• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ડીસી-5 માં મોક્ષધામ જતો માર્ગ ડંપીંગ સાઇડ બન્યો

ગાંધીધામ, તા.9 : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દર મહિને સફાઈ પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં જમીન ઉપર કચરા ની ગંદકી ફેલાયેલી છે તે વચ્ચે આદિપુર ડીસી 5 માં કોર્ટની નજીકથી મોક્ષ ધામ તરફ જતો માર્ગ રીતસર ડમ્પીંગ સાઈડ બન્યો છે. અહીં માર્ગની બંને સાઈડ કચરાના ઢગ પડ્યા છે વ્યાપક દુર્ગંધ ફેલાઈ રહી હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  છતાં મહાનગરપાલિકાની વહીવટી તંત્ર જવાબદારો સામે કોઈ પગલા ભરતું નથી. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં સફાઈની જવાબદારી એજન્સીને સોંપવામાં આવી છે કે તેમને દર મહિને 1.41 કરોડથી વધુનું ચુકવણુ કરવામાં આવી રહ્યું છે. છતાં સ્વચ્છતામાં ધાર્યું પરિણામ મળતું નથી. સ્વચ્છ સર્વેક્ષણમાં પણ તળિયા નો નંબર આવે છે. ચોતરફ ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. જોડિયા શહેરોના અલગ અલગ વિસ્તારોમાં નિયમિત રીતે સફાઈ થતી નથી. એજન્સી દ્વારા અધિકારીઓને સ્વચ્છતાના ચશ્મા પહેરાવવા માટે માત્ર મુખ્ય માર્ગોની સફાઈ કરાઈ છે.  લાંબા સમય સુધી તો માત્ર ટાગોર રોડ ઉપર જ ધ્યાન આપ્યું હતું પરંતુ આંતરિક વિસ્તારોમાં સફાઈ થતી નથી જેના કારણે ગંદકી ફેલાયેલી છે અને માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ડીસી-5 માં મોક્ષધામ તરફ જતો માર્ગ રિતસર ડાંપિંગ સાઈડ બન્યો છે. લોકોના જણાવ્યા મુજબ રોડ ની બંને બાજુ કચરાના ટ્રેક્ટરો ઠલવાય છે.ઘણા ટ્રેક્ટરો એજન્સીના હોવાના લોકો એ આક્ષેપો કર્યા હતા. જેને સ્વચ્છતા ની જવાબદારી સોંપવામાં આવી છે તેમના દ્વારા જ રોડની બંને બાજુ ગંદકી ફેલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો છે.  આ ઉપરાંત ખાનગી ગાડીઓ કચરો અને મલબો ઠલવે છે. મોક્ષધામ તરફ જતા માર્ગની બંને બાજુ કચરા ના ઢગ ખડકાયેલા હોવાના કારણે વ્યાપક દુર્ગંધ ફેલાઈ રહી છે.લોકોને રોગચાળો નો પણ ખતરો છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અહીં કચરો કોના દ્વારા ઠલવવામાં આવ્યો છે તે બાબતની તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.  

Panchang

dd