• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

કંડલામાં હિટ એન્ડ રનના બનાવમાં આધેડ કારચાલકનું મોત

ગાંધીધામ, તા. 8 : શિપિંગ  ક્ષેત્રના અખબાર સાથે લાંબા સમયથી જોડાયેલા રહેલા પત્રકાર  68 વર્ષીય પી.જી. નાયરનું કંડલા પાસે હિટ એન્ડ રનના  બનાવમાં તત્કાળ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામ-કંડલા માર્ગ ઉપર ઈમામી કંપની પાસે માર્ગ અકસ્માતનો આ બનાવ આજે બપોરે 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી કારચાલક  કંડલા તરફ જતા હતા તે અરસામાં પૂરપાટ ઝડપે  આવેલા અજાણ્યા વાહનના ચાલકે  તેમની કારને હડફેટે લીધી હતી. બનાવ અંગે તેમના જમાઈને મેસેજ દ્વારા જાણ થઈ હતી, તેમણે  તેમના  ભાઈને જાણ કરતાં તેઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને 108 મારફત રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતા.  જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.  મોઢાના ભાગે અને જમણા પડખાંના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ   મામલે કંડલા મરીન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ જારી છે. તેમના અવસાનના સમાચારથી અખબારી આલમમાં શોકની લાગણી પ્રસરી હતી. હતભાગી લાંબા સમય સુધી એક્ઝિમ અખબાર સાથે જોડાયેલા રહ્યા હતા. 

Panchang

dd