• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

16 ડિસેમ્બરે શેખ હસીનાની વાપસી; બાંગ્લાદેશ તંગ

ઢાકા/નવી દિલ્હી, તા. 24 : છેલ્લાં બે વર્ષથી ભારતમાં રહેલાં બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલી જ વખત પોતાની વતનવાપસીની તારીખ જાહેર કરતાં કહ્યું કે, તેઓ 16મી ડિસેમ્બરે પોતાના દેશ પરત આવવા માગે છે. આ માટે તેમણે તારિક રહેમાન સરકારને વિમાન મોકલવા માંગ કરી હતી. જો કે, બાંગલાદેશ સરકારે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન હાથકડીમાં જ પરત આવી શકશે. હસીનાના પક્ષે 16 ડિસેમ્બરે દેશના હાઇ-વે કબજે કરવાની ઘોષણા કરતાં પૂર્વ વડાપ્રધાનની વાપસી પહેલાં દેશની રાજકીય સ્થિતિ અશાંત બની છે. સમાચાર એજન્સી મુજબ હસીનાના પ્રવક્તા સૈયદ મોજમ્મેલ અલીએ આજે જણાવ્યું હતું કે, હસીના સરકારી વિમાન સેવા `િબમાન બાંગલાદેશ'ની ઉડાનમાં દિલ્હીથી ઢાકા પરત આવવા માગે છે. ઉલ્લેખનીય છે કે, 16મી ડિસેમ્બર 1971ના બાંગલાદેશે પાકિસ્તાન વિરુદ્ધ મુક્તિ સંગ્રામમાં જીત મેળવી હતી. પાકિસ્તાની સેનાએ ભારતીય સેના અને મુક્તિવાહિની સામે આત્મસમર્પણ કર્યું હતું. મુક્તિવાહિની બાંગલાદેશની આઝાદી માટે લડનારા લોકોનું સંગઠન હતું. હસીનાના પ્રવક્તાએ કહ્યું કે, પાંચ ઓગસ્ટ, 2024ના હસીનાને જે બાંગલાદેશી વિમાનથી ભારત લાવવામાં આવ્યા હતા તે જ રીતની તેમની વાપસીની વ્યવસ્થા પણ સરકારે જ કરવી જોઇએ. હસીનાને બંધારણની વિરુદ્ધ દેશથી બહાર મોકલાયાં હતાં, ત્યારે તેમને પરત લાવવા એ પણ સરકારની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, હસીનાની વાપસીની ઘોષણા સાથે જ બાંગલાદેશમાં રાજકીય તણાવ પહેલેથી જ વધેલો છે. તેમના પક્ષ અવામી લીગ પર પ્રતિબંધ લાગેલો છે. આ મહિનાની શરૂઆતમાં જ તેમણે નવા પાસપોર્ટ અને બીજા જરૂરી દસ્તાવેજો માટે અરજી કરી હતી. જો કે, રહેમાન સરકારે તેમની માંગ માનવાનો ઇન્કાર કર્યો હતો. દરમ્યાન, બાંગલાદેશમાં અવામી લીગે એલાન કર્યું હતું કે, 16મી તારીખે તે હાઇ-વે પર કબજો કરશે. પક્ષે હસીનાને જનનેતા ગણાવતાં કહ્યું કે, 16 ડિસેમ્બરે હાઇ-વે જનતાના કબજામાં આવશે. બીજી તરફ, બાંગલાદેશના વિદેશ મામલાના રાજ્યમંત્રી હુમાયુ કબીરે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માત્ર હાથકડી સાથે અથવા કડક સલામતી વચ્ચે જ બાંગલાદેશ પરત લવાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd