• શુક્રવાર, 10 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની શશિકાંત હરિલાલ સોલંકી (ઉ.વ. 62) તે લીલાવંતીબેન હરિલાલ સોલંકીના પુત્ર, દેવ્યાનીબેનના પતિ, સ્વ. દામજીભાઇ, સ્વ. ધીરજલાલના ભત્રીજા, અંજલિ, વિરલના પિતા, ડાયારામભાઇ, પુષ્પાબેન, સ્વ. જગદીશભાઇ, નીતાબેન, રીનાબેન, ભાવેશભાઇના ભાઇ, હંસાબેનના દિયર, કપિલ, અર્જુનના કાકા, પ્રતીક રમેશભાઇ વાઘેલાના સસરા, વેદિતના નાના, રમેશકુમાર વેલજી બારમેડા (અંજાર), કિરણ વિઠ્ઠલદાસ પોમલ (અંજાર), જિગર મોહનભાઇ બુદ્ધભટ્ટીના સાળા, વિશાલ, જૈમિન, મનન, વેનિશ, પ્રિયા, રીચા, ઝીલ, પ્રાચીના મામા, સ્વ. જેઠાલાલ મેઘજી છત્રાળાના દોહિત્ર, સ્વ. નિર્મળાબેન નૌતમલાલ બગ્ગા (ઓટો સેન્ટર)ના જમાઇ, રાજેશભાઇ, સ્વ. હિરેનભાઇ, સ્વ. મંજુલાબેન, જયશ્રીબેનના બનેવી તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-7-2026ના સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલ પાછળ, ભુજ ખાતે.

ભુજ : પુષ્કર્ણા બ્રાહ્મણ પરેશ નરેશ જોષી (મારાજ ટી હાઉસ) તે પ્રિયાબેનના પતિ, મીનાબેન નરેશ જોષીના પુત્ર, ગં.સ્વ. તારાબેન ચંદ્રકાન્ત જોષીના પૌત્ર, લુસ્યાબેન યાકુબભાઇ પરમારના દોહિત્ર, સ્વ. દિનેશ, જયેશ, વિશાલ, ગં.સ્વ. પ્રજ્ઞાબેન (પોસ્ટ ઓફિસ), જિજ્ઞાબેન (આરોગ્ય-ભારાપર), પ્રીતિબેન, ભારતીબેન (જેતપુર)ના ભત્રીજા, દીપક (બરોડા)ના ભાણેજ, મેહુલ, પાર્થ, દર્શન, કરણ, યશ, પાવન, પ્રથમ, ઝીલના ભાઇ, સુરેશભાઇ પ્રેમજી ચૌધરી, વૈશાલીબેન સુરેશભાઈના જમાઇ, વિશાલભાઇ સુરેશભાઇના બનેવી તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : આસીબાઇ હુશેન થેબા (ઉ.વ. 70) તે મ. હુશેન દાઉદ થેબાના પત્ની, મ. અલ્તાફ હુશેન, મ. મુસ્તાક હુશેન, મ. ફિરોઝ  હુશેન, શબ્બીર હુશેન, ગુલામ હુશેનના માતા, આબીદના દાદી તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 9 અને 10-7-2026 (બે દિવસ) સવારે 11થી 4 કુંભાર તાબૂસ, જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા પાસે.

અંજાર : અનસૂયાબેન સંઘવી (ઉ.વ. 82) તે સ્વ. ઓધવજી પાનાચંદ સંઘવીના પુત્રવધૂ, ભુજંગીભાઈ સંઘવીના પત્ની, સ્વ. હરિલાલ ઓધવજી સંઘવીના નાના ભાઈના પત્ની, સ્વ. ચંદનબેન ભાઈલાલ સંઘવીના પુત્રી, સ્વ. ઉજમબેન શાહ, સુશીલાબેન દોલતભાઈ સંઘવીના ભાભી, મહેન્દ્રભાઈ સંઘવી (ધનબાદ), સ્વ. પ્રેમિલાબેન કાંતિલાલ વોરા (મુંબઈ), કલ્પનાબેન હેમંતભાઈ શાહ (રાઉરકેલા)ના મોટા બહેન, હંસા મહેન્દ્રભાઈ સંઘવીના નણંદ, કૃપેશ, હેતલના ફઈ, પારસના માસી, સ્વ. ભરતભાઈ, મહેશભાઈ, અતુલભાઈ, સ્વ. રોહિતભાઈ, જીતુભાઈ, ભૂપેશભાઈ, સ્વ. અભયભાઈના કાકાઈ બહેન, દિલીપ, મુકેશભાઈ, દિલીપભાઈ, સુનીલભાઈના મામી તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 જૈન વિવિધલક્ષી હોલ, નયા અંજાર ખાતે.

