ન્યૂયોર્ક, તા. 11 : બેલારૂસની વર્તમાન ચેમ્પિયન
ખેલાડી આર્યના સબાલેંકા સતત ત્રીજા યૂએસ ઓપન ખિતાબથી હવે માત્ર એક જીત દૂર છે. ટૂર્નામેન્ટની
ટોપ સીડ સબાલેંકાનો મહિલા સિંગલ્સના પહેલા સેમિ ફાઇનલમાં ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી
જેસિકા પેગુલા વિરુદ્ધ બે સીધા સેટમાં 7-પ અને 6-2થી શાનદાર
વિજય થયો હતો. ફાઇનલમાં સબાલેંકાની ટક્કર નવી નંબર વન ખેલાડી એલિના રાયબાકીના વિરૂધ્ધ
થશે. સબાલેંકને ખસેડીને જ રાયબાકિના એટીપી રેન્કિંગમાં ટોચ પર પહોંચી છે. આથી સબાલેંકના
99 સપ્તાહ સુધીના સામ્રજ્યનો અંત
આવ્યો હતો. મહિલા વિભાગની બીજી સેમિ ફાઇનલમાં
એલિના રાયબાકિનાનો અમેરિકાની ચોથા ક્રમની ખેલાડી કોકો ગોફ સામે 3-6, 6-4 અને 6-4થી વિજય થયો છે. પ્રથમ સેટની
હાર બાદ રાયબાકિના સફળ વાપસી કરીને પહેલીવાર યૂએસ ઓપનની ફાઇનલમાં પહોંચી છે. કઝાકિસ્તાનની
27 વર્ષીય રાયબાકિના અત્યાર સુધીમાં
બે ગ્રાંડસ્લેમ ખિતાબ જીતી ચૂકી છે. તેણીએ 2022માં વિમ્બલ્ડન અને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ
જીત્યું હતું.