાઇ રામજીભાઇ ભોઇયા (ઉ.વ. 61) તે
રામજીભાઇ જશાભાઇ ભોઇયાના પત્ની, વનિતા, દિનેશ, હંસા, અવની, ભાવેશના માતા, અમરતબેન,
સવિતાબેનના સાસુ, અર્જુનભાઇ, નાનજીભાઇ, રવિભાઇના મામી, પ્રિયા, જિયા, વંશિકા, જાન્વી,
ભવ્યા, દેવાંશ, વેદાંશી, વિરાજના દાદી તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું, તા.
12-12-2024ના આગરી અને તા. 13-12-2024ના ઘડાઢોળ નિવાસસ્થાને.
વોંધ (તા. ભચાઉ) : વીશા શ્રીમાળી સોની કૌશિકભાઇ (ઉ.વ. 26) તે
પુષ્પાબેન લાલજીભાઇ ગોપાલભાઇ ચાંપાનેરિયાના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેન ગોપાલભાઇના પૌત્ર,
ગં.સ્વ. રંજનબેન ઇશ્વરલાલ, ગં.સ્વ. ચંદ્રિકાબેન રમેશ મોરવાડિયા (રાપર)ના ભત્રીજા, ખુશીબેનના
પતિ, હિતેષ, દર્શન, યોગેશના ભાઇ, હિતાશી, હર્ષિવના પિતા, દીપિક્ષાબેન, માનસીબેનના દિયર,
ભવ્ય, દિવ્યાંશ, નિવાન, કિયાના, ધ્યેય, ધ્યાનના કાકા, સ્વ. પરસોત્તમ રેવાશંકર મોરવાડિયા
(રાપર)ના દોહિત્ર, હરેશભાઇ, સ્વ. રમેશભાઇ, હિરેનના ભાણેજ, દીપિકાબેન મહેશ વસંતલાલ મોરવાડિયા
(ધરાણા)ના જમાઇ તા. 8-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
9-12-2024ના સોમવારે સાંજે 4થી 5 ચૌધરી સમાજવાડી, વોંધ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મંજલ-રેલડિયા (તા. અબડાસા) : રબારી માલાભાઇ (ઉ.વ. 88) તે સ્વ.
ખેંગાર બુદ્ધાના પુત્ર, જીવીબેનના પતિ, સ્વ. રબારી મમુભાઇ, ભીમાભાઇના ભાઇ, નથુભાઇ,
થાલાભાઇ, લાખાભાઇ, સીતાબેન રાણાભાઇ (કાલરવાંઢ), લખીબેન રાજાભાઇ (ગંગોણ)ના પિતા, જીવાભાઇ,
સાજણભાઇ, રાજાભાઇ, પચાણભાઇ, આશાભાઇના કાકા, આશાભાઇ, ગોકલભાઇ, કમલેશભાઇના દાદા, સાજણભાઇ,
કલાભાઇ, ઘાલાભાઇ, મંગલભાઇના નાનાબાપુ તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.
આગરી તા. 15-12-2024ના અને ઉત્તરક્રિયા (ઘડાઢોળ) તા. 16-12-2024ના નિવાસસ્થાને.