ગાંધીધામ, તા. 24 : અંજારમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ
રાખી બે શખ્સે આધેડ ઉપર હુમલો કરતા આધેડને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. અંજારના
રામકૃષ્ણ મહાવીરનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી ભરત ધીરજલાલ રાઠોડ (મિત્રી) નામના આધેડ
ગઈકાલે રાત્રે ઓક્ટ્રોય ચોકી હર્ષદ પાંઉભાજી નજીક કામેથી આવ્યા હતા. દરમ્યાન આરોપી
બંટી ઉર્ફે સંજય રાજગોર ત્યાં સ્કોર્પિયો લઈને આવતા ફરિયાદીએ કેમ મારા ઘરની આસપાસ તારી
ગાડી લઈને ફુલ સ્પીડે નીકળે છે, જોર-જોરથી
ગીત, હોર્ન વગાડે છે તેવું કહેતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને
ગાડીમાંથી ધોકો લઈ આવી આધેડને માર માર્યો હતો. તેવામાં જીગો ઉર્ફે જિગર રાજગોર પણ ત્યાં
આવી હોકી વડે આધેડ ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદોને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ગાંધીધામની
હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને હાથમાં અસ્થિભંગ તથા માથામાં
ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.