ગાંધીધામ, તા.26 : ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના
શહેરની મધ્યમાં આવેલા શિવાજી પાર્કનું નવીની-કરણ કરવામાં આવ્યું છે.આ બગીચો હજુ તંત્ર
એ સંભાળીયો નથી જેટલા રૂપિયા ખર્ચાયા છે તેઓ સુવિધાયુક્ત બનાવાયો નથી પરંતુ અહીં પીવાનું
પાણી વેડફાઈ રહ્યું છે.લોકોને લાઇબ્રેરી સુધી પહોંચવા માટે પણ પથ્થરો રાખવા પડે છે
અને પાણી પાર કરે છે.છતાં તંત્ર મુકપ્રેક્ષક બનતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.જ્યારે
ટાગોર પાર્કનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ બગીચો પણ તંત્રએ હજુ સુધી સંભાળ્યો નથી
સુવિધાઓને ચકાસણી કરવામાં આવશે તેવી વાત તંત્રના જવાબદારો કહી રહ્યા છે પરંતુ અહીં
એજન્સી દ્વારા આખી રાત લાઈટો ચાલુ રાખીને વીજળીનો વ્યય કરવામાં આવે છે.તિજોરી તળિયા
જાટક છે અને લાઈટ બિલમાં ઉછાળો આવ્યો છે, આર્થિક બોજ વધી રહ્યો છે, છતાં વહીવટી તંત્ર દ્વારા કોઇ
પગલાં ભરવામાં આવતા નથી.એન્જિનિયરોથી લઈને સામાન્ય વહીવટ સુધીના અધિકારીઓ અને કર્મચારીઓની
ઘોર નિષ્ફળતા શહેરીજનોને ઊડીને આંખે વળગી રહી છે.
વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે
છતાં જવાબદારો દ્વારા પગલાં ભરવામાં આવતા નથી.શિવાજી પાર્કમાં ઘણા દિવસોથી પાણીનો
વેડફાટ થાય છે અને ટાગોર પાર્કમાં વીજળીનો વ્યય થાય છે.પાણીની ગંભીર તંગીનો સામનો
કર્યા પછી તંત્ર હજુ પણ બેદરકારી દાખવી રહ્યું છે.તો બીજીતરફ લાઈટ બિલ વધ્યું છે છતાં
કરકસરના કોઈ પગલાં ભરાતા નથી.મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત વિભાગ દ્વારા પગલાં ભરવામાં
આવે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.