અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નું લોન્ચિગ કર્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર
સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. અઈં આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ
ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને
તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ વિકસિત ગુજરાત
ડેટા સેન્ટર પોલિસી 2026-29 અમલમાં
મૂકી છે. આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચારિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ
અને ગતિશીલ બનાવી શકાશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના જ નહીં પરંતુ
દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત
થશે. મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,
સાયન્સ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, વિજ્ઞાન
અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ ડૉ. પી. ભારતી, નાણા વિભાગના અધિક
મુખ્ય સચિવ ટી.નટરાજન, ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા
વર્મા, ઇન્ડસ્ટ્રી લીડર્સ, રોકાણકારો,
વિષય નિષ્ણાતોની ઉપસ્થિતિમાં હતી. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું
કે, માત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે.
જેના પરિણામે ધોલેરા વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની
સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ-જીસીસીનું હેડક્વાર્ટર
બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા
ટૂંક સમયમાં જ નવું એરપોર્ટ કાર્યરત થશે અને અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમી-હાઈસ્પીડ
ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય સચિવ મનોજકુમાર
દાસે જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ડિજિટલ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થશે.