• શુક્રવાર, 10 જુલાઈ, 2026

હવે રોજ નહીં, પરંતુ અઠવાડિયામાં એક જ વાર લેવું પડશે ઇન્સુલિન

નવી દિલ્હી, તા. 9 : આપણા દેશમાં 10 કરોડથી વધારે લોકો ડાયાબિટીસના દર્દથી પીડિત છે ત્યારે આમાંથી ઘણા દર્દીઓને રોજ સવાર-સાંજ ઇન્સુલિન લેવાની પીડામાંથી મુક્તિ મળી શકશે. દુનિયાનું પ્રથમ બેસલ ઇન્સુલિન ઇન્જેકશન ગુરુવારે ભારતમાં લોન્ચ થઇ ચૂક્યું છે. ડેન્માર્કની દવા કંપની નોવો નોર્ડિસ્ક તરફથી આજે સાપ્તાહિક બેસલ  ઇન્સુલિન લોન્ચ કરાયું હતું. આમ, હવેથી રોજ નહીં, પરંતુ અઠવાડિયામાં માત્ર એકવાર ઇન્સુલિન લેવું પડશે. આ લાંબા સમય સુધી અસર કરનારું ઇન્સુલિન છે. `નોવો' કંપનીએ કહ્યું હતું કે, આખા વર્ષના ઇન્સુલિનની સંખ્યા 365માંથી ઘટીને માત્ર બાવન  થઇ જશે. આ ઇન્સુલિનની કિંમત પ્રતિ યુનિટ 3.73 રૂપિયા છે. આમ, અત્યારે બજારમાં મોજૂદ ઇન્સુલિન કરતાં 30થી 40 ટકા સસ્તું પડશે. 

Panchang

dd