વોશિંગ્ટન, તા. 22 : વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સ
બનાવવા માટે વિશ્વભરમાં સૌથી વધુ વપરાતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHPમાં બે અત્યંત ગંભીર સુરક્ષા
ખામીઓ સામે આવતાં વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે. આ જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા
અને યુરોપના ઘણા દેશોએ સાવચેતીના ભાગરૂપે પોતાની સરકારી વેબસાઇટ્સ અને ઓનલાઇન પોર્ટલ્સ
અસ્થાયી રૂપે બંધ (ઓફલાઇન) કરી દીધા છે. આ સ્થિતિની ગંભીરતા જોતાં અમેરિકાની નેશનલ
સિક્યોરિટી એજન્સીએ તાત્કાલિક ટેકનિકલ એડવાઇઝરી જારી કરીને તમામ સંસ્થાઓને સર્વર સુરક્ષિત
કરવાની કડક સૂચના આપી છે. PHP ફાઉન્ડેશન
અને સાયબર નિષ્ણાતોના મતે આ એક સ્ટ્રક્ચરલ ફેલિયર છે. આ બંને ખામી એટલી ગંભીર છે કે, સાયબર એટેકર્સ કોઈ પણ લોગિન કે ઓથેન્ટિકેશન
વગર સર્વર પર સીધો પોતાનો કોડ રન કરી શકે છે અને ફાઇલ સિસ્ટમ તેમજ સંવેદનશીલ ડેટાબેઝ
સુધી અનધિકૃત એક્સેસ મેળવી શકે છે. અમેરિકી
સુરક્ષા એજન્સી ગજઅ એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઙઇંઙનો ઉપયોગ
કરતી તમામ સરકારી અને ખાનગી કંપનીઓએ તાત્કાલિક નવું સિક્યોરિટી પેચ ઇન્સ્ટોલ કરી લેવું
જોઈએ. જો સર્વર તરત અપડેટ કરવું શક્ય ન હોય, તો સાયબર હુમલાથી
બચવા માટે સિસ્ટમને તાત્કાલિક ડાઉન (ઓફલાઇન) કરી દેવી હિતાવહ છે. આ ખામી સામે આવ્યા
બાદ ફ્રાન્સમાં પેરિસ પોલીસ પ્રિફેક્ચર સહિતના ઘણા સ્થાનિક સરકારી પોર્ટલ્સ બંધ કરી
દેવામાં આવ્યા હતા.