• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કચ્છમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે પોલીસ પર આક્ષેપ થયા

ભુજ, તા.26 : ગુજરાતમાં સૌથી વધારે દારૂનું વેચાણ કચ્છમાં થઇ રહ્યું છે, જેનું કારણ અહીં પરપ્રાંતના મજૂરો મજૂરીકામની સાથોસાથે દારૂ તેમજ ગાંજાનું સેવન કરતા હોય છે.કચ્છમાં ભૂકંપ બાદ બહારથી આવેલા મજૂર અને કર્મચારીઓની સાથે સ્થાનિક યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં દારૂ પીતા થયા છે, જેના કારણે ઘણા પરિવાર બરદબાદ થઇ રહ્યા છે.પોલીસ હપ્તાની લાલચ છોડે તો જ કચ્છમાં દારૂનું વેચાણ બંધ થાય તેવા આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યા છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે.હુંબલે અખબારી યાદીમાં  આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, આ દારૂનું દૂષણ અટકે તેમ નથી.કારણ કે, પોલીસની સૌથી વધારે આવક બુટલેગરો પાસેથી થાય છે અને છેક ગાંધીનગર સુધી હપ્તાઓ જાય છે, તો દારૂ બંધ કેમ થાય ? આ બધી હકીકત રાજ્યના ગૃહમંત્રી પણ સારી રીતે જાણે છે અને માત્ર હાકલા પડકારા થાય છે. બાકી કોઇની નિયત દારૂ બંધ કરવાની નથી.જિલ્લામાં દરેક પોઇન્ટના હપ્તા છે, પરંતુ પોલીસે ખરેખર ઇમાનદારીથી દારૂ બંધ કરાવવો હોય તો પ્રથમ પોલીસે ઇમાનદાર બનવું પડે અને દારૂના બુટલેગરો તેમજ વેચનાર લોકો પાસેથી હપ્તા લેવાનું બંધ કરે, તો જ પોલીસ દારૂનું વેચાણ બંધ કરાવી શકે.કચ્છના છ ધારાસભ્ય અને સાંસદે પણ ક્યારે દારૂનું દૂષણ બંધ થાય તે માટે ક્યારેય પણ  રજૂઆત કરી હોય તેવું ક્યાંય જોવા મળતું નથી તેવો આક્ષેપ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે યાદીમાં કર્યો છે.

Ram Katha

Vyapar Utsav

Panchang