• રવિવાર, 31 મે, 2026

એશિયન ગેમ્સના સંભવિતોમાં વૈભવ સામેલ

મુંબઇ, તા. 30 : એશિયન ગેમ્સ-2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાપાનના આઈચી - નાગોયા ખાતે યોજાનારી આ સ્પર્ધા માટે 30 ખેલાડીની સંભવિત યાદી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ને સોંપવામાં આવી છે. આ યાદીમાં સૌથી મોટો નિર્ણય 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી અને વર્તમાન ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની બાદબાકીનો છે. સૂર્યવંશીએ આઇપીએલ 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી પ્રભાવિત કરીને આ સ્થાન મેળવ્યું છે, જ્યારે સૂર્યકુમાર અને ટેસ્ટ-વન-ડે કેપ્ટન શુભમન ગિલને બહાર રાખવામાં આવ્યા છે.  આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે, ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને એશિયન ગેમ્સનો ક્રિકેટ ટૂર્નામેન્ટ એક જ સમયે યોજાવાના છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન 3 વન-ડે અને 5 ટી-20 મેચોની સિરીઝ રમાશે, જ્યારે એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ચાલશે. આ સંજોગોમાં સિલેક્ટર્સે બે અલગ-અલગ ટી-20 ટીમ બનાવવી પડી રહી છે. શુભમન ગિલ વન-ડે ટીમની કેપ્ટનશીપ સંભાળવાના હોવાથી તેમને આ યાદીમાં રાખવામાં આવ્યો નથી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર સૂર્યકુમાર હવે 2028 ઓલિમ્પિક અને આગામી ટી-20 વર્લ્ડકપની લાંબાગાળાની યોજનાઓનો ભાગ નથી, તેથી તેમનું નામ પણ બાકાત રાખવામાં આવ્યું છે. આવેલી 30 સંભવિત ખેલાડીઓની સંપૂર્ણ યાદીમાં યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રિંકાસિંહ, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, અર્શદીપાસિંહ, કુલદીપ યાદવ, નીતીશકુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ણા, વરુણ ચક્રવર્તી, અનુકૂલ રોય, આયુષ બદોની, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે, વિપરાજ નિગમ, હર્ષિત રાણા, યશ ઠાકુર અને વાશિંગ્ટન સુંદરનો  સમાવેશ થાય છે. 

Panchang

dd