ગાંધીધામ, તા. 24 : લઘુ ભારત ગણાતા ગાંધીધામમાં વિવિધ રાજયના ઉત્સવોની ઉજવણી ઉમંગે
કરાતી હોય છે. ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં
આવેલા અયપ્પા મંદીરના વાર્ષિકોત્સવની ત્રણ દિવસીય ઉજવણી દરમ્યાન પંચરંગી શહેરમાં આવતીકાલથી
દક્ષિણ ભારતની સંસ્કૃતિનો માહોલ છવાશે. આ વેળાએ વિવધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અયપ્પા સેવા સમિતિ દ્વારા આયોજીત
ઉત્સવનો આવતીકાલે તા. 27મીથી આરંભ થશે. સાંજે 7.30 કલાકે ધ્વજારોહણ સાથે
મહોત્સવનો આરંભ થશે. 28મીએ દક્ષિણ
ભારતની શૈલીને ઉજાગર કરતી શોભાયાત્રા શહેરના
ઝંડાચોક સ્થિત સત્યનારાયણ મંદીર ખાતેથી નીકળશે.
ભગવાન અયપ્પા હાથીમાં બીરાજમાન થશે
અને તેની સાથે 500 જેટલી મહિલાઓ થાળીમાં દિપપ્રગટાવી જોડાશે. શોભાયાત્રા શિવ મંદીર, ચાવલાચોક, શક્તિનગર, ઓસ્લો સહીતના
વિસ્તારોમાં ફરીને અયપ્પા મંદીર ખાતે પુરી
થશે તેવું સમિતિના પ્રમુખ ડો. સે.એમ. મુરલીએ
જણાવ્યું હતું. ત્રણ દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિવિધ પુજા માટે ખાસ કેરેલાથી પુજારીઓ ,
40 જેટલા વાદ્ય કલાકારો, આવ્યા
છે. આ દરમ્યાન ભગવાનને લગતુ નાટક તેમજ ગાંધીધામના
કલાકરો દ્વારા નૃત્યકૃતિઓ રજૂ કરાશે.આ મહોત્સવ દરમ્યાન મંદીરમાં ત્રણ દિવસ સુધી હજારો દિવા પ્રગટાવવામાં
આવશે.