• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ બકુત્રાના કરમશીભાઇ વાઘજીભાઇ રાજદે (ઉ.વ. 72) તે વાઘજીભાઇ ડુંગરશીભાઇ રાજદેના પુત્ર, સુમિત્રાબેનના પતિ, પોપટલાલ ગોપાલજીભાઇ ગણાત્રાના જમાઇ, હરીશભાઇ, પ્રીતિબેન અશોકભાઈ રતાણીના પિતા, નિશાબેન અને અશોકભાઈ ચિમનલાલ રતાણી (એસીટી-ગાંધીધામ)ના સસરા, નર્મદાબેન શાંતિલાલ મજીઠિયાના ભાઇ, ગુણવંલાલ, રસિકલાલ, કમળાબેન કનૈયાલાલ સોનઘેલા, નયનાબેન સુરેશભાઈ કોટકના બનેવી, વખતરામભાઇના ભત્રીજા, દલપતભાઇ, ઠાકરશીભાઈ, ઈશ્વરલાલ, શંકરલાલ, રમણીકલાલ, જયાબેન હરિલાલ હાલાણી, રમીલાબેન કાંતિલાલ કોટક, પાર્વતીબેન નારણલાલ રૈયાના પિતરાઈ ભાઇ, વાલજીભાઈ અમરશીભાઇ મિરાણીના દોહિત્ર, યુગ, અદિતીના દાદા, ધ્રુવી, કાવ્યના નાના તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-11-2024ના રવિવારે સવારે 10થી 11 અને જ્ઞાતિ રિવાજ મુજબ દશો નૂતન લોહાણા મહાજન વાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ બાલાચોડ નાનીના મૂલબાઇ ભાણજીભાઇ નંદા (ઉ.વ. 95) તે સ્વ. રાણબાઇ અને સ્વ. શંકરલાલના પુત્રવધૂ, સ્વ. ભાણજીભાઇના પત્ની, ગં.સ્વ. પુરબાઇ કાનજીભાઇ (શંભુભાઇ), દીપ્તિબેન શિવજીભાઇના સાસુ, ભાવનાબેન હિતેશભાઇ, જયશ્રીબેન કિશોરભાઇ, સ્વાતિબેન દીપભાઇના સાસુ, આશ્વિ, ધૈર્ય, હિતેશભાઇના પરદાદી, નિર્મલાબેન અરવિંદભાઇ કટારમલ (તેરા-આદિપુર), મંગળાબેન અશોકભાઇ કટારમલ (હમલા), કોમલબેન કરણભાઇ મીઠિયા (મોથાળા-બોરીવલી)ના દાદી, સ્વ. કેશરબાઇ, સ્વ. દમયંતીબેન વિશ્રામભાઇ જોયસર (બાલચોડ મોટી-વલસાડ), સ્વ. ભચાબાઇ, સ્વ. રતનશીભાઇ જોયસર (બાલાચોડ મોટી)ના ભાભી, ચાગબાઇ પરસોત્તમભાઇ જોયસર (તેરા-ધનશોલી), રામાબાઇ પેરાજભાઇ માવ (વમોટી મોટી-આદિપુર), મણિબેન ત્રિકમભાઇ મંગે (તેરા-આદિપુર), તુલસાબેન અરજણભાઇ રતડા (બાલાચોડ મોટી-ભીલાડ), કલ્પનાબેન લીલાધરભાઇ કટારમલ (બિટ્ટા-ગોરેગાંવ) અને સ્વ. હરિભાઇના માતા, જશોદાબેન પ્રેમજીભાઇ (વલસાડ), રમીલાબેન નાનજીભાઇના મામીજી સાસુ, સ્વ. વેલજી કરમશીભાઇ ગોરી (ભવાનીપર)ના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન સ્વ. ખટાઉભાઇના નણંદ તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2024ના સાંજે 4થી 5 અંબેધામ ભાનુશાલી પ્લોટ, કચ્છી ભાનુશાલી મહાજનવાડી, જનતા કોલોની સામે, ગાંધીધામ અને નિવાસસ્થાન, પ્લોટ?નં. 355/એ, એનયુ-3, અપનાનગર ખાતે.

અંજાર : હર્ષાબેન (ઉ.વ. 64) તે હીરાલાલ લાલજીભાઇ પરબિયાના પત્ની, સ્વ. ઝવેરબેન લાલજી પરબિયાના પુત્રવધૂ, ગં.સ્વ. રંજનબેન પરસોત્તમભાઇ પાંધી (અમદાવાદ)ના પુત્રી, ધરતી, સમીરના માતા, તોરલબેનના સાસુ, ઉષાબેન રમણીકલાલ (ધનબાદ), પુષ્પાબેન જેન્તીલાલ (ગાંધીધામ), ગં.સ્વ. અમીતાબેન અજિતભાઇ, સ્વ. રમેશભાઇ, દીપ્તિબેન કુંદનલાલ (અંજાર), સ્વ. મંજુલાબેન અર્જુનભાઇ સચદે, સ્વ. વિજયાબેન દિનેશચંદ્ર મજેઠિયા, ભગવતીબેન હર્ષદરાયભાઇ સોનેતા (ભુજ), સ્વ. હેમલતાબેન, જયશ્રીબેન ભૂપેન્દ્રભાઇ પંડયાના ભાભી, રીટાબેન પ્રકાશભાઇ કારિયા (ભુજ), કલ્પનાબેન મહેશભાઇ દાવડા (અમરેલી), મમતાબેન (અમદાવાદ), કેતનભાઇ (અમદાવાદ)ના મોટા બહેન તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-11-2024ના શનિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?તરુણકુમાર મગનલાલ વેગડ (ઉ.વ. 48) તે સ્વ. મંજુલાબેન મગનલાલ વેગડના પુત્ર, નલિન મગનલાલ વેગડ, ચંદ્રિકાબેન કિશોરભાઇ જેઠવાના ભાઇ, ગં.સ્વ. ક્રિષ્નાબેન કનૈયાલાલ વેગડ, વનિતાબેન જયંતીલાલ વેગડ, નિર્મલાબેન જગદીશભાઇ વેગડ, મીનાબેન જવાહરલાલ વેગડના ભત્રીજા, શિલાબેન, લેખાબેન, કૃપાબેન, દીપેશભાઇ, હનીબેન, તન્વીબેન, કિશનભાઇ, માતેશ્વરીબેન, કૃપાલીબેન, જયભાઇ, ઉર્વીબેનના ભાઇ, શિલાબેન, કોમલબેન, દિત્યાબેનના જેઠ તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ. સમાજ પ્રાર્થનાસભા હોલમાં.

જાંબુડી (તા. ભુજ) : જાડેજા કુસુમબા (ઉ.વ. 68) તે સ્વ. શિવુભા અમરસંગજીના પત્ની, મહેન્દ્રસિંહના નાના ભાઇના પત્ની, સ્વ. સુરેન્દ્રસિંહ, કૃષ્ણકુમારસિંહના ભાભી, મયૂરસિંહ, જયવીરસિંહ, મનીષાબા, પૂનમબા (ધંધુકા)ના માતા, વીરેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ (ધંધુકા)ના સાસુ, શક્તિસિંહ, સ્મિતરાજસિંહના ભાભી, સ્વ. ઝાલા બળવંતસિંહ (ત્રાડિયા મોટા)ના પુત્રી, ઝાલા નથુભા (રાજકોટ)ના બહેન તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2024ના સોમવારે નિવાસસ્થાન, જાંબુડી?ખાતે.

બળદિયા (તા. ભુજ) : ઉમાબેન દામજી બડગા (ઉ.વ. 71) તે દામજી નારાણ બડગાના પત્ની, સ્વ. દેવજી, વાલજી, કુંવરબેન, ધનીબેન, હંસાબેનના માતા, રામજી નારાણ બડગા, સ્વ. રાજબાઇ રતનશીના ભાભી, દેવલબેન રામજીના જેઠાણી, કરશન, ગંગાબેન, ધનજી, ચંદ્રિકાબેનના મોટીમા, ચંદુલાલ વાઘજી મંગરિયા (ભુજોડી), રામજી મગા સીજુ (ભુજોડી), રમણીક ભચુ જેપાર (નાગોર), સુરેશ દેવજી સંજોટ (બિદડા), વાલજી ભીમજી બડિયા (રામપર-વેકરા)ના સાસુ, ડાયા પાલા બુચિયા, નારાણ પાલા બુચિયા (સિરાચા), કાનાબાઇ માલશી (વેકરા), રાહુલ દેવજી, પ્રકાશ દેવજી, ભાવિકા, માનસી, ભૂમિકા, આકાશ, જુલી, આર્યાના દાદી, સોનુ, રાહુલના દાદીસાસુ, સ્વ. રતનશી વેરશી બુચિયા (બળદિયા)ના ભત્રીજી, દેવજી, દિનેશ, હરજી, મનજી રતનશી બુચિયાના મામી તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 23-11-2024ના શનિવારે આગરી અને નોમ તા. 24-11-2024ના રવિવારે ઘડાઢોળ ઉપલોવાસ, હનુમાનજી મંદિરની બાજુમાં.

ભુજપુર (તા. મુંદરા) : મામદ સાલેમામદ ચાવડા (ઉ.વ. 72) તે જુસબ, ઇસ્માઇલ, સલીમના પિતા, નૂરમામદના ભાઇ, સાહિલ, આશિફ, ફૈઝાન, સોહિલના દાદા, ગુલામના મોટાબાપા, અભુભખર બાફણ (ફરાદી), સતાર સમા (દેશલપર), અલીમામદ જુણેજા (રાયણ)ના સસરા તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-11-2024ના સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મુંદરા-માંડવી હાઇવે ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : આસબાઇ લધાભાઇ ગઢવી (બાનાયત) (ઉ.વ.82) તે સ્વ. મેઘરાજભાઈ, સ્વ. આલાભાઇ, સ્વ. નાગશ્રીબેન રતનભાઇ મૌવર, પંજઇબેન કેશવભાઈ મૌવર, સ્વ. મેગબાઈ મંગાભાઈ જામ (નાના લાયજા), સ્વ. કમશ્રીબેન મંગાભાઈ મૌવર, હિરબાઈ હરજીભાઈ ભૈયા, સોનબાઈ લધાભાઈના બહેન, વાલાભાઈ મેઘરાજભાઈ, વરજાંગ મેઘરાજભાઈ, વાછિયાભાઈ મેઘરાજભાઈ, પાલુભાઈ આલાભાઈ, સ્વ. અરજણ આલાભાઈ, મેઘરાજ આલાભાઈના ફઈ તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી પાલુભાઈ આલાભાઇ બાનાયતની મોરાવાળી ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 1-12-2024ના રવિવારે.

રાજપર (તા. માંડવી) : દેવજીભાઇ લધાભાઇ પરમાર (ઉ.વ. 68) તે સ્વ. પરમાબેન લધાભાઇના પુત્ર, સ્વ. બાબુભાઇ અને સ્વ. શિવજીભાઇના નાના ભાઇ, ડાહીબેનના પતિ, વસંત, વિનોદ અને નયનાબેન હિતેશભાઇ ગોહિલ (નખત્રાણા)ના પિતા, પ્રવીણાબેન અને મમતાબેનના સસરા,  રૂદ્ર, નકુલ અને વિહાનના દાદા, વંશ, પ્રિયાંશના નાના, દાનાભાઇ, રાજેશભાઇ, જેન્તીભાઇ, ગિરીશભાઇના કાકા,  ગં.સ્વ. કેશરબેન રાજાભાઇ ચાવડા (સુખપર-ભુજ)ના જમાઇ, ખેંગારભાઇ, સવિતાબેન ફકુભાઇ (આણંદસર), સ્વ. ચંચલબેન મુરજી (વિથોણ) અને રસીલાબેનના બનેવી તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-11-2024ના સત્સંગ અને તા. 26-11-2024ના મંગળવારે પાણીઢોળ નિવાસસ્થાને રાજપર ખાતે.

વિજપાસર (તા. નખત્રાણા) : લક્ષ્મીબેન તે ગાંગજી હમીરના પત્ની, પ્રકાશ, રૂપલ, અનુબેનના માતા, કુંવરબેન (નેત્રા), દિનેશના ભાભી, શાંતિભાઇ, વિનોદ (ગાંધીધામ)ના સાસુ, ખેતા પૂજા, અમરતભાઇ (ગાંધીધામ)ના વેવાણ, રામજીભાઇ, ખેતાભાઇ, મેઘજીભાઇ, લાલજીભાઇ, ધનજીભાઇ, હરિભાઇ (માધાપર-મંજલ)ના ભાભી તા. 20-11-2024ના અવસાન પામ્યા છે.

ચોબારી (તા. ભચાઉ) : સારસ્વત બ્રાહ્મણ ભરતભાઇ (ઉ.વ. 56) તે ગં.સ્વ. જોષી શાંતાબેન વિસનજી ખીયરાના પુત્ર, માધુરીબેનના પતિ, કરણ, કોમલ, નયન જોશીના પિતા, સ્મિતકુમાર અશોકભાઈ છાગાણી (ભુજ)ના સસરા, રમેશભાઈ બલભદ્ર (જામખંભળિયા)ના જમાઈ, દીપા, રજનીના બનેવી, સ્વ. કનુભાઈ, જિતેન્દ્ર, ઉમેશભાઈ (મુંબઈ), હરીશના નાના ભાઈ તથા મહેશભાઈના મોટા ભાઈ, રેખાબેન,  મધુબેન,  ઈન્દુબેન, મીતાબેનના દિયર,  ગાયત્રીબેનના જેઠ, વેદિકાના નાના, જાગૃતિબેન અમિત (ગાંધીધામ), ડિમ્પલબેન આશિષ હરિયામાણેક (ભચાઉ)ના કાકા, સોનીબેન હરેશના કાકા, વિમલભાઈ, જોગેશભાઈ, વીરેન્દ્ર પરેશ, નિખિલ, મીત, વિવેકના મોટાબાપા તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11-2024ના શનિવારે સાંજે 4થી 5.30 ચોબારી મધ્યે આહીર સમાજવાડીમાં.  

સાંયરા (તા.અબડાસા) : હાલે મુલુંડ જયાબેન શાંતિલાલ લોડાયા (ઉ.વ. 66) તે શાંતિલાલ પદમશીં લોડાયાના પત્ની, સ્વ. ભચીબાઇ પદમશીં લોડાયાના પુત્રવધૂ, ફાલ્ગુની ધીરેન છેડા (નલિયા-ઘાટકોપર), અલ્પા મિહિર દયાણી (સાવરકુંડલા-મલાડ)ના માતા, ક્રિષા ધીરેન છેડાના નાની, પુષ્પાબેન મણિલાલ લોડાયા, નિર્મલાબેન વીરચંદ લોડાયાના દેરાણી, સ્વ. લીલબાઇ દામજી ધરમશીં (સાંધાણ)ના પુત્રી, સ્વ. સૂર્યકાંતભાઇ, સ્વ. લહેરચંદભાઇ તથા ગુલાબભાઇ દામજી ધરમશીંના બહેન, ગં.સ્વ. મધુરીબેન, ગં.સ્વ. પ્રેમીલાબેન, સ્વ. કમળાબેનના નણંદ તા. 19-11-2024ના મુલુંડ મધ્યે અવસાન પામ્યા?છે. લૌકિક વ્યવહાર બંધ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang