• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કચ્છ પાટીદાર સમાજનો સંકલ્પ : `અમે બે, અમારાં ચાર'

પ્રશાંત પટેલ દ્વારા : ભુજ, તા.26 : કચ્છમાં કડવા  પાટીદારોની ઘટતી જતી વસ્તીની ચિંતા વચ્ચે સમાજમાં સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આહવાનને સ્વીકારી સમાજે ત્રીજા સંતાનના જન્મ પ્રસંગે પરિવારને રૂા.51 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.સમાજમાં 0pt;line-height:115%; mso-ascii-font-family:Calibri;mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family: Calibri;mso-bidi-language:GU">`અમે બે, અમારાં ચાર'નો સંદેશ પ્રસરાવવાના હેતુથી આ યોજના જાહેર કરવામાં આવી હતી.ત્રીજા સંતાનના જન્મ પર પરિવારને રૂ.51 હજારની ફિક્સ ડિપોઝિટ કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.દીકરો હોય કે દીકરી, બંનેને સમાન લાભ મળે તેવો અભિગમ આ યોજનામાં રાખવામાં આવ્યો છે.કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિમાં પ્રથમ દક્ષિણ ગુજરાત ઝોન પછી સાબરકાંઠા ઝોન દ્વારા ત્રીજા સંતાનના નામે રૂપિયા 51,000ની એફ.ડી.ની પ્રેરક જાહેરાત કરવામાં આવી છે.તો માંડવી તાલુકા કંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા પણ તાજેતરમાં ત્રીજા સંતાન ને જન્મ આપનાર  15 દંપતીઓ ને 11 હજાર રૂપિયા આપીને સાલથી સન્માન કરવામાં આવ્યું છે જેના આગામી પાંચ વર્ષ નાદાતા  તરીકે દુર્ગાપુરના અને હાલે વડોદરા સ્થાયી શામજીભાઈ લધાભાઇ ધોળુએ પહેલ કરી છે, માંડવી ઝોનના પ્રમુખ મગનભાઈ પોકારે જણાવ્યું હતું કે આગામી સમયમાં દાતાઓના સહયોગથી વધુ રકમ આપીને દંપતીઓને તૈયાર કરવામાં આવશે, અત્યારે 10 વર્ષ સુધીના દાતાઓ મળી ગયા છે.કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સમગ્ર પાટીદાર સમાજે સ્વીકારી છે.સમાજમાં ઘટતી વસ્તી અને ભવિષ્યની પેઢી અંગે ચિંતા વ્યક્ત કરતાં સમાજના અગ્રણીઓએ સંતાનના જન્મને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પહેલ કરી છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે ત્રણ કે ચાર સંતાન હોવા અંગે ગત વર્ષે કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણાની સામાન્ય સભામાં સમાજ  સમક્ષ આહવાન કર્યું હતું.સમાજના અગ્રણીઓએ આ આહવાનને આવકાર્યું અને સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો.અગાઉ યોજાયેલી બેઠકમાં આ યોજના અંગે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે હવે તેનો અમલ શરૂ થતાં સમાજમાં નવી ચર્ચા જાગી છે.સમાજના આગેવાનોના મતે, પરિવાર અને સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ નિર્ણય આવનારી પેઢી માટે પ્રોત્સાહક બની રહેશે.ત્રીજા સંતાનના જન્મ પ્રસંગે આર્થિક સહાય આપવાની પહેલથી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચશે અને `અમે બે, અમારાં ત્રણ કે ચાર'નો સંકલ્પ વધુ મજબૂત બનશે.- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ : પાટીદાર સમાજની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી ત્રીજા સંતાનને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું.`અમે બે, અમારાં ત્રણ'ના સંકલ્પ સાથે સમાજના ભવિષ્યને મજબૂત બનાવવાની દિશા દર્શાવી.સમાજના સર્વાંગી વિકાસ માટે આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.- ડૉ.અશોક જે.ભાવાણી મહામંત્રી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા : વર્તમાન સમયમાં ખાસ કરીને ભદ્ર સમાજમાં બદલાતી જીવન શૈલી અને વ્યક્તિગત સ્વતંત્રતાને કારણે નિ:સંતાન, સિંગલ ચાઇલ્ડ રહેવાનું પસંદ કરતા યુગલોના વલણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેની આવનારા સમયમાં સમાજ વ્યવસ્થા પર બહુપક્ષીય વિપરીત અસર પડશે અને સામાજિક સંતુલન વધુ ખંડિત કરશે.અતિ નાના વિભક્ત કુટુંબથી પરિવારનું કદ નાનું થતાં કાકા-કાકી, માસા-માસી, ભાઈ-બહેન, અને પિતરાઈ ભાઈ જેવા સગાઓ અને સામાજિક સંબંધોનું માળખું સંકોચાઈ રહ્યું છે.- પાટીદાર સંદેશના તંત્રી શામજીભાઈ પટેલ : સમાજના પ્રશ્નો અને સમાજ વ્યવસ્થા, વિચારોને વાચા આપતા શામજીભાઈ પટેલ જણાવે છે કે, ત્રીજા સંતાનના જન્મ પર પ્રોત્સાહન આપવાનો નિર્ણય સમાજના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.આવી યોજનાઓથી સમાજમાં પરિવાર અને નવી પેઢી પ્રત્યે સકારાત્મક વિચારધારા વિકસે છે.સમાજના વિકાસ માટે સામૂહિક સંકલ્પ અને જાગૃતિ જરૂરી છે.- માંડવી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ મગનનભાઈ પોકાર : સમાજના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ત્રીજા સંતાનને પ્રોત્સાહન આપવાની પહેલ આવકારદાયક છે.દીકરો અને દીકરી બંનેને સમાન લાભ આપવાનો અભિગમ સામાજિક સમાનતાનો સંદેશ આપે છે.આવી પહેલો સમાજમાં નવી પેઢીના વિકાસ માટે પ્રેરણારૂપ બની શકે છે.- સમાજ ચિંતક અને દાતા શામજીભાઈ લધાભાઈ ધોળુ : સમાજના ભવિષ્ય અંગે ચિંતન અને સહયોગ આપતા શામજીભાઈ લધાભાઈ ધોળુ આ પહેલના મહત્વને સમજે છે.ત્રીજા સંતાનના જન્મ પ્રસંગે આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય નોંધપાત્ર છે.સમાજના વિકાસ માટે નવી પેઢીને પ્રોત્સાહન આપવું જરૂરી છે.આવી પહેલથી સમાજમાં સકારાત્મક સંદેશ અને જાગૃતિ ફેલાય છે.- વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કચ્છ જિલ્લા સંગઠન ચેરમેન નરોત્તમભાઈ પોકાર : `અમે બે, અમારાં ત્રણ'નો સંકલ્પ સમાજના ભવિષ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.આવી સામૂહિક પહેલથી સમાજમાં એકતા અને વિકાસની ભાવના વધુ મજબૂત બનશે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજના દીકરા દીકરીઓને શૈક્ષણિક, આરોગ્ય અને કારકિર્દી માટે હંમેશા પ્રોત્સાહિત કરતો રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang