ઈન્દોર, તા.24 : સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં દિલ્હીના કેપ્ટન
પ્રિયાંશ આર્યએ તામિલનાડુ વિરુદ્ધ 68 દડામાં 19 છગ્ગા અને
7 ચોગ્ગાની મદદથી 181 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે.
જે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સર્વોચ્ચ
વ્યકિતગત સ્કોર છે જ્યારે વિશ્વ કક્ષાએ બીજો સૌથી મોટો સ્કોર છે. 2પ વર્ષીય આ ડાબોડી બેટધર દ. આફ્રિકાના લુઆંડ્રે
પ્રિટોરિયસના વર્લ્ડ રેકોર્ડથી 188 રનથી માત્ર
7 રન પાછળ રહ્યો હતો. પ્રિટોરિયસે ગત માસે
સીએએસ પ્રો20 કપમાં આ રેકોર્ડ નોંધાવ્યો
હતો. પ્રિયાંશ આર્ય વિન્ડિઝના ક્રિસ ગેલથી આગળ થયો છે. તેણે 17પ રનની અણનમ ઇનિંગ રમી હતી. મહિલા ક્રિકેટમાં
ભારત તરફથી કિરણ નવગિરેએ ટી-20માં 76 દડામાં 162 રન બનાવ્યા હતા. તેનાથી પણ
પ્રિયાંશ આગળ થયો છે. પ્રિયાંશ આર્યે પુરુષ ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટો 181 રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવીને
કેએલ રાહુલને પાછળ રાખી દીધો છે. રાહુલે આ વર્ષે એપ્રિલમાં આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ
તરફથી રમતા 67 દડામાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી. પ્રિયાંશ આર્યએ પુરુષ ટી-20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સર્વાધિક
છગ્ગા મારવાના રેકોર્ડની બરાબરી કરી છે. હવે તે ન્યુઝીલેન્ડના ફિન એલેન સાથે આ સૂચિમાં
સંયુકતરૂપે ટોચ પર છે. બન્નેના નામે 19-19 છગ્ગા છે. પ્રિયાંશના
181 રનથી દિલ્હી ટીમના 27પ રન થયા હતા. જવાબમાં તામિલનાડુ ટીમ 159 રને ઓલઆઉટ થઇ હતી. આથી દિલ્હીનો
116 રને વિજય થયો હતો.