• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ અંજારના ભરતભાઇ મોતીરામ પોબારા (રિક્ષાવાળા) તે સ્વ. મંજુલાબેનના પુત્ર, નીતાબેનના પતિ, ભૂમિકા, કાજલ, ચંદ્રેશના પિતા, વિપુલકુમાર ચંદુલાલ ચંદન (રવાપર હાલે વાયોર)ના સસરા, સ્વ. વિજય, કાંતિલાલ, નરેન્દ્ર, સ્વ. દિનેશ, રંજનબેન અરવિંદકુમાર, નીતાબેન નીતિનકુમાર (નાસિક), ભારતીબેન મુકેશભાઇના ભાઇ, સ્વ. ભાણજી રતનશી તથા શામજી રતનશીના ભત્રીજા, મોહનલાલ કેશવજી બુન્ધાણી (પૂના)ના દોહિત્ર, છગનલાલ માધવજીના ભાણેજ, સ્વ. કેશરબેન તુલસીદાસ આણંદજી (બિટ્ટા)ના જમાઇ, સ્વ. લીલાધર, સ્વ. અમૃત, સ્વ. જગદીશ, ગં.સ્વ. દમયંતીબેન ચત્રભુજ (મુંદરા), સ્વ. જમનાબેન કુંવરજી કતિરા (કોઠારા), ગં.સ્વ. અરૂણાબેન અર્જુનભાઇ ચંદે (મુંબઇ), ગં.સ્વ. જયાબેન શંભુરામ (ભુજ), લક્ષ્મીબેન બુદ્ધિલાલ કટારિયા (નખત્રાણા)ના બનેવી, દયા, દૃષ્ટિના નાના તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-12-2024ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : મૂળ વમોટી નાની (અબડાસા)ના હાલે ડોમ્બિવલી (મુંબઇ-મહારાષ્ટ્ર) ભાનુશાલી કાનજીભાઇ (બાબુભાઇ) મીઠુભાઇ આણંદજી ગજરા (ઉ.વ. 76) તે સ્વ. કાનબાઇ અને સ્વ. મીઠુભાઇના પુત્ર, પુરબાઇના પતિ, સ્વ. ખીમજીભાઇ, મંગલદાસ (બન્ને ઘાટકોપર), સ્વ. નેણશીભાઇ (જોગેશ્વરી), માધવજીભાઇ, લધારામભાઇ, વીરબાઇ ખીમજીભાઇ કટારમલ (ઘાટકોપર)ના ભાઇ, વિનોદભાઇ, અમૃતભાઇ અને જયશ્રીબેન વિનોદભાઇ મીઠિયા (મુલુન્ડ)ના પિતા, દેવેન અને વીરાના દાદા તા. 30-11-2024ના ભુજ ખાતે અવસાન પામ્યા છે. નિવાસસ્થાન : એ./301, જયલક્ષ્મી કૃપા, કલ્યાણ રોડ, મંજુનાથ સ્કૂલ પાસે, ગોપાલનગર, ડોમ્બિવલી (પૂર્વ).

આદિપુર : હોતચંદ દરિયાણી (ઉ.વ. 78) તે રેલુમલ દરિયાણીના પુત્ર, મધુબેનના પતિ, સ્વ. ભરતભાઇ (ભરૂ), ગોપાલભાઇ (પોપટ)ના પિતા, સ્વ. શ્યામભાઇ, સ્વ. મૂલચંદભાઇ, રમેશભાઇના મોટા ભાઇ, સ્વ. મનીષા, સ્વ. ભૂમિ, રાજ, નૈતિકના દાદા, દિલીપભાઇ ધનવાણી, સ્વ. રમેશ ધનવાણી, પ્રકાશભાઇ ધનવાણીના બનેવી તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. પાઘડી (ઉઠમણું) તા. 2-12-2024ના સાંજે 5થી 5.30 સાંઇબાબા મંદિર, સાતવાળી ખાતે.

અંજાર : મૂળ બારોઇના નેમજીભાઇ ખીમજીભાઇ કેનિયા (ઉ.વ. 87) તે સ્વ. પાંચીબેન ખીમજીભાઇ સારંગ કેનિયાના પુત્ર, લીનાબેનના પતિ, મેઘા નીતિનભાઇ વ્યાસના પિતા, સ્વ. દામજીભાઇ, સ્વ. વિજયાબેન જાદવજીભાઇ સોની, સ્વ. ભાગ્યવંતીબેન કેશવજીભાઇ (મુંબઇ), ડો. ઉર્મિલાબેન ખીમજીભાઇ કેનિયા (કેનિયા હોસ્પિટલ-અંજાર)ના ભાઇ, મંજુબેન (મુંબઇ)ના જેઠ તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. દેહદાન કર્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : મેઘા કેનિયા-82009 35968, લીનાબેન કેનિયા-94275 68032.

માંડવી : ભૂપેન્દ્ર લીલાધર શિયારવાલા (ઉ.વ. 48) તે શાંતિબેન લીલાધરના પુત્ર, સ્વ. ચંદ્રાસિંહ, સ્વ. નીતિન, ભારતીબેન ચંદ્રાસિંહ કષ્ટાના ભાઈ, માયાબેનના પતિ, મિહિર અને હર્ષિતના પિતા, જીવીબેન રવજીભાઈ ચુડાસમા (મુંદરા)ના જમાઇ, કાનજી રવજીના બનેવી, સ્વ. કિશન, દીપેશ, નિરાલી, ટિશાના કાકા, કલ્પેશ, ભાવેન, પારસ, ધારાના મામા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-12-2024ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

ભચાઉ : સાધનાબેન (ઉ.વ. 30) તેમજ રામ (ઉ.વ. 4) તે રાજેશભાઇના પત્ની અને પુત્ર, સ્વ. ગોદાવરીબેન માવજીભાઇ ભટ્ટીના પુત્રવધૂ અને પૌત્ર, સ્વ. રતનભાઇ કરમણભાઇ ભટ્ટી, પ્રેમલીબેન ચંદુભાઇ ભટ્ટી, બબીબેનના ભત્રીજાવહુ, ભાવનાબેન સવજીભાઇ ભટ્ટીના નાના ભાઇના પત્ની, પ્રતિમાબેન નરેન્દ્રભાઇ માયાવંશી (સેલવાસ)ના પુત્રી તેમજ દોહિત્ર, વીનાબેન દિનેશભાઇ ચૌહાણ, નીતાબેન રાજેન્દ્રભાઇ ચૌહાણ (કલ્યાણપર), દક્ષાબેન ભરતભાઇ જાદવ (લલિયાણા)ના ભાભી તેમજ ભત્રીજા, માધવના માતા તેમજ ભાઇ તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-12-2024ના ગુરુવારે નિવાસસ્થાન જલારામ સોસાયટી, ભચાઉ ખાતે.

નખત્રાણા : સારસ્વત બ્રાહ્મણ મૂળ ભુજના લક્ષ્મીબેન (ભાનુબેન) લહેરુ (ઉ.વ. 83) તે સ્વ. મનસુખલાલ કરશનદાસ લહેરુના પત્ની, સ્વ. જયાબેન કરશનદાસ લહેરુના પુત્રવધૂ, સ્વ. મુકુન્દલાલ કરશનદાસ, મધુકાન્ત મંગલદાસ (મુલુન્ડ)ના નાના ભાઈના પત્ની, કિશોરભાઈ (જીએસઈએલ-વર્માનગર), દીપકભાઈ (માધાપર) હિંમતભાઈ (માનકૂવા)ના માતા, જયંતભાઈ, સ્વ. દિનેશભાઈ, દેવેન્દ્રભાઈ, કિરીટભાઈ, તિલોત્તમાબેન, બંસીલાલ, ગં.સ્વ. મીતાબેન સંજયભાઈ (મુલુન્ડ)ના કાકી, કામિનીબેન, પ્રજ્ઞાબેન, દીપાબેનના સાસુ, કૃપાલી, સાગર, હર્ષિલ, મીત, વંશિકા, જયના દાદી, સ્વ. કસ્તૂરબેન રેવાશંકર બોડા (વિગોડી)ના પુત્રી, સ્વ. મંજુલાબેન નરભેરામ ધોલી (નાગવીરી), ગં.સ્વ. ચંદ્રિકાબેન (વેલાબેન) ચંદ્રકાંત રાડિયા (મસ્કા), ઝવેરબેન જેન્તીલાલ રત્નેશ્વર (ના. સરોવર), સ્વ. ઉમાબેન રમેશભાઈ વરધિયા (ઘડુલી), સ્વ. પ્રેમીલાબેન કિશોરભાઈ રત્નેશ્વર (ભુજ), સ્વ. મૂલશંકર, દિનેશભાઈ, કમલેશભાઈના બહેન, વૈશાલી, અર્જુન, રૂપલ, રોહિત, જિનલ, મીતના ફઈ, પ્રફુલ્લ ધોલી, મહેશભાઈ, સ્વ. કીર્તિભાઈ, ભરતભાઈ, હરેશભાઈ, કલ્પના, ભાવેશ, સુધીર, સ્વ. દક્ષા, નિલમ, ભારતી, દીપક, મનોજ, સ્વ. આશિષ, સ્વ. નયન, સંજયના માસી તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-12-2024ના સાંજે 4થી પ ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી, શિવકૃપાનગર, ભુજ મધ્યે.

સુખપર (તા. ભુજ) : વાલજીભાઇ ચાવડા (ઉ.વ. 66) તે સ્વ. ભોજાભાઇ મુરાભાઇ ચાવડાના પુત્ર, ભચીબેનના પતિ, સ્વ. કેશરબેન (મોટા ધાવડા), નાનજીભાઇ, નાનુબેન (ભુજ), કાન્તાબેન (ખીરસરા નેત્રા)ના ભાઇ, ભીખાલાલ (બાબુલાલ) (વિથોણ), મુક્તાબેન (ભુજ), ચંદ્રિકાબેન (વાડાસર), મીનાબેન (સુખપર રોહા), જગદીશના પિતા, દર્શન, ધર્મેશ, મિત્તલના દાદા, નિર્મલ, હેન્સી, વૃંદા, કિશન, નયન, શ્વેતા, ખુશી, દર્પણ, પ્રિયાન્શીના નાના, મણિલાલ, રસીલાબેન (વજેપુરકંપા), મંજુલાબેન (મોટી ખોંભડી), હેમલતાબેન (ખીરસરા નેત્રા), કલ્પનાબેન (સુખપર), ભાવનાબેન (દુજાપર)ના કાકા, ડાયાભાઇ વાઘેલા (ખીરસરા નેત્રા), નારાણભાઇ વાઘેલા (ભુજ)ના સાળા, મનજીભાઇ, ભાણજીભાઇ, કાનજીભાઇ, નથુભાઇના બનેવી, સ્વ. નાયાભાઇ ખીમાભાઇ લોંચાના જમાઇ તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 5-12-2024ના રાત્રે સંતવાણી તથા તા. 6-12-2024ના શુક્રવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને તથા બેસણું નિવાસસ્થાન સુખપર ખાતે.

જદુરા (તા. ભુજ) : જકબ ભચુ ધલ (ઉ.વ. 75) તે અયુબ તથા જુસબના પિતા, ધલ મામદના ભાઈ તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 3-12-2024ના મંગળવારે 10 વાગ્યે નિવાસસ્થાને આથમણા જદુરા ખાતે.

