• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કચ્છમાં 121 કરોડના ખર્ચે બનનારા ડેમને વહીવટી મંજૂરી

ભુજ/નખત્રાણા, તા.26 : દુર્ગમ કચ્છની જીવાદોરી મુખ્યત્વે પશુપાલન અને ખેતી છે અને વરસાદ આધારિત આ સૂકા પ્રદેશમાં તંત્ર દ્વારા જૂના ડેમ-તળાવોની સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે કચ્છમાં સિંચાઈનાં પાણીની સમસ્યા ઉકેલવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા લાંબા સમયથી કરાયેલી દરખાસ્ત બાદ રાજ્ય સરકાર દ્વારા નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામે રૂા.121.50 કરોડના ખર્ચે મધ્યમ કક્ષાના `જાબરી ડેમ 0pt;line-height:115%;font-family:"Shruti",sans-serif; mso-bidi-language:GU">'  બનાવવાની વહીવટી મંજૂરી આપવામાં આવતાં ખાસ કરીને ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.કચ્છ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈની સુવિધામાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય મુજબ નખત્રાણા તાલુકામાં આવેલા બિબ્બર ગામ પાસે `જાબરી નદી' ઉપર રૂા.121.50 કરોડના અંદાજિત ખર્ચે `િબબ્બર મોટી સિંચાઈ યોજના (જાબરી ડેમ)' બનાવવા માટે સરકાર દ્વારા ગઈકાલે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.અંદાજિત રૂા.121.50 કરોડના ખર્ચે બનનારા આ ડેમ 29.56 ચોરસ મીટર કેચમેન્ટ એરિયા (સ્ત્રાવક્ષેત્ર) ધરાવે છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા : 1.70 એમ.સી.એમ.(ખઈખ) રહેશે.આ ડેમ બની જવાથી આ વિસ્તારની અંદાજિત 426 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.આ સિંચાઈ યોજના સાકાર થવાથી નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.પરિણામે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, ખેતીલાયક જમીનને બારેમાસ પાણી મળતાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં ઉમેરો થશે.દરમ્યાન આ ડેમ અંગેની પ્રાપ્ત વધુ વિગતો મુજબ ત્રણથી ચાર મહિનામાં તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ કામ શરૂ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.બીજીતરફ બિબ્બર નાની સિંચાઈ યોજના અંતર્ગત નિર્માણ પામનારા ડેમ માટે સરકારના ઐતિહાસિક નિર્ણય બદલ ધારાસભ્ય શ્રી જાડેજાએ રાજીપો વ્યક્ત કરી જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર માન્યો હતો.તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ડેમનાં નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે, જેથી આ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે, પશુપાલન અને વન્ય પ્રાણી, પશુ-પક્ષીઓ માટે સુખાકારી વધશે તેમજ ભૂતળના પાણી ઊંચા આવવાથી ખેતી ક્ષેત્રના વિકાસથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાંયે સુધાર થશે.શ્રી જાડેજાએ કહ્યું કે, આ ડેમનું નિર્માણ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષા, સમૃદ્ધ ખેતી અને સુખાકારી તરફનું મહત્ત્વનું પગલું બની રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang