• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

કચ્છના ખેડૂતોને પરેશાન ન કરો : મુખ્યમંત્રી

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઓક્ટોબર-2026નો 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોની રજૂઆતો અને લોકફરિયાદોના ટેક્નોલોજીયુક્ત નિવારણ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં 170થી વધુ અરજદારો રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્વાગત મળીને કુલ 4,953થી વધુ અરજીઓ પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના ખેડૂતે ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવવા કરેલી રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સૂચના આપીને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર નિયમ અનુસાર ફાળવવા અને  આ પ્રકારના કિસ્સાઓમાં સ્થાનિક કક્ષાએ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા તમામ જિલ્લા કલેક્ટરઓને જણાવ્યું હતું. એટલું જ નહિ, કચ્છના અંજાર તાલુકાના સુગારીયા મોડસર  ગામમાં સરકારી જમીનમાં દબાણ અંગેની રજૂઆત બાબતે સરકારી જમીનની જાળવણીની જવાબદારી જિલ્લા વહિવટી તંત્ર નિભાવે તેવી સંબંધિત જિલ્લા કલેક્ટર સહિત રાજ્યના બધા જ જિલ્લાઓના કલેક્ટરોને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. બોટાદના મોટા ઝિંઝાવદર ગામનો રસ્તો બનાવવા રાજ્ય સ્વાગતમાં જે રજૂઆત કરવામાં આવી હતી તે અંગે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરવાની સુચના આપીને રજૂઆતનું નિવારણ કર્યુ હતું. ઓક્ટોબર-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના ખેતરમાં ખેતરમાં વરસાદી પાણીના નિકાલ, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની વ્યવસ્થા તથા રોડ-રસ્તા અને દબાણ તેમજ રી - સર્વેને લગતી નાગરિકોની જે રજૂઆતો મળી હતી તેનો હકારાત્મક અભિગમથી નિકાલ લાવ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd