ભુજ, તા. 22 : અહીંના ભીમરાવનગરમાં 36 વર્ષીય યુવાન અરવિંદ શિવજી
મેરિયાએ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. ભુજના ભીમરાવનગરમાં રહેતા અરવિંદ મેરિયાએ ગઇકાલે
બપોરે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતાં તેના ભાઇ રમેશ તેને સારવાર
અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. એ-ડિવિઝન
પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.