ભુજ : રાજગોર ગં.સ્વ. ભારતીબેન પ્રવીણચંદ્ર અજાણી (ઉ.વ. 65)
તે સ્વ. પ્રવીણચંદ્ર શિવજી અજાણી (નિવૃત્ત જિલ્લા તિજોરી કચેરી)ના પત્ની, પ્રિયેન
(ક્ચ્છમિત્ર), શ્વેતાના માતા, સ્વ. વિજયાબેન મૂળશંકર નાકરના પુત્રી, પૂર્વીબેન, જયભાઈના સાસુ, ધ્રુવરાજ,
પ્રેરણાના દાદી, વિષ્ણુના નાની, સ્વ. હીરાબેન મણિશંકર નાકર, સ્વ. ડો. ઉમિયાશંકર અજાણી,
ગં. સ્વ. મણિબેન ચંદ્રકાન્ત નાકર, સ્વ. હરિલાલ અજાણી, રવિલાલ અજાણી, સ્વ. શાન્તાબેન
જેન્તીલાલ નાકર, ગં. સ્વ. અમૃતબેન મનસુખલાલ ભટ્ટ (મુંબઇ)ના નાનાભાઈના પત્ની, કુસુમબેન
મહેન્દ્રભાઈ નાકરના ભાભી, બાલાગૌરીબેન, ગોદાવરીબેન, સરોજબેનના દેરાણી, સ્વ. જેન્તીલાલ,
સ્વ. પ્રવીણભાઈ (પપુભાઈ), ગં. સ્વ. ભાનુબેન ચમનભાઇના બહેન, ગં.સ્વ. ઉર્મિલાબેન જેન્તીલાલ,
ગં.સ્વ. કીર્તિદાબેન પ્રવીણભાઇના નણંદ, સ્વ. ધનસુખભાઇ, સુરેશ, દિનેશ, મિનાક્ષી, હર્ષા, પ્રદીપ, રાજેશ, ભરત, રેખા, મયૂર, ડિમ્પલના કાકી.
ગં. સ્વ. ગોદાવરી, મોહન, ધર્મિષ્ઠા, ભરત, કૈલાસ, માલતી, પ્રકાશ, અશોક, પ્રવીણા, જિજ્ઞા,
મિત્તલ, ભરત, ગીતાના મામી, સ્વ. શાંતિલાલ જટાશંકર નાકર, સુરેશભાઇ, મોહનભાઇ, સ્વ. નીમુબેન
જટાશંકર, જયાબેન મૂળશંકરના કાકાઇ બહેન, જેન્તીલાલ જટાશંકર બાવા, રામજીભાઈ પરષોત્તમ
મોતા (મસ્કા)ના વેવાણ, હેતલ રાજેશભાઇ (મુંબઇ), ખુશાલી સાહિલભાઇ, પૂજા નિમેશભાઇ, પાર્થના
ફઈ, મનીશા ભરતભાઇ, રીટા વિનોદભાઇ, પ્રતીકના માસી તા. 2-08-2024ના અવસાન પામ્યા છે.
બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-08-2024ના રવિવારે સાંજે 5થી 6 સુધી આર.ટી.ઓ. રાજગોર
સમાજવાડી-ભુજ ખાતે.
ભુજ : કોલી જુસબ આરત (ઉ.વ.85) તે સ્વ. રોમતબાઇના પતિ, સુલેમાન,
રમજુ, લક્ષ્મણ, બાયાબાઇના પિતા, વાલબાઇ, શાંતાબેન,
પાનુબેનના સસરા તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 11-8-2024ના અને ઘડાઢોળ તા.
12-8-2024ના સોમવારે નિવાસસ્થાન કોડકી રોડ, કોલીવાસ ભુજ મધ્યે.
ભુજ : વિસનગરા નાગર ઘનશ્યામભાઇ ઝવેરીલાલ ભટ્ટ (ઉ.વ. 84) (નિવૃત્ત
બાગાયત નિરીક્ષક) તે સ્વ. તારાબેન ઝવેરીલાલ ભટ્ટના પુત્ર, સ્વ. રુકમણિબેન મહેતા (ચોરવાડ)ના
જમાઇ, સ્વ. જયસુખભાઇ, સ્વ. માધવલાલ, સ્વ. જનાર્દનભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, જયંતભાઇ ઝવેરીલાલ
ભટ્ટ (યુએસએ)ના ભાઇ, નયનાબેન અશ્વિનકુમાર ભટ્ટ (ભાવનગર), કમલેશ (નારાયણ સરોવર ટ્રસ્ટ
ભુજ કાર્યાલય મેનેજર), સ્વ. રીટાબેન કીર્તિકુમાર ભટ્ટ (પેથાપુર), રાજેશ (સેન્ટ્રલ પોલીસ
ઓઝનાઇનર) (ગાંધીનગર)ના પિતા, મમતાબેન કે. ભટ્ટ,
આરતીબેન આર. ભટ્ટના સસરા, પ્રકાશ, મુકેશ, યોગેશ, કિરણ, વિનય, કિરીટ, હેમલ અને દર્શનના
કાકા, નિરાલી અર્પિતકુમાર પાઠક, મિહિર, દેવના
દાદા, નિહારીકા અમીશકુમાર શાહ, નિધિ જયકુમાર ભટ્ટ તથા દીપક અને વિશાલના નાના તા.
3-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ
કોમ્પ્લેક્સ છઠ્ઠીબારી મધ્યે.
અંજાર : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્યોત્સનાબેન રમણીકલાલ ભટ્ટ
(ઉ.વ. 80) તે સ્વ. બચુબેન વિશ્વનાથ ભટ્ટ (કચ્છ સ્ટેટ રેલવે)ના પુત્રવધૂ, સ્વ. રેવાબેન
જયશંકર જોષીના પુત્રી, સ્વ. લખુભાઇ જોષીના બહેન
તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-8-2024ના રવિવારે સાંજે
5થી 6 રઘુનાથજી મંદિર સવાસર નાકા અંજાર ખાતે.
અંજાર : મૂળ ઝરપરાના રમેશ નાથાભાઇ જોગી (ઉ.વ. 32) તે કેશરબેન
નાથાભાઇના પુત્ર, રીનાબેનના પતિ, દિનેશ, કાનજી, સામજી બાબુ, પપુ વેલા, દયારામજી, ભાવેશ
બચુ, ભારતીબેન, દિલીપ, રમીલા તુલસી, રસીલા વિનોદ, રેખા હરેશના ભાઇ, મનોજભાઇ, રાજેશભાઇના
ભાણેજ તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 12-8-2024ના સોમવારે તથા તા.
13-8-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે - ઘડાઢોળ-પાણી સવારે 10 વાગ્યે રેલવે સ્ટેશન
પાસે નવાનગર જોગીવાસ અંજાર ખાતે.
અંજાર : લલીતભાઇ રામજીભાઇ ગરવલિયા (ગજ્જર) (રિટાયર્ડ ગુજરાત
પાણી પુરવઠા બોર્ડ) (ઉ.વ. 75) તે સ્વ. દયાબેન રામજીભાઇ ગરવલિયાના પુત્ર, હેમલતાબેનના
પતિ, હિરેન અને રૂચી (શ્રી ગ્રાફિક્સ એન્ડ કોમ્પ્યુટર્સ, અંજાર)ના પિતા, વનીતાબેન દુધૈયા
(માધાપર), ભીખાલાલભાઇ ગરવલિયા (અંતરજાળ)ના ભાઇ, સ્વ. જેઠાલાલભાઇના સાળા, ધીરજબેનના
દિયર, સ્વ. ભીખાલાલભાઇ (અંજાર), સ્વ. દામજીભાઇ (ભુજ), શિવજીભાઇ દુધૈયા (સિંગાપોર)ના
ભાણેજ, સ્વ. મણિબેન પ્રકાશભાઇ જોલાપરા (અંજાર)ના જમાઇ, હંસાબેન ઉપેન્દ્રરાય શંખલપુરા
(આણંદ), ઉષાબેન ગિરીશભાઇ ગુંદેચા (ગાંધીધામ), દિનેશભાઇ?જોલાપરા (અંજાર), સુરેશભાઇ જોલાપરા
(રાજકોટ)ના બનેવી, ભાવનાબેનના નણદોઇ, દીપાબેન દહીંસરિયા (માધાપર), સ્વ. પ્રશાંતભાઇ
દુધૈયા (માધાપર), ભાવિકાબેન ખારેચા (બેરીન)ના મામા, ધીરેનભાઇ, પ્રભુતીબેન, નીશાબેન,
શૈલેષભાઇ, વિનેશભાઇના માસા, ધ્વનિબેન અને રચનાબેનના ફુવા તા. 2-8-2024ના અવસાન પામ્યા
છે. દેહદાન કરેલ છે. સંપર્ક હિરેન ગજ્જર-97123 97014.
અંજાર : કુંભાર આમદભાઇ કાસમભાઇ (નાગલપરિયા) (ઉ.વ.75) તે રફીક
ઉર્ફે રીતીકના પિતા, જુણસભાઇ (ટેમ્પાવાળા), ઇબ્રાહીમભાઇના મોટા ભાઇ, કુંભાર મામદભાઇ,
ઇસ્માઇલભાઇ (નગરપાલિકા)ના મોટા બાપા, અબ્દુલ જુણસભાઇ, કાસમ ઇસ્માઇલભાઇ, ઇમરાન ઇબ્રાહીમ,
આરીફ ઇબ્રાહીમના મોટાબાપા તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
5-8-2024ના સોમવારે સવારે 10થી 11 કુંભાર સમાજવાડી, કુંભાર ચોક અંજાર મધ્યે.
માંડવી : પરિતાબેન કમલેશગિરિ ગોસ્વામી (ઉ.વ.26) (રાણેશ્વર મંદિરવાળા) તે રીટાબેન કમલેશગિરિ ગોસ્વામીના
પુત્રી, કિશોરગિરિ શિવનારાયણગિરિ (ગુંસાઈ પંચના ટ્રસ્ટી), કાન્તાબેન કિશોરગિરિના પૌત્રી,
સ્વ. શંકરગિરિ બેચરગિરિ (મુંબઈ) તથા ગં.સ્વ. જયાબેન શંકરગિરિના દોહિત્રી, મૃદુલાબેન
અતુલગિરિ તથા મનીષાબેન દર્શનગિરિ (ભુજ)ના ભત્રીજી, ભરતગિરિ, કલ્પેશગિરિ, કુમારગિરિ
(મુંબઈ), ભાવનાબેન તથા પારુલબેન, અનિતાબેન વસંતગિરિ (ગુંદિયાળી, હાલે મુંબઇ)ના ભાણેજી,
વૈભવગિરિ, દેવાંશી, ધ્યાની, જલ્પાબેન પાર્થભાઈ સંઘોઈ, કશ્યપગિરિ, અક્ષિતગિરિ, અમરદીપગિરિ,
જયદીપગિરિના બહેન તથા રસિકાબેન અમરદીપગિરિ, નેહાબેન જયદીપગિરિના નણંદ તા.31-7-2024ના
મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.5-8-2024ના સોમવારના સાંજે 4થી 5 લોહાણા
મહાજનવાડી માંડવી મધ્યે.
મુંદરા : ચાકી આમદ હાજીહુસેન (ઉ.વ.61) તે નૂરમોહંમદ, સલીમના
મોટા ભાઇ, ઇમરાન, સિકંદર, ફારૂક, અશરફના પિતા તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
સોમવારે તા. 5-8-2024ના સવારે 11થી 12 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ મધ્યે.
રાપર : શામજીભાઇ પાનાચંદભાઇ સેજપાલ (ઉ.વ. 86) તે પાનાચંદભાઇ
વલમજીભાઇ સેજપાલના પુત્ર, જશોદાબેનના પતિ, સાંકળચંદભાઇ ધનજીભાઇ રાજદે (ચોબારી)ના જમાઇ,
રસીકલાલ, કનૈયાલાલ, દિનેશભાઇ, રમેશભાઇ, મહેશભાઇ, શારદાબેન હસમુખભાઇ પૂજારાના પિતા,
ટોકરશીભાઇ, રવજીભાઇ, ગોપાલજીભાઇ, ભુરાલાલભાઇ, ગોદાવરીબેન ખીમજીભાઇ મિરાણી, દેવુબેન
ચાંપશીભાઇ સાયતા, રંભાબેન ખેંગારભાઈ હાલાણીના ભાઇ, દયારામભાઇ, રતિલાલભાઇ, રૂપશીભાઇ,
હરિલાલભાઇ, દેવુબેન વિશનજીભાઇ આચાર્યના બનેવી તા. 31-7-2024ના અવસાન પામ્યા છે. બંને
પક્ષની પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સોમવારે સવારે 10થી 11 રાપર લોહાણા મહાજનવાડી ખાતે,
સામાજિક રિવાજ મુજબ દશો રાખેલ છે.
નલિયા : સારસ્વત બ્રાહ્મણ જોષી મુલજી જીવરામ રાડિયા (ઉ.વ.
98) (મૂળ ગામ રામપર-અ) તે સ્વ. જીવરામ ખીમજી જોશીના પુત્ર, સ્વ. મણિબેનના પતિ, રમેશ
(નિવૃત્ત પાણી પુરવઠા), ભાનુબેન (મુંદરા), કાંતાબેન (ભુજ), દક્ષાબેન (મોથાળા), પ્રભાબેન
(ગઢશીશા)ના પિતા, બીનાબેન, સ્વ. ચંદ્રકાંતભાઈ (મુંદરા), સ્વ. કિરીટભાઈ (ભુજ), સ્વ.
રાજેશભાઈ (મોથાળા), સ્વ. હિતેશભાઈ (ગઢશીશા)ના સસરા, સ્વ. વિરજી ગાંગજી રત્નેશ્વર (મૂળ
મંજલ હાલે સાંયરા)ના જમાઈ, સ્વ. દેવજી, સ્વ.
માવજી, સ્વ. કમળાબેન કાશીરામ (ટપ્પર- સોનારા ), સ્વ. પ્રવીણાબેન પ્રાણલાલ (ભુજ), લીલાવંતીબેન
નટવરલાલ (ભુજ), પાર્વતીબેન શંભુરામ (ધનાવાડા), સ્વ. નર્મદાબેન લીલાધર (કાદિયા)ના ભાઈ,
સ્વ. દિનેશ, અરાવિંદ, સ્વ.દિલીપ, જનક, શ્યામલાલ, પ્રવીણાબેન, કસ્તૂરીબેન, મીનાબેનના
કાકા, દીપા પ્રતીક (ભુજ), પૂજા રિષિ (ભુજ),
હેતલ અંકુર (અંજાર), ધારા નિકુંજ (ના. સરોવર)ના દાદા, પ્રણવ, હિમાંશુ, આનંદ, દર્શન,
સ્વ. સતીષ, વિવેક, ચેતન, તૃપ્તિ (શેરડી), સેજલ (રાજકોટ), રિદ્ધિ (માંડવી), પૂર્વીના
નાના, સ્વ. જયંતીલાલ વિરજી રત્નેશ્વર (સાંયરા),
શાંતાબેન લક્ષ્મીશંકર (ટોડિયા)ના બનેવી, હરેશ, નિર્મળાબેન, રસીલાબેન, કલ્પનાબેન, સ્વ.
ભાવનાબેન, જયશ્રીબેન, સ્વ. કમલેશભાઈના ફુવા તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 4-8-2024ના રવિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે,
નલિયા ખાતે.
માધાપર (તા. ભુજ) : બ્રહ્મક્ષત્રિય ભવાનજી શામજી મચ્છર (ખત્રી)
(ડીડીઓના પૂર્વ પી.એ.) (ઉ.વ.74) તે ભાવનાબેનના પતિ, સ્વ. મંજુલાબેન શામજીભાઇ મચ્છરના
પુત્ર, ઇલા મહેન્દ્ર સોનેજી, મહેશ, પીયૂષ તથા ભાવિની નિખિલ છાટબારના પિતા, રમેશભાઇ,
પ્રભુભાઇ, જિતેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, નીતિનભાઇ, અનિતા જયેશ છાટબાર, શીલા ગિરીશ સોનેજીના
ભાઇ, સ્વ. ઉમરશી હરિરામ ટાટારિયાના જમાઇ તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 4-8-2024ના રવિવારે સવારે 8.30 કલાકે નિવાસસ્થાન પીપળા શેરી, જૂનાવાસ-માધાપરથી
સોનાપુરી મોક્ષધામ, માધાપર જશે.
સુમરાસર (શેખ) (તા. ભુજ) : ગાગલ કાના રવા બિજલ (ઉ.વ.67) તે વાલા
રવાભાઇ, દેવા રવાભાઇ, વિરમ રવાભાઇ, સ્વ. રાજીબેન ગોપાલભાઇ ચાડના ભાઇ, દામજીભાઇ, સ્વ.
ભીમજીભાઇ, મનજીભાઇ, વેજીબેન, રતનબેનના પિતા તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન (દાદાવાડી) સુમરાસર મધ્યે.
ત્રગડી (તા. માંડવી) : ખુમાનસિંહ જગમાલજી જાડેજા (ઉ.વ.66) તે
કુલદીપાસિંહ, રાજદીપસિંહના પિતા, ધર્મદીપસિંહના દાદા, સ્વ. ભીખુભા, રવુભા, પ્રવીણસિંહ,
પ્રહલાદસિંહના નાના ભાઈ, સ્વ. બળદેવસિંહ, દિનેશસિંહ, સંજયસિંહ, મયૂરસિંહ, દશરથાસિંહના
કાકા, ધીરુભાઈ, કનુભાના કૌટુંબિક ભાઈ તા.2-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-8-2024ના ગુરુવાર
સુધી ઠાકર મંદિરના ચોકમાં આવેલી બેઠક ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 13-8-2024ના મંગળવારે
નિવાસસ્થાને.
ઉગેડી (તા. નખત્રાણા) : મૂળ ગામ વસઇ વાઘેલા ખોડુભા મેરૂભા (ઉ.વ.
72) તે પોપટજી, રણજિતસિંહ, સ્વ. ભુરુભા, પ્રભાતસિંહના મોટા ભાઇ, રણછોડસિંહ, લાલુભાના
પિતા, દિલીપસિંહ, યુવરાજસિંહ, શંકરસિંહ, કુલદીપસિંહના મોટા બાપુ તા. 2-8-2024ના અવસાન
પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઉગેડી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : પ.ક.મ.ક.સ.સુ. દરજી રમીલાબેન જેઠાલાલ
મોઢ (દરજી) (ઉ.વ.65) તે સ્વ.જેઠાલાલ ગાવિંદજી મોઢના પત્ની, સ્વ. ગાવિંદજી વેલજી મોઢના
પુત્રવધૂ, વિજય, વર્ષાના માતા, સ્વ. જયંતીલાલ, સ્વ. પ્રફુલ, મૂળજી, ગં. સ્વ. વિમળાબેન
માવજી (વર્માનગર), ગં. સ્વ. લક્ષ્મીબેન વસંતલાલ (વાંઢ)ના ભાભી, ગં.સ્વ. જયાબેન, મોહિનીબેનના
જેઠાણી, નેહલબેન વિજય, શંકરલાલ (દહીંસરા)ના સાસુ,
દક્ષા, ચેતન, ધર્મિષ્ઠા, નિકુંજ (વાજબી ભાવના દુકાનદાર), અદિતિ, વિભુતિ, ક્રિશના
મોટી મા, ધ્રુવ, ખુશીના દાદી, વંશીના નાની,
યુગ, વીરા, વૃત્તિ, ધ્યાનના મોટા દાદી, રોનક (માંડવી), કપિલ (મુંદરા)ના મોટા સાસુ,
સ્વ. જમનાદાસ, કાંતિલાલ (જ્ઞાતિ પટેલ), શાંતિલાલ, વસંત, દિનેશ, અરાવિંદના કાકાઇ ભાઈના
પત્ની, સ્વ. ઓધવજી હેમરાજ ડાભી (દોલતપર)ના પુત્રી, મોહનલાલ, ગં. સ્વ. રુક્ષ્મણિબેન,
સ્વ. હરિરામ, સ્વ. રવજીભાઈના બહેન તા.3-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા.5-8-2024ના સોમવારે બપોરે 3થી 4 લોહાણા
સમાજવાડી શિવમંદિર પાસે રવાપર મધ્યે.
નરેડી (તા. અબડાસા) : મૂળ બાગના રાજગોર ચૂનીલાલ શંકરજી મોતા
(ઉ.વ.88) તે કસ્તૂરબેનના પતિ, જીવાબાઇ શંકરજીના પુત્ર, સ્વ. ગગુભાઇ હંસરાજ મોતા (બાગ),
સ્વ. બચુભાઇ હંસરાજ મોતા (બાગ)ના ભત્રીજા, સ્વ. દયારામ હરિરામ રાજગોર (મોથાળા)ના જમાઇ,
સ્વ. રવજી સામજી રાજગોર (ભીટારા)ના દોહિત્ર તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 5-8-2024ના બપોરે 2થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાન નરેડી ખાતે.
કપુરાશી (તા. લખપત) : મોરબાઇ સોનજી સોઢા (ઉ.વ.60) તે સોનજી તગજી
સોઢાના પત્ની, રાણુભા, સવાઈસિંહ, બળુભા, અજુભાના માતા, સરદારાસિંહ સામતાસિંહ સોઢા,
લાલજી ભૂરજી સોઢાના ભાભી, સ્વરૂપાસિંહ વેલુભા સોઢા, ચનુભા વેલુભા સોઢા,રાણુભા લખજી
સોઢા (સાંતલપુર)ના મોટી મા, વાઘજી ચાંદાજી સોઢાના ભાભી, ચનુભા ભોજરાજજી સોઢા, મોતાસિંહ
મોડજી સોઢા, અલજી વાઘજી સોઢા, બળવંતાસિંહ તનજી સોઢા, પહાડાસિંહ જગતાસિંહ સોઢા, ભીખુભા
જીલુભા સોઢાના કાકી, હેતરાજાસિંહ રાણુભા સોઢાના દાદી તા. 31-7-2024ના અવસાન પામ્યા
છે. આગરી તા. 8-8-2024ના ગુરુવારે તથા ઘડાઢોળ (બારસ) તા. 9-8-2024ના શુક્રવારે.