• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ઝેક ગણરાજ્યની જ બે ખેલાડી વચ્ચે ફાઈનલ જંગ

લંડન, તા. 9 : વિમ્બલ્ડનની મહિલા ફાઈનલમાં ઝેક રિપબ્લિકની જ બે ખેલાડી ટકરાશે.  ઝેક ગણરાજ્યની 10મા ક્રમની ખેલાડી કેરોલિના મુચોવા પહેલીવાર વિમ્બલ્ડન મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી છે. સેમિ ફાઇનલમાં તેણે તીવ્ર રસાકસી બાદ અમેરિકી ખેલાડી અને સાતમા ક્રમની કોકો ગોફ વિરુદ્ધ 6-2, 1-6 અને 7-6થી રોમાંચક વિજય થયો હતો.  બીજીતરફ લીન્ડા નોસ્કોવાએ 12મી ક્રમાંકિત માર્ટા કોસ્ત્યુકને 6-4, 6-4થી હરાવી પહેલીવાર વિમ્બલ્ડન ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. નિર્ણાયક ટાઇબ્રેકરમાં મુચોવાએ મેચ પોઇન્ટ બચાવીને 12-10થી બાજી મારી હતી. બીજી સેમિ ફાઇનલ માર્ટા કોસ્ત્યુક અને એલ. નોસાકોવા વચ્ચે રમાશે. જેની વિજેતા ખેલાડી ફાઇનલમાં મુચોવા સામે ટકરાશે. આ પહેલાં મેન્સ સિંગલ્સમાં બ્રિટનના ખેલાડી આર્થર ફેરીએ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે કવાર્ટર મેચમાં અપસેટ કરીને ફ્રેંચ ઓપન-2026ના રનર્સઅપ ખેલાડી ફ્લેવિયો કોબોલીને 6-4, 7-6 અને 6-0થી હાર આપી હતી. આર્થર ફેરીએ વાઇલ્ડ કાર્ડથી વિમ્બલ્ડનમાં એન્ટ્રી કરી હતી. તે સેમિ ફાઇનલમાં પહોંચનારો વિમ્બલ્ડન ઇતિહાસનો બીજો વાઇલ્ડ કાર્ડ ખેલાડી બન્યો છે. આ પહેલાં 2001માં ક્રોએશિયાનો ખેલાડી ગોરાન ઇવાનિસેવિચે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.  સેમિ ફાઇનલમાં આર્થર ફેરીની ટકકર ફ્રેંચ ઓપન ચેમ્પિયન જર્મન ખેલાડી એલેકઝાંડર જેવરેવ સામે થશે. તેણે છઠ્ઠા ક્રમના ખેલાડી ટેલર ફ્રિટજને 6-4, 6-4 અને 6-2થી હાર આપી હતી.ક 

Panchang

dd