• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ભુજ સુધરાઈ જન્મ-મરણ શાખામાં કથિત ગેરરીતિની ઘટના બાદ સુરક્ષાનાં પગલાં

ભુજ, તા. 22 : તાજેતરમાં ચર્ચાનો વિષય બનેલી ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખાના કથિત ગેરરીતિની ઘટના બાદ મુખ્ય અધિકારી દ્વારા સુરક્ષાનાં પગલાં હાથ ધરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ભુજ સુધરાઈની જન્મ-મરણ શાખામાં કચેરી સમય પૂર્ણ થયા બાદ રાત્રે આઠ વાગ્યા આસપાસ શાખા ખોલી તેમાં દાખલામાં સુધારા-વધારા કરાતા હોવાની બાબત સામે આવતાં મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલ દ્વારા બનાવની ખરાઈ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા. સાથોસાથ પ્રાથમિક પગલાંના રૂપે શાખાના કર્મીઓને બરતરફ, સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી બનાવની વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ તજવીજ હાથ ધરી હતી. જે હાલમાં પ્રગતિમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર પ્રકરણ બાદ હાલની પરિસ્થિતિ જણાવી મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, સબ રજિસ્ટ્રાર પોર્ટલની આઈ.ડી. અને પાસવર્ડ પહેલાં માત્ર જન્મ-મરણ શાખા પાસે હતા અને રજિસ્ટરમાં આઈ.ડી. ઓટીપી પાસવર્ડ મુખ્ય અધિકારી પાસે હતા જે બન્ને પાસવર્ડ રિસેટ કરી બન્નેના ઓટીપી તેમના પાસે આવશે ત્યારબાદ જ કર્મચારી કામગીરી આગળ કરી શકશે, જેથી ભવિષ્યમાં આવો બનાવ ફરી ન બને. ઉપરાંત ઉપરોક્ત ઘટના બાદ પ્રમુખ શીતલ શાહ, ઉ.પ્ર. બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેશ ગોર, દંડક રૂપલ ચાવડા અને મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલે સુધરાઈની તમામ શાખાના જવાબદારો સાથે બેઠક  યોજી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે વધુ સજાગતા રાખવા જણાવી હાલમાં તહેવારોને ધ્યાને લઈ ભુજવાસીઓની સુખાકારી વધે અને ફરિયાદો ઘટે તેવી કામગીરી કરવા તાકીદ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd