• બુધવાર, 25 નવેમ્બર, 2026

શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

ભુજ, તા. 24 : શહેરના વોર્ડ પાંચની એસ.ટી. કોલોની ખાતે રોડ-રસ્તાના કામોની શરૂઆત ધારાસભ્ય કેશુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ અંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, ભુજ શહેર દિવસાદિવસે કુદકે-ભુસકે સતત વિકાસ પામતું જાય છે. રોજ નવા રહેણાક વિસ્તારનું નિર્માણ થતું રહે છે. જે અનુસંધાને શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અન્વયે રસ્તાના કામોની શરૂઆત કરવામાં આવી છે.  ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું કે, શહેરની ખૂટતી વિકાસની કડીઓ પૂરી કરવામાં સમગ્ર ટીમ કટિબદ્ધ છે. વિકાસના તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ થાય, જેથી નાગરિકોને તેનો સીધો લાભ મળે તેવો અમારો સંકલ્પ છે. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા, શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, અનિલભાઈ છત્રાળા, મંત્રી ધીરેનભાઈ લાલન, કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચાના નરોત્તમભાઈ પોકાર, શહેર ભાજપના પૂર્વ મંત્રી હિરેનભાઈ રાઠોડ તથા એસ.ટી. કોલોનીના સ્થાનિક અગ્રણી/રહેવાસીઓ હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd