• રવિવાર, 31 મે, 2026

રાજમોભીની તિથિએ પૂજનવિધિ સહિતના કાર્યક્રમ યોજાયા

ભુજ, તા. 30 : કચ્છના રાજપરિવારના મોભી સ્વ. પ્રાગમલજી ત્રીજાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રણજિતવિલા કોલેજ રોડ સ્થિત મેમોરિયલ ગાર્ડન ખાતે સ્થાપિત મહારાવની પ્રતિમા પાસે સવારે મહારાણી પ્રીતિદેવીબાના હસ્તે શ્રદ્ધા-સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે શાત્રોક્ત વિધિથી પૂજન કરી પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. શાત્રી જયેશભાઇ ઓઝા દ્વારા પૂજનવિધિ કરાવાઇ હતી. આ અવસરે મહંત મોટી પોશાળા જાગીર પ્રવીણ મેરજી ગોરજી, રાજપરિવારના કુંવર ઇન્દ્રજિતસિંહજી, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ સહપરિવાર, તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહ સહપરિવાર, ભારતીબા, એડવોકેટ ભરતભાઇ ધોળકિયા, સંજયભાઇ ઠાકર, અભિજિતભાઇ ધોળકિયા, જેહાનભાઇ ભુજવાલા સહપરિવાર, વિજેશકુમાર પૂંજા સહપરિવાર, સમીર ભટ્ટ, શ્રીરાજસિંહ ગોહિલ, કચ્છ ઇતિહાસ પરિષદમાં પ્રમોદભાઇ જેઠી, જિતેન્દ્ર ધારશી શાહ, મા આશાપુરા મંદિર ભુજના જનાર્દનભાઇ દવે, ભૂપતસિંહજી કોઇન સોસાયટીના જગદીશભાઇ સોની અને દિનેશભાઇ મહેતા તેમજ શહેરના અગ્રણીઓ, રણજિતવિલા તેમજ પ્રાગમહેલના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મહારાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

Panchang

dd