અંજાર : મૂળ ખેડોઈના હીરાબેન હરિલાલ પઢારિયા (ઉ.વ. 72) તે હરિલાલ અબજી પઢારિયાના પત્ની, જયના માતા, ધ્યાન, નિષ્ઠા, નિરાલી, જેનિલના દાદી, નેહાબેનના સાસુ, દિલીપ ખીમજી પઢારિયા, કંચનબેન પઢારિયાના ભત્રીજાવહુ, ચેતનભાઈ પઢારિયા, અંજનાબેન પઢારિયા, નર્મદાબેન કૃષ્ણલાલ પિત્રોડાના ભાભી, સ્વ. કલ્પનાબેન શિવલાલભાઈના દેરાણી, સ્વ. કેશવજીભાઈ ડુંગરશી પંચાલ, મોહનલાલ ડુંગરશી મારૂ, સ્વ. કાન્તિલાલ ડુંગરશી પંચાલના બહેન તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાર સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

માંડવી : મૂળ મોડકુબાના નટવરસિંહ (નટુભા) દાનસંગ જાડેજા (ઉ.વ. 73) (નિવૃત્ત એસ.ડી. ડેપો મેનેજર-મુંદરા) તે સ્વ. મનુભા જાડેજા, સ્વ. ભરતસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા (ભાવનગર), હિંમતસિંહ જાડેજા (અમદાવાદ), કમલેશસિંહ જાડેજા (ઝીલ ઇન્ફોસીસ), જનકબા હર્ષદસિંહજી સિસોદિયા (ચંડીસર), સ્વ. કુમારસિંહજી જાડેજા, વિજયસિંહજી જાડેજા (વી. જાડેજા એજન્સી), અજિતસિંહ જાડેજાના ભાઇ તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 (ભાઇઓ-બહેનોની સંયુક્ત) રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.

મુંદરા : ખત્રી દાઉદ યુસુફ પટેલ (વર્ષ 1983 રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા) (ઉ.વ. 87) તે મોહમ્મદ હનીફ, મેમુના ગુલામ અબ્બાસ (મુંદરા)ના પિતા, રઝ્યુદ્દીન, મોહ્યુદીન, બસિમાના દાદા, સાલેમોહમદના મોટા ભાઈ તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-7-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા  ખાતે.

ભોજાય (તા. માંડવી) : મૂળ પાંચોટિયાના સાવિત્રીબાઇ ડાયાભાઇ જીવિયા તે ડાયાભાઇ માણશીભાઇ જીવિયાના પત્ની, સ્વ. કાયાભાઇ મુરૂભાઇ મંધરિયાના પુત્રી, માણેકભાઇ, વાલાભાઇ, આલાભાઇ, સ્વ. રતનભાઇ, વાલાભાઇ, સામરાભાઇ, મગનભાઇના બહેન, હભુભાઇ મુરૂભાઇ, સ્વ. નાગાજણ મુરૂભાઇ, દેવાઇ મુરૂભાઇ મંધરિયાના ભત્રીજી, પુનશી ડાયાભાઇ જીવિયા, લેખાબેન ખીમરાજભાઇ મવર (મોટા ભાડિયા), હંસાબેન પુનશીભાઇ ભુવા (ભીંસરા), હીરબાઇ નીતેશભાઇ ખેતિયાણી (ભાડા), રાજલ પરેશભાઇ વિધાણી (મોટી રાયણ)ના માતા તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8, 9, 10-7-2026 (ત્રણ દિવસ) અને ઉત્તરક્રિયા (પાણી) તા. 18-7-2026ના નિવાસસ્થાન ભોજાય, તા. માંડવી ખાતે.

મઉં મોટી (તા. માંડવી) : પઢિયાર હરેશભાઇ મીઠુભા (ઉ.વ. 68) તે સ્વ. નર્મદાબા મીઠુભાના પુત્ર, અરૂણાબાના પતિ, સ્વ. દમયંતીબા, નીતાબા, શાંતુભા, પ્રવીણભાના ભાઇ, ભાવિનભા, મયૂરભા, અંકિતાબાના પિતા, સંગીતાબા, નિર્મળાબાના જેઠ, રેખાબાના સસરા, શિવાંગીબા, ભાગ્યશ્રીબાના દાદા તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2026ના બપોરે 3થી 4 લોહાણા મહાજનવાડી, મઉં ખાતે.

ભાડઇ મોટી (તા. માંડવી) : ડાઇબાઇ (ઉ.વ. 97) તે સ્વ. રામજી મીઠુભાઇના પત્ની, ચૂનીલાલ, મહેશભાઇ, સ્વ. દેવકાબાઇ, પ્રભાબાઇ, ગોમતીબેન, મંજુલાબેનના માતા, વસંત, મનીષ, સુનીલ, યોગેશ, ઉમેશ, નીતાબેનના દાદી, સ્વ. મોહનલાલ, લીલાધર, સ્વ. દયાળજી, લક્ષ્મીદાસ, સ્વ. લવજીભાઇના ભાભી, સ્વ. શામજીભાઇ (પ્યાકા), પ્રધાનભાઇ (મોડકુબા), અરવિંદભાઇ (મઉં)ના સાસુ, સ્વ. વેરજીભાઇ લક્ષ્મીદાસ જોયસર (શિરવા), ગં.સ્વ. સાકરીબાઈ ગોવિંદજી (માંડવી)ના બહેન તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-7-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, ભાડઇ ખાતે.

કુંદરોડી (તા. મુંદરા) : પઠાણ અબ્દુલ્લાહ હુશેન (ઉ.વ. 73) તે મ. પઠાણ હુશેન નૂરમામદના પુત્ર, રમજુ હુશેન, મ. પીરખાન હુશેન, હમીરખાન હુશેન, રસુલખાન હુશેનના ભાઇ, નજીમખાન, અકબરખાનના પિતા, ઇરફાનખાન, ફૈઝખાનના દાદા, ઇશાક ઇસ્માઇલ (માધાપર)ના જમાઇ તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-7-2026ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન કુંદરોડી, તા. મુંદરા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મુકેશભાઈ જેષ્ઠારામ પંડ્યા (બટુક પંડ્યા) (ઉ.વ. 59) તે દક્ષાબેનના પતિ, રિદ્ધિ, ભક્તિ, ભૂમિ, દેવ, મલ્હારના પિતા  તા. 8-7-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 9-7-2026ના  ગુરુવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન પંડ્યા ફળિયું, નલિયા ખાતેથી નીકળશે.

આશાપર (તા. લખપત) : સરૂપાબા લધુજી ચૌહાણ (ઉ.વ. 78) તે રામસંગજીના માતા, ગેમરસિંહ, ભાખરસિંહ, ચેતનસિંહ, રણછોડસિંહ, સેતાનસિંહના કાકી, થાનસિંહ, રૂપસંગજીના માસી, જુવાનસિંહ, ઉમેદસિંહ, કૃપાલસિંહ, હરપાલસિંહ, નેપાલસિંહના દાદી તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા બારસ તા. 13-7-2026ના સાંજે અને ઘડાઢોળ તા. 14-7-2026ના સવારે નિવાસસ્થાન આશાપર ખાતે.

ખીરઇ (તા. રાપર) : ગુંસાઇ ખીમગિરિ રેવાગિરિ તે પ્રવીણગિરિ, વિનોદગિરિના પિતા, મનસુખગિરિના ભાઇ, અશોકગિરિના કાકા તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. લોકાઇ તા. 9-7-2026ના ગુરુવારે અને શક્તિપૂજન તા. 10-7-2026ના શુક્રવારે ખીરઇ ખાતે.

રાજકોટ : મૂળ દેપાડિયાના કુરજીભાઈ રણછોડભાઈ ગડારા (ઉ.વ. 60) તા. 6-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-7-2026ના ગુરુવારે સવારે 8થી 10 ઉમા ભવન, આલાપ એવન્યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ : મૂળ કોઠારા-કચ્છના વિજયભાઇ ધીરાવાણી (ઉ.વ. 75) તે સ્વ. ગોમતીબેન ગોકલદાસ ધીરાવાણીના પુત્ર, વિજયાબેનના પતિ, અમિત, સમીરના પિતા, હેતલબેન, યોગિતાબેનના સસરા, ત્વિશા, રાઘવના દાદા, સ્વ. સુંદરબેન ગોપાલજીભાઇ (બાબુભાઇ મોટા) દામજી ભગદે (કોઠારા)ના જમાઇ, રમેશભાઇ, કિરીટભાઇ, સ્વ. શરદભાઇ, સ્વ. નિમેષ, બેબીબેન, ભાનુબેન, સરોજબેન, ભદ્રાબેન, કિરણબેન, સ્વ. દિનાબેન, સ્વ. વંદનાબેનના ભાઇ, મધુરીબેનના દિયર, સરલાબેન, મંગળાબેનના જેઠ, શામજીભાઇ, મૈયાબેન, મંજુલાબેન, ચંદ્રિકાબેન, કલ્પનાબેનના બનેવી, જિજ્ઞાબેન, અવનીબેન, રોશનીબેન, હેમા, જયના કાકા તા. 7-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-7-2026ના ગુરુવારે સાંજે 5.30થી 7 સારસ્વત વાડી, ભોંય તળિયે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd