નલિયા, તા.26 : કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર
કર્યાને 26 દિવસ વીત્યા છતાં પરિપત્ર કે
દુષ્કાળ મેન્યુઅલની અમલવારી ન થતાં અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને
આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં માલધારીઓની હિજરત અને પશુ મરણ અટકાવવા
તાકીદે ઘાસ ડેપો, પીવાનું પાણી,
કેશડોલ્સ અને મનરેગાનાં કામો શરૂ કરવા તેમજ નિષ્ફળ પાક સામે રૂા.17,000ને બદલે ઓછામાં ઓછી રૂા.
50,000ની સહાય અને ખેડૂતોના દેવાં
સંપૂર્ણ માફ કરવા માંગ કરાઈ હતી.અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અનવર મંધરા, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા વિક્રમસિંહ
સોઢા, માજી ધારાસભ્ય ઇબ્રાહિમ મંધરા, મંત્રી
જામભા સોઢા, અલીભાઈ કેર, સુરેશસિંહ જાડેજા,
તાલુકા પંચાયત સદસ્યો અલીઅકબર સંગાર, આશિષ રબારી,
અરજણ સોધમ, અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો
અલીમામદ હિંગોરા, દાદા મોકરશી, સલીમભાઈ
ચૌહાણ, રઘુવંતાસિંહ જાડેજા, મનજી મહેશ્વરી,
માલશી મહેશ્વરી, મહેન્દ્રસિંહ જાડેજા, અયુબ સુમરા વગેરે જોડાયા હતા.