ગાંધીધામ, તા. 24 : શિખ સમાજના ધર્મગુરૂ ગુરૂનાનક
દેવજીના પ્રકાશ પર્વની ગાંધીધામ ખાતે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.આ વેળાએ વિવિધ
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ગુરૂનાનક સિંહ સભા દ્વારા આયોજીત ત્રી દિવસીય
ઉત્સવ દરમ્યાન રવિવારે અને સોમવારે અખંડ પાઢ
સાહીબ, રહીરાસ સાહીબ, લોકલ સંગત કિર્તન, સહીતના કાર્યક્રમો
યોજાયા હતાંફ ત્રીજા દિવસે ગુરૂનાનક જયંતિના
સવારે નિતનેમ, કિર્તન આશા કી વાર, ભોગ શ્રી અખંડ પાઢ સાહીબ,
બપોરે લોકલ સંગત કીર્તન, સાંજે ગુરવાણી વિચાર અને ભાઈ ગુરજીત સિંહ જીના કીર્તન સહીતના કાર્યક્રમો
યોજાયા હતાં. ત્રી દિવસીય મહોત્સવમાં બહોળી સંખ્યામાં શિખ સમાજના લોકો જોડાયા
હતાં. ગુરૂદ્વારા ખાતે પોલીસ વડા સાગર બાગમાર
ઉપસ્થિત રહ્યા હતાં. સિંહ સભા દ્વારા
તેમનું સન્માન કરાયું હતું. પોલીસ વડાએ લંગર સેવા કરી હતી. સમગ્ર આયોજનમાં સભામાં ગુરૂનાનક સિંહ
સભાના પ્રમુખ તરજીતસિંહ બાથ, ઉપપ્રમુખો દલજીતસિંહ ચહલ,
પારગતસિંહ ,મંત્રી સતપાલ સિંહ સીધુ, સહમંત્રી સુખજીંદરસિંહ ગીલ,
ખજાનાચી કુલજીતસિંહ કોચર, સહખજાનચી સતવંતસિંહ, મેનેજર અમનદિપસિંહ પ્રોજેકટ કોઓર્ડીનેટર મનજીતસિંહ મીનહાસ વિગેરે સહયોગી
બન્યા હતાં.