ટોડા (તા. મુંદરા) : અ.સૌ. પ્રભાબેન (ઉ.વ. 77) તે ચંદ્રકાન્ત પ્રેમજી માકાણીના પત્ની, સ્વ. ભવાનીશંકર, સ્વ. ખરાશંકર માકાણીના નાના ભાઇના પત્ની, સ્વ. કસ્તૂરબેન, સ્વ. ભાનુબેનના દેરાણી, જવેરબેન, નિર્મળાબેનના ભાભી, ગિરીશ, કલ્પેશ, સ્વ. પ્રફુલ્લાના માતા, અનિતાબેન, કલ્પનાબેન અને ચંદ્રકાન્ત ગોપાલજી મોતાના સાસુ, નીરવ, હર્ષ, ધૈર્ય, વૈશાલી, ઉર્વિ, દીપિકાના દાદી, નકુલભાઇ, આનંદભાઇ, શિવાનીના દાદીસાસુ, હેતલના નાની, સ્વરા, શિવાયના પરદાદી, મોરારજી (મીઠુ) કાકુભાઇ નાકર (લુણી)ના પુત્રી, સ્વ. મગનલાલ, સ્વ. હરિલાલ, સ્વ. વલભજી, સ્વ. શાંતિલાલ નાકરના બહેન, સ્વ. જવેરબેન, મુક્તાબેન, ભારતીબેનના નણંદ તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 3-12-2024ના મંગળવારે બપોરે 3થી 5 નાગનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં, ટોડા ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી હીરબાઇબેન મંધુડા (ઉ.વ. 80) તે સ્વ. પચાણ મૂરજી (પટેલ)ના પત્ની, ભોજરાજ (પોલીસ), જાદવ (ફોરેસ્ટ), કનૈયા, સાવિત્રી, માલબાઇ, સોનબાઇ, જયશ્રી, નાગશ્રીબેનના માતા, તુલજા, હર્ષિદા, પૂનમ, મીરા, રામચંદ્રના દાદી, સ્વ. કેશવ કાકુ વિઝાણી, ખેતશીભાઇ, નારાણભાઇના બહેન તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-12 અને 3-12ના નિવાસસ્થાન મંધુડા ફળિયા ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 11-12-2024ના તે જ સ્થળે.

વિથોણ (તા. નખત્રાણા) : પરસોત્તમ વિશ્રામભાઇ નરસિંગાણી (ધોળુ) (ઉ.વ. 53) તે જયશ્રીબેનના પતિ, સ્વ. કેશવલાલ, જેઠાલાલ, દક્ષાબેન (ધાવડા), તુલસીભાઇ, અમૃતભાઇના ભાઇ, વૈદિકા, ધ્યાની, ઇચ્છા અને અંશના પિતા તા. 28-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-12-2024ના સોમવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, વિથોણ ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : કાનજીભાઇ નારાણભાઇ પાયણ (ઉ.વ. 68) તે સ્વ. અજબાઇના પુત્ર, માનબાઇના પતિ, સ્વ. ખીમજીભાઇ, પાલા, રામીબેન ભીમજીભાઇ (રામપર-વેકરા), પાનબાઇ તેજાભાઇ (રામપર-વેકરા)ના ભાઇ, પ્રેમજીભાઇ, રતિલાલ, સામજીભાઇ, લાલજી, બાબુલાલ, મંજુલાબેન રાજેશભાઇ (રામપર-સરવા), કેશરબેન વસંતભાઇ (રવાપર)ના પિતા, કમલેશ, સામજી, પ્રફુલ્લ પાલાભાઇ, સચિન પાલાભાઇના મોટાબાપા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. તા. 6-12-2024ના શુક્રવારે કોઠ (આગરી), તા. 7-12-2024ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને.

મોટા યક્ષ (તા. નખત્રાણા) : સંઘાર દેવાભાઈ આશાભાઈ (ઉ.વ. 78) તે સ્વ. આશાભાઈ મેઘરાજ સંઘારના પુત્ર, ભચીબેનના પતિ, સ્વ. તેજાભાઈ, સ્વ. હરિલાલ, સ્વ. લધારામ, દયારામભાઈ (કલ્યાણપર બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક કેશિયર)ના મોટા ભાઈ, શાંતિલાલ, શિવજી, દમયંતીબેન, શાંતાબેન, ગંગાબેનના પિતા, નથુભાઈ પચાણ કમણભટી (આશરાણિયા)ના જમાઈ તા. 1/12/2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2/12/2024થી તા. 4/12/2024 સુધી નિવાસસ્થાન, મોટા યક્ષ મધ્યે.

કાલમેધડા (જામનગર) : તારાબા જાડેજા તે નરેન્દ્રસિંહ બહાદૂરસિંહ (નિવૃત્ત ડીવાય.એસ.પી.)ના પત્ની, ભગવતીબા મહાવીરસિંહ સરવૈયાના માતા, હરિચંદસિંહ, શક્તિસિંહના કાકી તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 6-12-2024ના નિવાસસ્થાને.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd