• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

સાત વર્ષ પૂર્વે મસ્કામાં ગોળીબારમાં યુવાનની હત્યાનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો

ભુજ, તા.26 : સાતેક વર્ષ પૂર્વે મસ્કામાં ગોળીબારમાં યુવાનની હત્યાના બનાવનો આરોપી વચગાળાના જામીન બાદ પાંચ વર્ષથી નાસતો-ફરતો હતો.આ ઈનામી કેદી સુખજિંદરસિંગ ઉર્ફે સુખી હજુરસિંહ જાટ (સરદાર)ને ભુજની પરોલ ફર્લો સ્ક્વોડે રાજસ્થાનથી ઝડપી લીધો હતો.ગત તા.14/6/2019ના મસ્કામાં 32 વર્ષીય યુવાન આશિષ ચંદ્રકાન્ત જોશીની બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી તેની હત્યા નીપજાવી હતી. જે અંગે જે-તે સમયે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મૃતકના ભાઈએ માંડવી પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.તપાસમાં આરોપી સુખજિંદર સિંગ ઉર્ફે સુખી હજુરસિંહ જાટ (સરદાર) (રહે.કોડાયપુલ, શ્રીનાથજીનગર, ગુરુકુળ પાસે) ખૂલતાં તેની અટક કરવામાં આવી હતી.આ આરોપી પાલારા ખાસ જેલમાંથી વચગાળાના જામીન પર મુકત થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી ફરાર  હતો.પેરોલ ર્ફ્લો સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સ, વોટસએપ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતાં આરોપી રાજસ્થાનના જોધપુર નજીક ઉગલાઈ ગામે હોવાની માહિતી મળી હતી, જેથી ટીમે ત્યાં પહોંચી 26 નવેમ્બરના સવારે તેને ઝડપી પાડયો હતો.આરોપીનો કબજો લઈ પાલારા ખાસ જેલ ભુજને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરીમાં સ્કવોડના પીએસઆઈ એમ.એલ.વાઘેલા, એ.એસ.આઈ.હરિલાલ બારોટ, હે.કો.કનકસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા, કોન્સ.અશોકસિંહ ઝાલા, ટેકનિકલ સર્વેલન્સ હે.કો.વિજયસિંહ જાડેજા, ડ્રાઈવર- હે.કો.સુરેશભાઈ ચૌધરી જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang