• રવિવાર, 31 મે, 2026

ગાંધીધામના ચકચારી છેતરપિંડીના ગુનામાં સામેલ શખ્સ જેલ હવાલે

ગાંધીધામ, તા. 30 : ગાંધીધામના ચકચારી છેતરપિંડીનાં પ્રકરણમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.આ અંગે ફરિયાદી જગદીશ અચાયી દ્વારા આરોપી  જગજિતસિંહ ઉર્ફે બંટી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ ફરિયાદી સાથે 18.55 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે આ આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યો હતો.  અદાલતે આપેલા એક દિવસના રિમાન્ડમાં પોલીસે  આ ગુનાના સંદર્ભેની ખૂટતી કડીઓને મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તહોમતદારને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે. 

Panchang

dd