ભુજ : મૂળ સૂરજપરના રતનબેન દેવજી હીરાણી (ઉ.વ. 63) તે દેવજી
મનજી હીરાણીના પત્ની, ગં.સ્વ. રામબાઇ કરસનભાઇ વરસાણીના પુત્રી, ઘનશ્યામ તથા હિરેનના
માતા, સ્વાતિબેન અને નિક્કીબેનના સાસુ તા. 24-9-2024ના અવસાન પામ્યા છે.
અંજાર : મૂળ સણોસરાના સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. હસતાબેન હીરાલાલ
પુરખા (ઉ.વ. 90) તે જસવંતભાઈ, જ્યોતિબેન પંડ્યાના માતા, કિશોરભાઈ પારાસર રતનેશ્વર,
ત્રિલોચનાબેનના સાસુ, સ્વ. નારાણજી દયારામ પુરખા (સણોસરા)ના પુત્રવધૂ, સ્વ. ખરાશંકર
દયારામ ધરાદેવ (ગઢશીશા)ના પુત્રી, ગં.સ્વ. સરસ્વતીબેન બાબુલાલ હરિયામાણેક (ભુજ), ગં.સ્વ.
સવિતાબેન રઘુનાથ જેઠા (આદિપુર), રુક્ષ્મણિબેન નરેન્દ્રભાઇ સોનપાર (ભુજ)ના ભાભી, સ્વ.
શારદાબેન ફુલશંકર છાંગાણી (મુંબઈ), સ્વ. મંજુલાબેન બાલમુકુંદ સુડિયા (માધાપર)ના બહેન,
મેહુલ, અલ્પિતાના દાદી, અસ્મિતાબેનના દાદીસાસુ, દિવ્યા, ધર્મેશ, દીપકના નાની, મીનુબેન,
રોશનીબેનના નાનીસાસુ તા. 24-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તારીખ
26-9-2024 ગુરુવારે સાંજના 4થી 5 સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, રામ ઓટા પાસે,
અંજાર ખાતે.
આદિપુર : મૂળ વડવા (કાંયા)ના રણજિતસિંહ હરિસિંહ જાડેજા તે બળવંતસિંહ,
રાજેન્દ્રસિંહ, વિલાસબા, હેમબા, અમરતબાના ભાઇ, દિવ્યાબા, માનસીબાના પિતા, રાહુલસિંહ,
કૃપેશસિંહના કાકા, સહદેવસિંહ, રણજિતસિંહ રાણા (ભલગામડા)ના બનેવી તા. 24-9-2024ના અવસાન
પામ્યા છે. બેસણું તા. 26-9-2024ના સાંજે 5 વાગ્યે નિવાસસ્થાન આદિપુર ખાતે.
માંડવી : ઓઢેજા ફાતમાબાઇ ભચુ તે રમજુનના માતા, રઝાક, ગફુર, દાઉદ,
આદિલના દાદી, સલાઉદ્દીન, સાયનુ, કબીર, ઇસરાઇલ, કરીમના નાની તા. 23-9-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 26-9-2024ના ગુરુવારે સવારે 10.30 કલાકે નિવાસસ્થાન કલવાણ રોડ,
અંજુમન કબ્રસ્તાનની સામે, માંડવી ખાતે.
રાપર : મૂળ મઢુત્રાના ઠક્કર જિગર કોટક (ઉ.વ. 19) તે માયાબેન
ભરતભાઈ કોટકના પુત્ર, નર્મદાબેન નરભેરામ હરચંદભાઈ કોટકના પૌત્ર, વિદ્યાના મોટા ભાઈ,
મહેન્દ્રભાઈ (મઢુત્રા), ચેતનાબેન હિતેશભાઈ રાજદે (ખારા), શારદાબેન નવીનભાઈ સાયતા (ઝાલમોર)ના
ભત્રીજા, ભાનુબેન કરસનલાલ ભીખાલાલ રાજદે (ખારા)ના દોહિત્ર, હિતેષભાઈ (ખારા), શૈલેશભાઈ
(ભચાઉ), જ્યોત્સનાબેન અશ્વિનભાઈ પૂજારા (જંગી)ના ભાણેજ તા. 22-9-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 27-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5 રાપર લોહાણા મહાજનવાડી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ પદ્ધરના દીપકભાઇ અનમ (ઉ.વ. 66) તે સ્વ.
તારાબેન તુલસીદાસ નારાણજીના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, ચાર્મીના પિતા, દર્શનભાઇના સસરા,
લીલાવંતીબેન જયરામદાસ તથા વસંતબેન નવીનચંદ્રના ભત્રીજા, કસ્તૂરબેન પુરુષોત્તમ લાલજીના
જમાઇ, મીનાબેન વેણીલાલ, જ્યોતિબેન દિલીપભાઇ, વનિતાબેન શંકરલાલ, રોહિણીબેન કીર્તિભાઇ,
નલિનીબેન જયંતભાઇના ભાઇ તા. 24-9-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા.
25-9-2024ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન 34/એ, હાલાઇ નગર, માધાપરથી ભુજ સ્મશાનગૃહે
જશે.
લુણા મોટા (તા. ભુજ) : જીયેજા અમીન સાજનમિંયા (ઉ.વ. 56) (માજી
ઉપસરપંચ, લુણા ગ્રામ પંચાયત) તે મ. સાજનમિંયા હાજી અબ્દુલાના પુત્ર, મ. મુસા જીયેજાના
જમાઇ, મ. હાસમ સાજનમિંયા (પૂર્વ સરપંચ, લુણા ગ્રામ પંચાયત), હાજી અબુબખર, સતાર, ભીલાલ,
ઇમામદીનના ભાઇ, રિઝવાન, જાવેદના પિતા, હાજી જીયેજા (ઉપસરપંચ, લુણા ગ્રામ પંચાયત)ના
બનેવી તા. 24-9-2024ના અવસાન પામ્યા છે. તાજિયત (બેસણું) તા. 25, 26, 27-9-2024ના નિવાસસ્થાન
લુણા મોટા ખાતે.
ડગાળા (તા. ભુજ) : જીવાબેન નામોરીભાઈ ખંઢેરા (ઉ.વ. 98) તે સ્વ.
નામોરી વાલા ખંઢેરાના પત્ની, સ્વ. સામજી નામોરી ખંઢેરા, શંકર નામોરી (ઝીંકડી), કુંવરબેન
ગોપાલ ગેડિયા (જવાહરનગર), બધિબેન કરશન ધોરિયા (કુનરિયા)ના માતા, ગ.સ્વ. જમનાબેન, શાંતાબેનના
સાસુ, રમેશ, જિતેશ, ભરત, કંકુબેન પ્રવીણ જોગેલ (કોટાય), ભાવનાબેન અશોક ધોરિયા (અમદાવાદ)ના
દાદી, મમતાબેન, ભારતીબેન, રાધાબેનના દાદીસાસુ, રાજેશ, મોહન, માવજી, જયરામ (જવાહનગર),
રાજેશ, જગદીશ (કુનરિયા), હંસાબેન (લોડાઈ)ના નાની, વિશ્વાસ, જીલના મોટાદાદી તા.
24-9-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 27-9-2024ના રાત્રે, તા. 28-9-2024ના સવારે
7.09 વાગ્યે ઘડાઢોળ બારસ નિવાસસ્થાન ડગાળા ખાતે.
વરસામેડી (તા. અંજાર) : ખતાબેન નૂરમામદ માંજોઠી (ઉ.વ. 100) તે
અદ્રેમાન માંજોઠીના માતા, અસલમ, ફારૂકના દાદી, જાફર ઓસમાણ (માતાના મઢ), કાસમ ઓસમાણ
(માતાના મઢ), જુસબ સિધિક (મીઠીરોહર), મામદ કાસમ (મોરબી), ઇસ્માઇલ સિધિક (વરસામેડી)ના
સાસુ, માંજોઠી ઇસ્માઈલ સિધિક, માંજોઠી મુસા સિધિકના મોટીમા તા. 23-9-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 26-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વરસામેડી, તા.
અંજાર ખાતે.
દરશડી (તા. માંડવી) : સવિતાબેન કાંતિલાલ પોકાર (ઉ.વ. 54) તે
કાંતિભાઈના પત્ની, સ્વ. દેવજીભાઈ શામજીભાઈ પોકારના પુત્રવધૂ, નાનજીભાઈ, જેન્તીભાઇ
(ભારાપર)ના ભાઈના પત્ની, ઝવેરબેન (રાયણ)ના ભાભી, નિકેશ, પ્રવીણાબેન (અંગિયા)ના માતા,
જીનલબેન, નિતેશ પટેલના સાસુ, દિતી, ત્રિશાના દાદી, માનવીકના નાની, હેમલતાબેનના દેરાણી,
અંજનાબેનના જેઠાણી, રિતેશ, નિકુલ, ધારાબેન (નખત્રાણા)ના કાકી, મીત, મયંકના મોટા મમ્મી,
લાલજીભાઈ શિવજીભાઈ વેલાણી (માનકૂવા)ના પુત્રી તા. 24-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 25, 26-9-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 કુંવરમા આશ્રમ, દરશડી ખાતે.
નાના લાયજા (તા. માંડવી) : ગઢવી સોનબાઇ ડાહ્યાભાઇ જામ તે સ્વ.
ડાહ્યાભાઇ માણેકભાઇના પત્ની, આશારિયા, દેસરભાઇ, રાણબાઇબેન મંગલભાઇ (અમદાવાદ), નાગશ્રીબેન
રતનભાઇ (કાઠડા)ના માતા તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી, ઉત્તરક્રિયા તા.
1-10-2024ના મંગળવારે વાડી વિસ્તાર, નાના લાયજા ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : કુભાર હાજી કાસમ હાજી ઈસમાઈલ લોટા
(ઉ.વ. 60) તે ઈબ્રાહિમ, ઈકબાલ, ઈરફાનના પિતા, હાજી રમજાન, ઈશાક, હાજી હુશૈન, હાજી અયુબના
ભાઈ, સાલેમામદ અયુબ (ગોડપર)ના સસરા, હાજી ઉમર સિધિકના ભત્રીજા તા. 24-9-2024ના અવસાન
પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-9-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 અકસા મસ્જિદના કમ્પાઉન્ડમાં,
રામપર ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : ખલીફા અબ્દુલ્લા નુરમામદ (ઉ.વ.85)
તે મ. જાકબ નુરમામદના નાના ભાઇ, અલીમામદના પિતા, રમજુ લોઢિયા (અંજાર), અબ્દુલ રજાક
મુસા (આફ્રિકા), જુસબ તથા અસલમ (ડુમરા)ના સસરા,
સિધીક તથા દાઉદના કાકા, રજાકના મામા, હુસેન, સાજન, સમીર, અમનના દાદા તા.
24-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 26-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 આસંબિયા
જમાતખાના ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે બેંગ્લોર કડવા પાટીદાર નર્મદાબેન
(ઉ.વ. 69) તે વસ્તારામ રાજાભાઇ કાનાણીના પત્ની, ભરતભાઇ, પ્રવીણભાઇ, ભાવનાબેન (બેંગ્લોર)ના
માતા, ભૂમિબેન, ભક્તિબેન, કૃપાબેન, પાર્થના દાદી તા. 24-9-2024ના અવસાન પામ્યા છે.
સાદડી તા. 26-9-2024ના ગુરુવારે સવારે 8થી 11.30 ચંદુભાઇ જીવરાજ કાનાણીના નિવાસસ્થાને
નખત્રાણા રોડ, જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં, મોટી વિરાણી ખાતે.