• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ગાંધીધામના વીમા એજન્ટ સામે બનાવટી વીમા પોલિસી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા.26 : શહેરના એક વીમા એજન્ટ વિરુદ્ધ 18 ટ્રકની બોગસ વીમા પોલિસી બનાવી તેને સાચા તરીકે રજૂ કરી કુલ રૂા.8,86,360ની ઠગાઈ, વિશ્વાસઘાત કર્યા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નેંધાઈ છે.શહેરના સેક્ટર-બેમાં રહેનાર હરિલાલ રવજી ઠક્કરએ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને તેમનો દીકરો જેમ્સ જે.એમ.લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.તેમને વાહનો માટે પોલિસીની જરૂરત પડતી હોઈ ભાર્ગવ મહેન્દ્ર ઠક્કર પ્રાયોરિટી ઈન્સ્યોરન્સ નામથી વીમા એજન્ટ તરીકે કામ કરતા હોઈ તેનો સંપર્ક કરાયો હતો.વર્ષ 2018-19માં 16 જેટલી જૂની ટ્રક ખરીદી હોવાથી આ વાહનોની પોલિસી માટે આરોપી ભાર્ગવ ઠક્કરનો સંપર્ક કરાયો હતો.આ શખ્સે રૂા.7,80,990ની આઈ.સી.આઈ.સી.આઈ.લોમ્બાર્ડ કંપનીની વીમા પોલિસી બનાવી ફરિયાદીને મોકલી આપી હતી.બાદમાં સપ્ટેમ્બર 2026માં ફરિયાદીના ધ્યાને આવ્યું હતું કે, આ 16 ટ્રકની પોલિસી ખોટી છે.દરમ્યાન જેમ્સના મિત્ર બલભદ્રસિંહ રણજિતસિંહ જાડેજાએ ગણેશ શિપિંગ એન્ડ લોજિસ્ટિક નામથી 2020માં બે ટ્રકની પોલિસી આ આરોપી પાસે કરાવી હતી.ગો ડિજિટનાં નામે કરાવાયેલી આ બે પોલિસી પણ ખોટી હોવાનું બહાર આવ્યું હતું.આરોપી સામે પોલીસે રૂા.8,86,360ની ઠગાઈ, વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નેંધી આગળની તપાસ હાથ  ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang