• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : તુર્ક જેનાબાઇ તે આધમ સુલેમાનના પત્ની, તુર્ક દાઉદ સુલેમાનના ભાભી, તુર્ક રફીકના માતા, તુર્ક હુશેન, મંધરા મામદના સાસુ, તુર્ક મામદુના મામી, તુર્ક ઇબ્રાહીમ અને અબ્દુલના કાકી, રોહા ઇસ્માઇલ અને ઓસમાણના બહેન તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-10-2024ના રવિવારે સવારે 10 કલાકે ઉસ્માનિયા મસ્જિદ, રહીમનગર, ખારીનદી રોડ, ભુજ ખાતે.

ભુજ : હિંગોરજા રૂઝેન (ઉ.વ. 18) તે અબ્દુલ રજાક (અપ્પા) કાસમ હિંગોરજાના પુત્ર, અલીમોહમદ કે. હિંગોરજા, સુલેમાન કે. હિંગોરજા (પૂર્વ નગરસેવક), મુસ્તાક એ. હિંગોરજા (પૂર્વ નગરસેવક)ના ભત્રીજા, અયુબ જુમ્મા હિંગોરજા અને અનીસ જુમ્મા હિંગોરજાના ભાણેજ તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 4, 5 અને 6-10-2024 શુક્ર, શનિ અને રવિવાર (ત્રણ દિવસ) નિવાસસ્થાન ભીડ ગેટ બહાર, આઝાદ નગર, સલફિયા મસ્જિદ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ વડાલાના લક્ષ્મીબેન વિશનજી રાઘવજી ભેદા (ઉ.વ. 82) તે વી. આર. ભેદા (એડવોકેટ)ના પત્ની, સ્વ. સોનબાઈ રાઘવજી કુંવરજી ભેદા (વડાલા)ના પુત્રવધૂ, સ્વ. રતનબાઈ નરશી પત્રામલ દેઢિયા (ભુજપુર)ના પુત્રી, પરેશ, જયેશ, હિરેનના માતા, જાગૃતિ પરેશ, રાજુલ જયેશ, પદ્મા હિરેનના સાસુ, ખ્યાતિ, રાશિ, આર્યન, વિરાટના દાદી તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-10-2024ના રવિવારે 4થી 5 જૈન મહાજનવાડી (નૂતન વાડી), જૂના પોલીસ સ્ટેશનની સામે, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ મુંદરાના પરેશ દૌલતભાઇ મહેતા (ભૂરાભાઇ) (ઉ.વ. 57) તે સ્વ. દૌલતભાઇ (જીઇબીવાળા) ગોરધનદાસ મહેતા તથા સ્વ. દેવિલાબેનના પુત્ર, સ્વ. હિંમતલાલ, સ્વ. પ્રવીણાબેન (મુંદરા), મધુકાંતભાઇ મહેતા, મંજુબેન (નેઋતિ)ના ભત્રીજા, ચેતન મહેતા (પીજીવીસીએલ) (ટપુભાઇ), શરદ, નીતિન, કમલ, કિરણ, સોનુ (રેખા)ના ભાઇ, અલ્પાબેનના દિયર, પ્રિયા (કામિની)ના પતિ, માન્યાના પિતા, સ્વ. કૈલાસબેન તથા સ્વ. મનુભાઇ દેસાઇના જમાઇ, અલ્પેશ, પ્રકાશ, પરેશના બનેવી તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-10-2024ના શનિવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.

અંજાર : મેમણ અબ્દુલઅઝીઝ સાંગાણી (ઉ.વ. 55) તે મ. અબ્દુલલતીફ જુસબ સાંગાણીના પુત્ર, રશીદ અબ્દુલલતીફ, દાઉદ અબ્દુલલતીફના ભાઇ, આબીદ અને અમીરઅલીના પિતા, મ. અબ્દુલરજાક અલીમામદ સાંગાણી, ઇકબાલ જુસબ ભોપા, ગુલામહુશેન હારુન ખેતાણીના સાળા, અબ્દુલલતીફ, હુશેની, શબ્બીર, રિયાજના કાકા તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-10-2024ના રવિવારે સવારે 11થી 12 નિવાસસ્થાન લશ્કરી માતામ, ટીમ્બી કોઠા ખાતે.

માંડવી : અમીરભાઇ ગુલામહુસેન મીઠાઇવાલા (ઉ.વ. 85) તે મ. કુરબાનહુસેન, મ. બિલકિશબેન, મ. અસ્માબેન, શીરીનબેનના ભાઇ, મુસ્તફા, ફરીદા, જેનબના પિતા, બુરહાનભાઇ અંતરિયા, બુરહનભાઇ તરાજા, સકીનાબેનના સસરા તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 5-10-2024ના શનિવારે 12 વાગ્યે તૈયબપુરા, કુત્બી મસ્જિદમાં.

નખત્રાણા : મૂળ વમોટી મોટી (તા. અબડાસા)ના જાડેજા ઘનશ્યામાસિંહ (ઘનુભા) અલુભા (ઉ.વ. 63) (પીડબલ્યુડી) તે સ્વ. અલુભા મદારસંગજીના પુત્ર, સ્વ. રવુભા અલુભા, બટુકાસિંહ અલુભા, મોહનાસિંહ મોટુભા, અરાવિંદાસિંહ મોટુભાના ભાઈ, વિરલાસિંહના પિતા, શૈલેન્દ્રાસિંહ, સુરેન્દ્રાસિંહ, શક્તાસિંહ, ભક્તાસિંહના કાકા, પુષ્પરાજાસિંહ, કર્મરાજાસિંહ, વિધ્યરાજાસિંહ, હેતરાજાસિંહ, સૂર્યવિરાસિંહના દાદા, પરમાર અમરાસિંહ રતનજી (મુંદરા)ના જમાઈ તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 7-10-2024ના સાંજે 4થી 5 રૂડી સતિમા સ્થાનક મંદિર, વિરાણી રોડ, નખત્રાણા ખાતે તેમજ બહેનો માટે નિવાસસ્થાને મહાદેવ નગર, ગાયત્રી મંદિરની બાજુમાં, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ રસલિયાના ગુંસાઇ રાજેન્દ્રગિરિ (ઉર્ફે રાહુલગિરિ) લક્ષ્મણગિરિ (ઉ.વ. 44) તે શાંતાબેન લક્ષ્મણગિરિના પુત્ર, ચેતનાબેનના પતિ, હેત્વી, જાન્વી, દેવાંશીના પિતા, નરેન્દ્રગિરિ, કંચનબેન, પરસોત્તમગિરિ (આમારા), ધર્મિષ્ઠા સંજયગિરિ (મિરજાપર)ના ભાઇ, મંજુલાબેન નરેન્દ્રગિરિના દિયર, અજય, દિવેશના કાકા, અંજલિ, જિગર, સ્વેતાના મામા, સવિતાબેન જીવણગિરિ (નાના નખત્રાણા)ના જમાઇ, વાલબાઇ તુલસીગર (છાડુરા)ના દોહિત્ર, નારાણગર, સ્વ. રતનગર, વિશ્રામગર, કાનગર, હીરાગરના ભાણેજ તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-10-2024ના સોમવારે સાંજે 4થી 5 લોહાર સમાજવાડી, જે. પી. હોટેલની બાજુમાં, નખત્રાણા ખાતે.

પીપરી (તા. માંડવી) : સંગાર વેલજી ખીમજી (વાલાણી) (ઉ.વ. 48) તે સ્વ. પુરબાઇ ખીમજી ફકુના પુત્ર, સ્વ. ભરત, કાનજીના ભાઇ, લીલબાઇના પતિ, નિખિલ, વિરલ, હેતલના પિતા, રાણાભાઇ ફકુ, સ્વ. દેવજી ફકુના ભત્રીજા, હીરબાઇ વેલજી સાકરિયા (બિદડા)ના જમાઇ અવસાન પામ્યા છે. સાદડી તા. 5-10-2024થી 7-10-2024 સુધી નિવાસસ્થાને મફ્તનગર, પીપરી ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : ગઢવી ગાવિંદ અરજણ બારોટ (ઉ.વ. 56) તે ગં.સ્વ. કમશ્રીબાઈ અરજણ વેજાંધ બારોટના પુત્ર, વીરબાઈના પતિ, અશોક, મોહન, ધનબાઈ સુખદેવ મંધરિયા, ભાવના દેવરાજ મૌવર, વાલબાઈ ગાવિંદ મુંધુડાના પિતા, સ્વ. હરિ લક્ષમણ, ખીમશ્રીબાઈ ભીમશી મંધરિયા, વાલજી, રામ, ભીંસશીના ભાઇ, કાયા વીરામ કારાણીના જમાઈ, હરજી જેઠા વડળ, સ્વ. ધનરાજ જેઠા વડળ, શિવરાજ જેઠા વડળના ભાણેજ, ભીમશી હરજી મંધરિયા, ગઢવી કાનજી હરજી ઝાલા, ગઢવી રાણશી હરજી ઝાલાના મામાના દીકરા તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને મોટા રતડિયા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 14-10-2024ના સોમવારે તે જ સ્થળે.

ખાંભલા (તા. નખત્રાણા) : સોઢા ભાવસંગજી ચમનસિંહજી (ઉ.વ. 87) (ભોપાશ્રી વાંકલ માતાજી) તે કિશોરસિંહ (એલઆઇસી) અને મહેન્દ્રસિંહના પિતા, સ્વ. જોરાવરસિંહ, સ્વ. રાજેન્દ્રસિંહ, બલુજી (રાજસ્થાન)ના ભાઇ, ચતુરસિંહ, પીરસિંહના કાકા, છગનસિંહ, હિન્દુસિંહના મોટાબાપુ, દિગ્વિજયસિંહના દાદા, સ્વ. જાડેજા ગોપાલજી પચાણજી (ધાવડા નાના)ના જમાઇ, જાડેજા વંકાજી, દેવાજી, મનુભાના બનેવી, જાડેજા જીતુભા ચનુભા (ગઢશીશા)ના સસરા તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 12-10-2024ના તેમજ બેસણું (સાદડી) તા. 7-10-2024ના સાંજે 4થી 6 ક્ષત્રિય સમાજવાડી, ખાંભલા ખાતે.

કાદિયા નાના (તા. નખત્રાણા) : સતીષભાઇ યાદવ (ઉ.વ. 43) તે લાલસિંગભાઇ યાદવ અને શકુંતલાબેનના પુત્ર, મીનાબેનના પતિ, ધ્રુવ, અંશના પિતા, યોગેશભાઇ, વિક્રમભાઇના ભાઇ, ભાવિક, ઓમ, નિખિલના કાકા, પુરણલાલ યાદવ તથા સાવિત્રીબેનના ભત્રીજા, મંગેશભાઇ, કમલેશબેન, પ્રદીપભાઇ, વનિતાબેનના મામાઇ ભાઇ તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-10-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન કાદિયા નાના ખાતે.

મંજલ (તા. નખત્રાણા) : જાડેજા હરપાલાસિંહ કિરીટાસિંહ (ઉ.વ. 36) તે જાડેજા કિરીટાસિંહ મમુભાના પુત્ર, પ્રફુલ્લાસિંહ (નિ. એ.એસ.આઈ-ભુજ), બહાદુરાસિંહ (એસ.ટી.-નખત્રાણા)ના ભત્રીજા,  નટુભા જાલમાસિંહના કાકાઈ પૌત્ર, લકિરાજાસિંહના ભત્રીજા, હરદીપાસિંહ, વિરમદેવાસિંહ, બ્રિજરાજાસિંહ, ઋતુરાજાસિંહના ભાઈ, રુદ્રિકાબાના પિતા તા. 4-10-2024ના અવસાન પામ્યા છ. સાદડી દરબાર ગઢ ડેલી, મંજલ ખાતે તથા ઉતરક્રિયા તા. 10-10-2024ના.

ડુમરા (તા. અબડાસા) : લંઘા સુલેમાન મામદ (બબુભાઈ) (ઉ.વ. 63) તે મ. લંગા હુશેન મામદ, લંગા અજીજ મામદના ભાઈ, લંગા ઉસ્માનગની (ઉસુભા) હુશેન, લંગા અલ્તાફ હુશેનના કાકા, લંગા આરીફ સુલેમાન (બબુભાઈ)ના પિતા તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-10-2024ના સવારે 10 વાગ્યે ડુમરા ખાતે.

માતાના મઢ (તા. લખપત) : કુંભાર ઓસમાણ હાજીસિધિક (ઉ.વ. 75) તે કુંભાર જાફર સિધિકના ભાઇ, મામદ તથા સલીમના પિતા તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. તકરીર તથા જિયારત તા. 7-10-2024ના સોમવારે અસર નમાજ બાદ મીંઠનછા પીર દરગાહ, માતાના મઢ ખાતે.

સુવઇ (તા. રાપર) : ગોસ્વામી ગોદાવરીબેન હંસગિરિ (ઉ.વ. 60) તે હંસગર રાઘવગરના પત્ની, વનિતા, રીમેશ, જયશ્રી, રવીન્દ્રગરના માતા, નિપેશપુરી (આધોઇ), અનિલગિરિ (રાપર), છાયાબેન, સંગીતાબેનના સાસુ, ગુંસાઇ ચતુરગર રાઘવગરના નાના ભાઇના પત્ની, ગુંસાઇ રાજગર રાઘવગરના ભાભી, અંશગિરિ, ક્રિશગિરિના દાદી, તાન્યા, જીનલ, દેવેન, ડિમ્પલ, રવિ, જેનીલના નાની, ગુંસાઇ?સવગર માનગર (ભુટકિયા)ના પુત્રી, સ્વ. બાબુગર તથા દેવગરના બહેન તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 7-10-2024ના સોમવારે તથા શક્તિપૂજન તા. 12-10-2024ના શનિવારે નિવાસસ્થાન સુવઇ, તા. રાપર ખાતે.

રાજકોટ : મૂળ વાંકુના ખારચિયા ચંદ્રેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરા (ઉ.વ. 57) તે સ્વ. ભગવાનજીભાઇ દામજીભાઇ સીતાપરા તથા ગં.સ્વ. પુષ્પાબેનના પુત્ર, જયશ્રીબેન (જિજ્ઞાબેન)ના પતિ, હેમાંગભાઇ તથા દર્શનભાઇના પિતા, અમિતાબેનના ભાઇ, મણિભાઇ કુરજીભાઇ તલસાણિયાના જમાઇ તા. 4-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-10-2024ના સોમવારે સાંજે 4થી 6, ઉદેશ્વર મહાદેવ, 5-શ્રીનાથજી સોસાયટી, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ : ગુંદિયાળી શેખાઈબાગના દિનેશ નાનજી વ્યાસ તે સ્વ. લક્ષ્મીબેન નાનજી વ્યાસના પુત્ર, ભારતીબેનના પતિ, પરેશ, તનવીના પિતા, દક્ષિતાબેન, હિતેનભાઇના સસરા, ટ્રીસીના દાદા તા. 1-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-10-2024ના સાંજે 4થી 6 કચ્છી રાજગોર મિત્રમંડળ-મુબંઇ, રૂમ નં. 6, લવકુશ એપાર્ટમેન્ટ, એમ.જી. રોડ, પાંચ રસ્તા, મુલુંડ (વેસ્ટ) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang